Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અળસીનો આહારમાં ઉપયોગ ક્યારથી શરૂ કરો છો?

અળસીનો આહારમાં ઉપયોગ ક્યારથી શરૂ કરો છો?

27 June, 2019 02:15 PM IST | મુંબઈ

અળસીનો આહારમાં ઉપયોગ ક્યારથી શરૂ કરો છો?

અળસી

અળસી


અળસીને સુપર ફૂડની સંજ્ઞા આપવામાં આવી છે. આપણા વડવાઓ ઘઉં વાવતા ત્યારે બે લાઇન પછી એક લાઇન અળસીની વાવતા અને ઘઉં સાથે અળસી પણ દળાવતા. આયુર્વેદમાં તો અળસીને દૈનિક ભોજન માનવામાં આવ્યું છે. જે અળસીનું આપણે નામ સુધ્ધાં ભૂલી ગયા હતા એ અળસી આપણી જીવનરેખા છે. જીવવાની રાહ છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. અળસી ખાવાથી ભરપૂર શક્તિ અને ઉત્સાહનો સંચાર થાય છે. ચુસ્તી, સ્ફૂર્તિ વધે છે. તણાવ, આળસ, ક્રોધ ગાયબ થઈ જાય છે. ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીઝમાં લાભ કરે છે. અળસીના છોડમાં વાદળી ફૂલ આવે છે. અળસીનું બી તલ જેવું નાનું, ભૂરું કે બ્રાઉન રંગનું હોય છે. પ્રાચીન કાળથી જ અળસીનો પ્રયોગ ભોજન, કાપડ કે રંગરોગાનમાં થતો રહ્યો છે. જ્યારે ફોલ્લી-ફોડા થતા હતા ત્યારે દાદીમા આ અળસીની પોટલી બનાવી બાંધતી હતી. અળસીમાં મુખ્યત્વે ઓમેગા-૩ ફેટી ‌ઍસિડ, લિગાનન્સ, પ્રોટીન અને ફાઇબર હોય છે. અળસીમાં ૩૦થી ૪૦ ટકા તેલ, ૨૫ ટકા પ્રોટીન, ફાઇબર, વિટામિન-બી, સેલેનિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ, કૉપર, ઝિન્ક, પોટેશિયમ વગેરે તત્વ હોય છે. આમાં રહેલા તેલમાં ૩૬થી ૫૦ ટકા ઓમેગા-૩ એલ્ફા-લેનોલેનિક ઍસિડ હોય છે. અળસી ગર્ભાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી ફાયદાકારક છે.

ફાયદા શું?



વિદ્વાન વૈદ્યરાજ હર્ડિકર દાદા પાસે જેમણે બે વર્ષથી વધારે અભ્યાસ કર્યો છે એવા કાંદિવલીનાં વૈદ્ય હેતા સી. શાહ કહે છે, ‘અળસીના સેવનથી ચિત્ત પ્રસન્ન રહે છે. સારા વિચાર આવે છે, તણાવ દૂર થાય છે. બુદ્ધિ અને સ્મરણશક્તિ વધે છે અને ક્રોધ આવતો નથી. અળસીના સેવનથી મન અને શરીરમાં એક દૈવિક શક્તિ અને ઊર્જા‍નો સંચાર થાય છે. અળસી ઑલ્ઝાઇમર્સ, ડિપ્રેશન અને પાર્કિસન્સ બીમારીમાં બહુ લાભદાયક છે. ગર્ભાવસ્થામાં શિશુની આંખો તથા મગજના સંપૂર્ણ વિકાસ માટે ઓમેગા-૩ અત્યંત આવશ્યક છે. ઓમેગા-૩થી આપણી દૃષ્ટિ સારી બને છે. રંગ વધુ સ્પષ્ટ અને ઉજળો દેખાય છે. નાનાં બાળકોને થનારી બીમારીઓ જેવી કે એલર્જી‍, અસ્થમા, ઝાડા, નાક, કાન અને ગળાના ઇન્ફેક્શન પાછળ પણ ઘણી વાર ઓમેગા-૩ની કમી હોય છે. વૃદ્ધાવસ્થામાં થનારી પ્રોસ્ટેટની બીમારીઓ, નપુંસકતા, શીઘ્રપતન વગેરેના ઉપચારમાં અળસી મહત્વનો ફાળો આપે છે. અળસીનું પ્રમાણ વ્યક્તિદીઠ ઓછું-વત્તું હોઈ શકે છે જે નિષ્ણાત વૈદ્યરાજો નક્કી કરી શકે છે. અળસી બ્લડશુગર નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝના રોગીને સારો રાખે છે. અળસી સ્થૂળતાના રોગીને પણ રાહત આપે છે. અળસીના સેવનથી પેટ વધુ સમયથી ભરેલું લાગે છે. મોડે સુધી ભૂખ લાગતી નથી.’


ગુણ પાછળનાં કારણ?

આપણા સ્વાસ્થ્ય પર અળસીના આશ્ચર્યજનક પ્રભાવોને સારી રીતે સમજવા માટે આપણે ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી ઍસિડને વિસ્તારથી સમજવો પડશે. આ સંદર્ભે ડૉ. હેતા શાહ કહે છે, ‘આપણા શરીર માટે ઓમેગા-૩ અને ઓમેગા-૬ બન્ને આવશ્યક છે. શરીરમાં આ નથી બની શકતા, આપણે એને પોતાના ભોજનમાંથી જ લેવો પડશે. ઓમેગા-૩ અળસી ઉપરાંત અખરોટ, બદામ વગેરેમાં પણ હોય છે. ઓમેગા-૬ મગફળી, સોયાબીન, સનફ્લાવર, મકાઈ વગેરે તેલોમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણા શરીરના વિભિન્ન અવયવો ખાસ કરીને મગજ, સ્નાયુઓ અને આંખોના વિકાસ અને એના સુચારું સંચાલનમાં મહlપૂર્ણ ફાળો આપે છે. આપણી કોશિકાઓની દીવાલો ઓમેગા-૩ યુક્ત ફોસ્ફોલિપિડથી બને છે.


જ્યારે આપણા શરીરમાં ઓમેગા-૩ની ઓછપ થઈ જાય છે તો આ દીવાલો કડક અને કુરૂપ બને છે અને ત્યારથી જ ઉચ્ચ રક્તચાપ, મધુપ્રમેહ પ્રકાર-૨, ઑર્થોરાઇડ્સ, સ્થૂળતા, કૅન્સર વગેરે બીમારીઓની શરૂઆત થઈ જાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા ભોજનમાં ઓમેગા-૬ની માત્રા વધી રહી છે અને ઓમેગા-૩ની કમી થઈ રહી છે. મલ્ટિનૅશનલ કંપનીઓ દ્વારા વેચાઈ રહેલા ફાસ્ટ ફુડ અને જંક ફુડ ઓમેગા-૬થી ભરપૂર હોય છે. ઓમેગા-૩ની આ કમી સવારે નાસ્તા પછી સેકેલી અળસી એક ચમચી ખાવાથી સરળતાથી પૂરી કરી શકીએ છીએ. આ ઓમેગા-૩ જ અળસીને સુપર સ્ટાર ફુડનો દરજ્જો આપે છે.’

અળસી આપણા રક્તચાપને સમતોલ રાખે છે. અળસી આપણા રક્તમાં સારા કૉલેસ્ટરોલ (એચડીએલ-કૉલેસ્ટરોલ)ની માત્રાને વધારે છે. અને ટ્રાઇગ્લિસરાઇડ્સ તથા ખરાબ કૉલેસ્ટરોલ (એલડીએલ-કોલેસ્ટરોલ)ની માત્રાને ઓછી કરે છે. હૃદયની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા બનતા નથી અને હૃદયઘાત કે સ્ટ્રૉક જેવી બીમારીઓથી બચાવે છે. અળસી હૃદયની ગતિને નિયંત્રિત રાખે છે.

અળસીમાં બીજું મહત્વપૂર્ણ પૌષ્ટિક તત્વ લિગનેન હોય છે. અળસી લિગનેનનો સૌથી મોટો સ્રોત છે. અન્ય ખાદ્યાન્નો કરતાં અળસીમાં લિગનેન સો ગણુ વધુ હોય છે. લિગનેન ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-વાયરલ, ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-કૅન્સર હોય છે. રજોનિવૃત્તિ દરમ્યાન થનારી પરેશાનીઓ જેમ કે હૉટ ફ્લેશ વગેરેમાં અળસી ઘણો ફાયદો કરે છે. લિગનેન પ્રોસ્ટેટ, ગર્ભાશય, સ્તન, આંતરડા, ત્વચા વગેરેના કૅન્સરના ઉપચારમાં બહુ મહત્વ ધરાવે છે. જો માના સ્તનમાં દૂધ ન ઊતરતું હોય તો તેને અળસી ખવડાવ્યાના ૨૪ કલાકમાં જ સ્તનમાંથી દૂધ આવવા માંડે છે. કેટલાંક સંશોધનો કહે છે કે અળસીમાં ૨૭થી વધુ કૅન્સરરોધક તત્વ હોય છે.

આ પણ વાંચો : Type 2 Diabetes:માત્ર 3 મિનિટ કરો આ કસરત, નહીં વધે સુગર

અળસીમાં ફાઇબર સૌથી વધુ હોવાથી એના સેવનથી કબજિયાત વગેરેમાં આરામ મળે છે. અળસી પિત્તની થેલીમાં પથરી બનવા દેતી નથી અને જો પથરી હોય તો પણ ઓગળવા માંડે છે. ત્વચાની બીમારીઓ જેવી કે ખીલ, એક્ઝિમા, દાદર, ખસ, ખંજવાળ, ચાંદા વગેરેમાં અળસી અસરકારક છે. વાળને સ્વસ્થ, સુંદર, ચમકદાર તથા મજબૂત બનાવે છે. ત્વચાને આકર્ષક અને ગોરી બનાવે છે. નખ સ્વસ્થ અને સુંદર બને છે. અળસી ખાવાથી અને એના તેલની માલિશથી ત્વચાના ડાઘ-ધબ્બા, ચકામા, કરચલી વગેરે દૂર થાય છે. અળસીને ગરમ કરી પોટલી બનાવીને દુખાવો થતો હોય ત્યાં લગાડવાથી ફાયદો થાય છે. અળસીનો ધુમાડો કરવાથી જીવજંતુઓ દૂર થાય છે.

- અતુલકુમાર શાહ

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 02:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK