ડૉગી પોઝિશનમાં સેક્સ કરવાથી વધુ ઝડપથી ઉત્તેજના આવી શકે છે. શું આ પોઝિશન સેફ છે?

Published: Jan 01, 2020, 15:17 IST | Dr. Ravi Kothari | Mumbai

મારા એક અનુભવી મિત્રનું કહેવું છે કે પાછળથી યોનિપ્રવેશ કરવાની ડૉગી પોઝિશનથી ચરમસીમા જલદી અનુભવાશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૩૩ વર્ષ છે અને અંગત જીવનમાં હું અને મારી પત્ની બહુ એક્સપરિમેન્ટિવ નથી. એમ છતાં એકંદરે ઠીકઠાક સેક્સલાઇફ છે. મોનોટોનીને કારણે હમણાંથી મને ઉત્તેજના પછી ચરમસીમા પર પહોંચતા વાર લાગતી હતી. ખાસ્સી એવી વાર પછી મને સ્ખલન થાય છે. મને ઇચ્છા થાય એ પછી ઇન્દ્રિયમાં કડકપણું આવવામાં જરાય તકલીફ નથી, પરંતુ સ્ખલન ખૂબ લંબાયેલું હોય છે. જાણે મને સેક્સની ઉત્તેજનાનો એટલો અનુભવ નથી થતો જેટલો પહેલાં થતો હતો. મારા એક અનુભવી મિત્રનું કહેવું છે કે પાછળથી યોનિપ્રવેશ કરવાની ડૉગી પોઝિશનથી ચરમસીમા જલદી અનુભવાશે. મેં પ્રયોગ પણ કરી જોયો તો સાચે જ પહેલાં કરતાં વધુ ઝડપથી ઉત્તેજના આવી અને ચરમસીમા પણ અનુભવાઈ. આનું શું કારણ હોઈ શકે? ડૉગી જેવી પશુતા આવવાને કારણે એમ થતું હશે? શું આ પોઝિશન સેફ છે? વાઇફને એમાં મજા નથી આવતી.

જવાબ : યસ, આ સેફ પોઝિશન છે અને એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. એવું જોવા મળ્યું છે કે પુરુષ પાછળથી યોનિમાર્ગમાં સમાગમ કરતો હોય ત્યારે તેની ઉત્તેજના અનેકગણી વધી જાય છે. અલબત્ત, તેનામાં પશુતા તો નથી આવતી, પરંતુ એમાં તે કોઈ જ છોછ વિના સેક્સની ઉત્તેજનાનો અહેસાસ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ સમાગમ વખતે ચરમસીમા પર ન પહોંચતી હોય એટલે કે ઇન્દ્રિયના ઉત્થાન વખતે ઇન્દ્રિયમાં તાકાત બરાબર હોય, પણ સમાગમ વખતે ઉત્તેજના પરાકાષ્ઠા પર ન પહોંચતી હોય તો તે ડૉગી પોઝિશનમાં સમાગમ કરે તો તેની કામેચ્છામાં નોંધનીય વધારો થઈ જાય છે અને તે ચરમસીમા (સ્ખલન અવસ્થા) પર સહેલાઈથી પહોંચી શકે છે.

માણસ જ એક એવું પ્રાણી છે જેમાં સમાગમ કરતી વખતે બન્ને પાત્રોનાં મોં સામસામે હોય છે. બાકી દુનિયાનાં બધાં પ્રાણીઓ સમાગમ કરે છે ત્યારે તેમનાં મોં સામસામે નહીં, પણ આગળ-પાછળ હોય છે. માનવો સેક્સ માણવા માટે કરે છે, માત્ર સંતાનપ્રાપ્તિ માટે નહીં. સ્ત્રીઓને સેક્સ દરમ્યાન પાર્ટનરના ચહેરા પર વ્યક્ત થતી લાગણીઓ અને હૃદયની ઊર્મિઓને નિહાળવાનું ગમતું હોવાથી કદાચ આ પોઝિશનમાં તેમને બહુ સંતોષ નથી મળતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK