Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બૉડી બનાવવા માટે સ્ટેરૉઇડ્સનો સહારો કેટલો યોગ્ય?

બૉડી બનાવવા માટે સ્ટેરૉઇડ્સનો સહારો કેટલો યોગ્ય?

20 March, 2019 11:51 AM IST |

બૉડી બનાવવા માટે સ્ટેરૉઇડ્સનો સહારો કેટલો યોગ્ય?

સ્ટેરોઈડ

સ્ટેરોઈડ


લાન્સ આર્મ્સ સ્ટ્રૉન્ગ નામના ઇન્ટરનૅશનલ સાઇકલિસ્ટ પર સાઇકલિંગ કરતા સમયે સ્ટેરૉઇડ્સ લેવાનો આરોપ મૂકવામાં આવેલો. જેને પગલે તેણે જીતેલા બધા જ મેડલો અને ટ્રોફીઓ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. થોડાક સમય પહેલા બૉડી બનાવવાના હેતુથી મુંબઈના એક યુવકે મિત્રની સલાહથી સ્ટેરૉઇડની ગોળીઓ લીધી હતી. વજન વધારવાના આશયથી છ મહિના સુધી લેવાયેલી આ ગોળીઓના ઓવરડોઝને કારણે તેનું અડધું બૉડી પૅરૅલાઇઝ્ડ થઈ ગયું. પગનાં હાડકાંઓ ખલાસ થઈ ગયાં. અત્યારે તે ચાલી પણ નથી શકતો અને હાથ અને પગની મૂવમેન્ટ પાછી મેળવવા માટે તે ફિઝિયોથેરપી લઈ રહ્યો છે. એવી જ રીતે ટર્કીમાં એક ૨૮ વર્ષનો યુવાન સ્ટેરૉઇડ્સ લઈ રહ્યો હતો. જેના પરિણામે હાર્ટમાં આવેલી ખામીથી તે મૃત્યુ પામ્યો. પરિવાર માટે આ ઘટના આભ ફાટવા જેવી હતી. સોશિયલ મિડિયા પર તેમણે સ્ટેરૉઇડ્સ એવો શેતાન છે જેને કાબુમાં રાખવો મુશ્કેલ છે. સ્ટેરૉઇડ્સ યુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ અટકાવવું એવી અપીલ પણ તેમણે કરી હતી.

મસલ્સ ગેઇન કરવા, સ્ટૅમિના વધારવા માટે સ્ટેરૉઇડનો ઉપયોગ થવા લાગ્યો છે. ત્યારે જાણીએ સ્ટેરૉઇડ કિસ બલા કા નામ હૈ અને એનાથી શું ફાયદા કે નુકસાન થઈ શકે છે.



સ્ટેરૉઇડ્સ શું છે?


આ એક પ્રકારની ડ્રગ છે. સ્ટેરૉઇડ્સના બે પ્રકાર છે એક એનાબૉલિક અને ગ્લુકોર્ટિકોઇડ્સ. ગ્લુકોર્ટિકોઇડ્સનો ઉપયોગ મોટે ભાગે બૉડીના કોઈ ભાગમાં સોજો હોય ત્યારે આપવામાં આવે છે. આ સિવાય અસ્થમા અને લ્યૂપસ જેવા સ્કિન ડિસીઝમાં પણ એ અકસીર નીવડે છે. જોકે એમાં ડૉક્ટરે આપેલા ડોઝને ફૉલો કરવો જરૂરી છે. આ વિશે ઑથોર્પેડિક સજ્ર્યન ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘થેરપી ડોઝમાં ગ્લુકોકૉર્ટિકોઇડ્સ નુકસાનકારક નથી. શરીરમાં કોઈ પણ પ્રકારની સંધિવાની તકલીફ હોય ત્યારે ઓરલ સ્ટેરૉઇડનો ડોઝ આપીએ છીએ. આ પ્રકારના દરદીઓ માટે આ ઍન્ટિ ઇન્ફ્લેમેટરી દવા છે.’

જોકે સતત મિડિયામાં જેની ચર્ચા થતી રહી છે એ છે એનાબૉલિક સ્ટેરૉઇડ્સ. આ વિશે જણાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ખાસ કરીને મસલ્સ બિલ્ડિંગમાં આ પ્રકારના સ્ટેરૉઇડ્સનો ઉપયોગ કરાય છે. આ એક પ્રકારના સિન્થેટિક હૉમોર્ન છે, જે બૉડીની મસલ્સ બનાવવાની પ્રોસેસને ઝડપી બનાવે છે. મસલ્સનો ઘસારો અટકાવે છે. સિવિયર વ્ગ્ થઈ ગયો હોય અને બૉડીના બધા જ મસલ્સ ખલાસ થવા લાગ્યા હોય ત્યારે ડૉક્ટર એને પ્રિસ્ક્રાઇબ્ડ કરે છે.’


એનાબૉલિક સ્ટેરૉઇડની કાર્યપ્રણાલી

એનાબૉલિક સ્ટેરૉઇડનું કેમિકલ સ્ટ્રક્ચર બૉડીમાંથી કુદરતી રીતે ઝરતા ટેસ્ટોસ્ટેરોન નામના હૉમોર્ન જેવું હોય છે. આ હૉમોર્નનું કામ છે બૉડીમાં પુરુષોને લગતાં લક્ષણોનો વધારો કરવો એટલે કે સ્નાયુઓનો જથ્થો વધારવો, ચહેરા પર વાળ ઊગાડવા, અવાજ ઘેરો બનાવવાનું હોય છે. એનાબૉલિક સ્ટેરૉઇડ્ઝ બ્લડમાં આ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે છે. જે ઇનડિરેક્ટલી મસલ્સ ગ્રોથ અને બીજા મૅનલી કૅરૅક્ટરિસ્ટિક્સને પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો : ડાયટિંગ મેં કુછ નયા હો જાએ?

ડૉક્ટરની સલાહ મુજબ કોઈ સમસ્યા હોય તો સ્ટેરૉઇડ લઈ શકાય, પરંતુ જ્યારે એનો ઓવરડોઝ કરવામાં આવે તો એ ભારે નુકસાનકારક નીવડે છે. ઑફિશ્યલી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સ્ટેરૉઇડ્સ ખરીદવા કે વેચવા ઇલિગલ છે. છતાં ઘણા લોકો ઝડપથી રિઝલ્ટ મેળવવાની લાયમાં સ્ટેરૉઇડ મેળવી લે છે. ડૉ. પિનાકિન શાહના જણાવ્યા મુજબ ઘણા બધા કિસ્સાઓમાં કોઈ પ્રૉબ્લેમ માટે સ્ટેરૉઇડની દવા ડૉક્ટરે આપી હોય અને એનાથી સારું ફીલ થયું હોય ત્યારે દરદીને એની આદત પડી જવાથી ડોઝ પૂરો થઈ ગયા પછી પણ એને ચાલુ રાખે છે.

ઓવરડોઝથી શું થઈ શકે?

સ્ટેરૉઇડ હાડકાંની ડેન્સિટી ઘટાડે છે. જેને લીધે હાડકાં કમજોર બને છે. જેનાથી ઑસ્ટિયોપોરોસિસની તકલીફ વધે છે. બ્લડમાં શુગરનું પ્રમાણ વધારે છે. જેને લીધે ડાયાબિટીઝ થવાની સંભાવના વધે છે. આંખમાં મોતિયો આવે, કિડની ડૅમેજ થાય, હૉમોર્નલ ઇમ્બૅલેન્સ થાય, વૉટર રિટેન્શનની તકલીફ વધે. જેને કારણે શરીર ફૂલેલું લાગે અને સ્ટેરૉઇડનું સેવન કરનાર વ્યક્તિ અનુભવે કે તેની બૉડી બની રહી છે. હકીકતમાં બૉડી અંદરથી ફૂલવા માંડે. હાર્ટફેલ્યર થઈ શકે, બ્લડપ્રેશરની તકલીફ વધે જેવી અનેક તકલીફો સ્ટેરૉઇડ્સના ઓવરડોઝને કારણે થઈ શકે છે, પ્રજનનતંત્રને કાયમ માટે નિષ્ક્રિય કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 11:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK