હમણાંથી એક જ રાતમાં બે વાર ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે શું કરું?

Published: 16th November, 2020 22:37 IST | Dr Ravi Kothari | Mumbai

છેલ્લાં ચારેક વરસથી જલદી સ્ખલન થવાની સમસ્યા છે. યોનિપ્રવેશ થયાની એક-બે મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પરિણામે પત્નીને ચરમસીમાનો આનંદ નથી મળતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષની છે અને બે દીકરા છે. છેલ્લાં ચારેક વરસથી જલદી સ્ખલન થવાની સમસ્યા છે. યોનિપ્રવેશ થયાની એક-બે મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પરિણામે પત્નીને ચરમસીમાનો આનંદ નથી મળતો. પહેલાં તો તે મને જણાવતી નહોતી અને સેક્સમાં પણ રસ નહોતી દાખવતી. એક-બે વાર સમાગમ માટે ફોર્સ કરતાં તેણે સંભળાવી દીધું કે તેને સંતોષ નથી મળતો. એ પછી જો તેને સંતોષ ન થાય તો બે-ત્રણ કલાક પછી હું ફરી સમાગમ કરવા લાગ્યો. જોકે હમણાંથી એક જ રાતમાં બે વાર ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. પ્રયત્ન છતાં સમસ્યા રહેતી હોવાથી ગિલ્ટ ફીલ થાય છે.
જવાબ : પત્નીને સંતોષ આપવા કે ચરમસીમા પર લઈ જવા માટે બે-બે વાર સમાગમ કરવો જરાય જરૂરી નથી. સંતોષ આપવા માટે બેસ્ટ અને સેફ રસ્તો છે કે યોનિપ્રવેશ થાય એ પહેલાં જ મુખમૈથુન કે હસ્તમૈથુનથી સંતોષ આપી દેવો. મુખમૈથુન કરીને અથવા આંગળીની મદદથી હસ્તમૈથુન કરશો તો પત્નીને ખૂબ ગમશે. અગત્યની વસ્તુ છે કે પત્નીને સંતોષ થાય. તમે સંતોષ સમાગમથી જ આપી શકાય એવું માનો છો, પણ એવું જરૂરી નથી. જેમ સફરમાં મહત્ત્વની વસ્તુ મંઝિલે પહોચવું છે, તમે કઈ રીતે પહોચો છો (ચાલીને, દોડીને, સાઇકલ પર કે કારમાં) એ નહીં. એ જ રીતે સમાગમમાં પણ ચરમસીમા પર પહોચવું અગત્યનું છે, કઈ રીતે પહોચો છે એ નહીં.
તમને એક-બે મિનિટમાં જ સ્ખલન થાય છે એને શીઘ્રસ્ખલન કહી શકાય. શીઘ્રસ્ખલનનાં કારણોમાં વધુપડતો કામાવેગ, પ્રોસ્ટેટ અથવા મૂત્રનલિકામાં ઇન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆત મુખ્ય છે. આ બધાં કારણોમાંથી એક અથવા એક કરતાં વધુ કારણો તમારી શીઘ્રસ્ખલનની સમસ્યા માટે જવાબદાર હોઈ શકે. કારણ શોધીને યોગ્ય ઇલાજ કરવામાં આવે તો શીઘ્રસ્ખલનની સમસ્યા વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. એમ છતાં ડૅપોક્સિટિનની ૨૦ મિલીગ્રામની ગોળી સમાગમના ચારથી પાંચ કલાક પહેલાં લેવામાં આવે તો ઘણાખરા કિસ્સાઓમાં શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK