બહારની વેધર અને મેં લીધેલા ફૂડ પર મારો વર્ક-આઉટ ડિપેન્ડ કરે છે : ગુલ

Published: 10th October, 2011 19:02 IST

મને નથી લાગતું કે ઝીરો વેસ્ટ થવું એટલે ફિટનેસ. ફિટનેસ એટલે હેલ્થ પર્ફેક્ટ રહે એ. વિના કારણે કોઈ એકસ્ટ્રા ફૅટ બૉડીમાં રહે નહીં એ ફિટનેસમાં ખાસ જોવું જોઈએ. શેપ અને પૅક્સ સેકન્ડરી છે. જે લોકો આ શેપ અને પૅક્સના ચક્કરમાં પડે છે એ બધા વર્ક-આઉટના ઍડિક્ટ થઈ જતા હોય છે.

 

- ફિટનેસ Funda

૧૯૯૯ની મિસ ઇન્ડિયા અને ‘ડોર’, ‘હેલો ડાર્લિંગ’, ‘ટર્નિંગ ૩૦’ જેવી ફિલ્મોની લીડ ઍક્ટ્રેસ ગુલ પનાગ રૂટીન લાઇફમાં કંઈક આવું જ કરે છે

મને નથી લાગતું કે ઝીરો વેસ્ટ થવું એટલે ફિટનેસ. ફિટનેસ એટલે હેલ્થ પર્ફેક્ટ રહે એ. વિના કારણે કોઈ એકસ્ટ્રા ફૅટ બૉડીમાં રહે નહીં એ ફિટનેસમાં ખાસ જોવું જોઈએ. શેપ અને પૅક્સ સેકન્ડરી છે. જે લોકો આ શેપ અને પૅક્સના ચક્કરમાં પડે છે એ બધા વર્ક-આઉટના ઍડિક્ટ થઈ જતા હોય છે. મેં ઘણાં લોકો એવા જોયા છે કે જે દિવસના ચારથી પાંચ અવર્સ જિમમાં ખર્ચી નાખે છે. ઇટ્સ ટોટલી રૉન્ગ. ફિટનેસનો મેઇન ઇન્ટેન્શન હેલ્થ અને સ્ટૅમિના જ હોવો જોઈએ. જો મારે ફિટનેસને સિમ્પલ વર્ડમાં સમજાવવાની હોય તો હું કહીશ કે જો અચાનક કાર બગડી જાય અને ચાર-પાંચ કિલોમીટર સુધી કોઈ કમ્પ્લેઇન્ટ વિના તમે સરળતાથી ચાલી શકો તો એ ફિટનેસ. છેલ્લા કેટલાય સમયથી હું જોઉં છું કે આજની યંગ ગલ્ર્સ કૅટરિના કૈફ અને કરીના કપૂર જેવી સ્લિમ થવા માગે છે અને બૉય્ઝ સલમાન અને સંજય દત્તની જેમ પોતાની બૉડી બિગર બનાવવા લાગ્યા છે, પણ સ્લિમ કે બિગ બન્યા પછી એનર્જી અને સ્ટૅમિના નહીં હોય તો એવી ફિટનેસને શું કરવાની? મેજૉરિટી લોકો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં આ જે નામ કહ્યાં તેને પોતાના ફિટનેસ આઇકન માનતા હોય છે, પણ ઍક્ચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં અક્ષયકુમાર અને બિપાશા બસુ જેન્યુઇન ફિટ છે. બન્નેની એનર્જી એક્સલન્ટ છે અને બન્નેમાં ફુલ સ્ટૅમિના પણ છે.

હું વર્ક-આઉટ રેગ્યુલરલી કરું છું, પણ મેં વર્ક-આઉટને મારું ઍડિક્શન થવા નથી દીધો. મારો વર્ક-આઉટ વેધર અને મારા ફૂડ પર ડિપેન્ડ કરે છે. કયા પ્રકારનું ફૂડ ખાવાથી મારે વધુ વર્ક-આઉટ કરવો જોઈએ એ મને ખબર છે એટલે હું ફૂડ પરથી બીજા દિવસનો વર્ક-આઉટ ડિસાઇડ કરું છું. સેકન્ડ્લી, વર્ક-આઉટ ડિસાઇડ થયા પછી હું વેધરને ધ્યાનમાં રાખું છું. જો સની અને વૉર્મ વેધર હોય તો હું સાઇક્લિંગ, રનિંગ, જૉગિંગ કે ટેનિસ અને બૅડમિંગ્ટન રમવા જેવી એક્સરસાઇઝ કરું છું અને જો વેધર ક્લાઉડી હોય કે વરસાદ હોય તો જિમમાં એક્સરસાઇઝ કરીને ક્લબમાં સ્ક્વૉશ જેવી ઇનડોર, પણ ઍક્ટિવિટીમાં હાર્ડ કહેવાય એવી એક્સરસાઇઝ કરું છું. ક્યારેક એક્સરસાઇઝ કરવાનો ચાન્સ ન મળે તો ઍટ લીસ્ટ હું યોગ કરીને વર્ક-આઉટનું મારું રૂટીન જાળવવાની ટ્રાય કરું છું.

ફૂડ અને ફિટનેસ : એકબીજાના પર્યાય

ફૂડ અને ફિટનેસ એકબીજા સાથે જોડાયેલાં છે. એક કલાક સુધી જૉગિંગ કર્યા પછી કે એક કલાકનો હાર્ડ વર્ક-આઉટ કર્યા પછી જો બ્રાઉની, ચૉકલેટ શેક અને ફ્રેન્ચ ફ્રાઇઝનો બ્રેકફાસ્ટ કરવાનો હોય તો જૉગિંગ અને વર્ક-આઉટનો કોઈ મતલબ રહેતો નથી. ફ્રાઇડ ફૂડ અને ક્રીમી ફૂડ ખાઈને કૅલરીઝ બર્ન કરવા હેવી એક્સરસાઇઝ કરી લેવાથી કંઈ વળતું નથી, કારણ કે આ પ્રકારના ફૂડથી કૉલેસ્ટરોલ-લેવલ તો વધતું જ હોય છે સાથોસાથ બૉડીનું ઇન્સ્યુલિન-લેવલ પણ અપસેટ થઈ જતું હોય છે.

હેલ્ધી ફૂડ ખાવું અને અનહેલ્ધી ફૂડ અવૉઇડ કરવું એ ફિટનેસની દિશાનું પહેલું સ્ટેપ છે. ટેસ્ટી લાગે એ હેલ્ધી ફૂડ ન હોય એવા ચાન્સિસ વધારે છે અને એટલે જ ઈઝીલી ટેસ્ટી ફીલ થતું હોય એવું ફૂડ અવૉઇડ કરવાની હિંમત ડેવલપ કરવી પડતી હોય છે. હું દરરોજ સવારે ફણગાવેલાં કઠોળ ખાઉં છું. કઠોળ બેસ્ટ પ્રોટીન સપ્લિમેન્ટ છે. ગ્રીન ટી અને લીંબુપાણી મારા માટે રૂટીન છે. હું દિવસમાં દોઢથી બે લિટર લીંબુપાણી પીવાનું રાખું છું. લીંબુપાણીમાંથી મળતી એનર્જી બીજા કોઈ એનર્જી ડ્રિન્ક કરતાં ઘણી સારી અને હેલ્ધી હોય છે. કૉફી કે એનર્જી ડ્રિન્ક કરતાં લીંબુપાણી ફાર બેટર છે. નાળિયેરપાણી પણ એનર્જી માટે બેસ્ટ છે. જો મને લીંબુપાણી ન મળે તો હું નાળિયેરપાણી પીવાનું રાખું છું.

ડિસિપ્લિન પણ ફિટનેસ આપે

હું પંજાબી ફૅમિલી સાથે બિલૉન્ગ કરું છું અને મારું બૅકગ્રાઉન્ડ આર્મી ફૅમિલીનું રહ્યું છે. પંજાબીઓ ફૂડી હોય છે, પણ આ જ પંજાબી ફૅમિલી આર્મી સાથે અસોસિએટેડ હોય તો તે લોકો હેલ્થ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને ફૂડ લેતા હોય છે. આર્મી ફૅમિલી-બૅકગ્રાઉન્ડના કારણે મને આ બેનિફિટ થયો છે. આ ઉપરાંત મારા પેરન્ટ્સની બૉડીનો શેપ પણ મને વારસામાં મળ્યો છે જેને મેં મારી રૂટીન ડિસિપ્લિનથી મેઇન્ટેઇન કરી રાખ્યો છે. કયા ટાઇમે કયું ફૂડ ખાવું એનો નર્ણિય હું હંમેશાં મારી જાતે લઉં છું. એના માટે મને કોઈ ડાયેટિશ્યનની પણ જરૂર નથી પડી. પાર્ટીમાં હું જૂસ સિવાય કંઈ નથી લેતી. મોટે ભાગે લોકો આગ્રહ કરે તો પણ હું બીજું કોઈ ફૂડ લેતી નથી. મારા આવા બિહેવિયરને કારણે હું જીદ્દી પણ લાગું છું, પણ એ તેમની વિચારવાની રીત છે; મારા માટે મારી હેલ્થ અને ફિટનેસ વધુ ઇમ્ર્પોટન્ટ છે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK