Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > 79 વર્ષે પણ હરકિસનદાસ કાંદિવલીથી ચર્નીરોડની મુસાફરી એન્જોય કરે છે

79 વર્ષે પણ હરકિસનદાસ કાંદિવલીથી ચર્નીરોડની મુસાફરી એન્જોય કરે છે

30 September, 2011 03:44 PM IST |

79 વર્ષે પણ હરકિસનદાસ કાંદિવલીથી ચર્નીરોડની મુસાફરી એન્જોય કરે છે

79 વર્ષે પણ હરકિસનદાસ કાંદિવલીથી ચર્નીરોડની મુસાફરી એન્જોય કરે છે


 

 




ફિટ એન્ડ ફાઈન @ 75+ - નીલા સંઘવી

 


અઘરું નથી?

લોકલ ટ્રેનની મુસાફરી વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘થોડી મુશ્કેલી જરૂર પડે છે, પણ હું કાંદિવલીથી બોરીવલી રિટર્ન થઈ જાઉં છું. મિત્રો મારી જગ્યા પણ રાખે છે. વળી ટ્રેનની આ મુસાફરી દરમ્યાન જ મને બહુ સારા મિત્રો મળ્યા છે એટલે હું તો આ મુસાફરીનો આનંદ ઉઠાવું છું. આટલાં વષોર્માં ક્યારેય ઘરે બેઠો નથી એટલે નિવૃત્ત થઈને ઘરે બેસવાનું મને ફાવે જ નહીં. ગયા એપ્રિલ મહિનામાં પત્નીનું દેહાંત થવાને કારણે જો આખો દિવસ ઘરમાં રહું તો ઘર ખાવા ધાય.’

આ ઉંમરે પણ ઓવરઑલ તેમની તંદુરસ્તી સારી છે. તેમને ડાયાબિટીઝ, હાર્ટ અને બ્લડપ્રેશર જેવી કોઈ બીમારી નથી.

જીવનસંઘર્ષ

સ્વબળે શૂન્યમાંથી સર્જન કરનાર હરકિસનભાઈનું જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું છે એ વિશે તેઓ કહે છે, ‘નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવીને પરિવારની જવાબદારી માથે આવી ત્યારે મારી પાસે કશું જ ન હતું. એથી ધરમપુર લેધર ક્લૉથમાં નોકરીની શરૂઆત કરી. ત્યાર બાદ પણ ઘણા સંઘર્ષ બાદ થોડી સમૃદ્ધિ મળી છે.’

સ્વભાવ

હરકિસનભાઈનો સ્વભાવ બહુ જ રમૂજી છે એટલે જ તેમના પરિવાર, મિત્રો અને લેધર-ક્લૉથના વેપારીઓમાં પણ તેમની હાજરી સૌને પ્રિય થઈ પડે છે.

પોતાના જીવનમંત્ર વિશે હરકિસનભાઈ કહે છે, ‘મેં મારા જીવનમાં ચાલશે, ભાવશે અને ફાવશેની થિયરી અપનાવી લીધી છે. કોઈ પણ સંજોગોને અનુકૂળ થઈને જીવવાનું ફાવે છે એટલે નિવૃત થઈને જીવું છું.’

વાચનનો શોખ

એલએલબી સુધીનો અભ્યાસ કરનાર હરકિસનભાઈને વાંચવાનો શોખ છે. કરકસરિયો સ્વભાવ હોવાને કારણે તેઓ ટૅક્સીમાં જવાને બદલે ચાલતા જાય, પણ ૫૦૦ રૂપિયાનું પુસ્તક ખરીદતાં તેઓ ક્ષણનોય વિચાર ન કરે એટલા પુસ્તકપ્રેમી છે. તેમની પાસે પુસ્તકોનું સરસ કલેકશન પણ છે. ઘરમાં બધાં જ ગુજરાતી અખબારો અને મૅગેઝિન્સ આવે છે.

વાંચનશોખ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘રાતના સૂતાં પહેલાં દોઢ-બે કલાક સારા પુસ્તકનું વાંચન કર્યા પછી જ મને સારી ઊંઘ આવે. વષોર્થી રાતે વાંચવાની આદત છે.’

દિનચર્યા

તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે એવું સ્પષ્ટપણે માનતા હરકિસનભાઈ ઉમેરે છે, ‘સોમથી શનિ તો રોજ ઑફિસથી આવીને સોસાયટીમાં નીચે બેઠેલા મિત્રો સાથે થોડી વાર ગપ્પાં મારીને જ ઘરે જવાનું. ઘરે જઈને ટીવી જોઈને જમીને વાચું છું. મારું દૂધ બનાવીને પી લઉં અને પછી સૂઈ જાઉં છું. રવિવારે મિત્રો સાથે ફરવા જાઉં છું. સાંજના સમયે કાંદિવલીના લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરવા જાઉં છું. ક્યારેક પુત્રના પરિવાર સાથે બહાર જવાનું થાય, કોઈક વાર પિક્ચર જોવા પણ જાઉં છું. ધંધાર્થે રાજકોટ જવાનું પણ થાય.’

તંદુરસ્તીનું રહસ્ય

હરકિસનભાઈની તંદુરસ્તીનું રાજ છે સાદું, સરળ અને નિયમિત જીવન. બહારનું ખાવાનું બહુ ઓછું. સાદો ખોરાક પસંદ અને ચાલવાની ટેવ. સારાં પુસ્તકોનું વાચન માનસિક રીતે તેમને સ્વસ્થ રાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 03:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK