Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Happy Teacher's Day: ગૂગલે ડૂડલ બનાવીને સેલિબ્રેટ કર્યોં શિક્ષક દિન

Happy Teacher's Day: ગૂગલે ડૂડલ બનાવીને સેલિબ્રેટ કર્યોં શિક્ષક દિન

05 September, 2020 02:11 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Happy Teacher's Day: ગૂગલે ડૂડલ બનાવીને સેલિબ્રેટ કર્યોં શિક્ષક દિન

ગૂગલ ડૂડલ

ગૂગલ ડૂડલ


આખો દેશ આજે એટલે કે પાંચ (5th September) સપ્ટેમ્બરના શિક્ષક (Teachers Day) દિન ઉજવી રહ્યો છે અને એવામાં શિક્ષકોના સન્માનમાં ગૂગલ (Google) પણ પાછળ નથી. દરેક ખાસ અવસરે અને દિવસે આ પ્રકારના ડૂડલ (Doodle) બનાવીને ગૂગલ લોકપ્રિયતા મેળવે છે. ત્યારે ગૂગલે ટીચર્સ ડેના અવસરે પણ એક જૂદાં જ પ્રકારનું ડૂડલ (Google Doodle) બનાવીને સિલેબ્રેટ કર્યો છે. જ્યાં કોરોના કાળમાં દેશમાં બધી કૉલેજ, સ્કૂલ તેમજ સંસ્થાઓ બંધ છે, ત્યાં પણ શિક્ષકો ઑનલાઇન ક્લાસિસ દ્વારા પોતાના કામ પૂરાં કરી રહ્યા છે. શિક્ષણના આ બદલાતાં સ્વરૂપને ગૂગલ ડૂડલમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

ગૂગલ ડૂડલમાં દેખાયું શિક્ષણનું સ્વરૂપ
કોરોના વાયરસને કારણે દેશમાં બધી કૉલેજ, સ્કૂલ અને સંસ્થાઓ બંધ છે. પણ છતાં શિક્ષકો ઑનલાઇન ક્લાસિસ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવે છે. આ બદલાતાં અંદાજને ગૂગલ ડૂડલમાં ખૂબજ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. ટીચર્સ ડેના અવસરે ગૂગલ ડૂડલમાં તમને પુસ્તર, લેપટૉપ, સ્કેલ, ફળ, બલ્બ, સ્કૂલનો ઘંટ, પેન્સિલ, મોહરા, પતંગિયા અને કલર કરવાનો બૉર્ડ વગેરે બતાવવામાં આવ્યું છે.



આ કારણસર ઉજવાય છે શિક્ષક દિન
દેશમાં દરવર્ષે 5 સપ્ટેમ્બરના શિક્ષક દિન ઉજવવામાં આવે છે અને આ દિવસનું એક ખાસ મહત્વ છે. જણાવવાનું કે દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરે આવે છે અને તેમના સન્માનમાં જ આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જણાવવાનું કે વર્ષ 1962માં જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના કેટલાક જૂના વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસે તેમને મળવા આવતાં અને તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો આ મારી માટે સન્માનની બાબત હશે. ત્યારથી દેશમાં તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2020 02:11 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK