Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સ્ટ્રીટ ફૂડ માટે સુરતની આ જગ્યાઓ છે બેસ્ટ

સ્ટ્રીટ ફૂડ માટે સુરતની આ જગ્યાઓ છે બેસ્ટ

23 June, 2019 05:40 PM IST | મુંબઈ ડેસ્ક
શિલ્પા ભાનુશાલી

સ્ટ્રીટ ફૂડ માટે સુરતની આ જગ્યાઓ છે બેસ્ટ

સુરતનું બેસ્ટ સ્ટ્રીટ ફુડ

સુરતનું બેસ્ટ સ્ટ્રીટ ફુડ


ગુજરાતનું ડાયમંડ સીટી તરીકે ઓળખાતું શહેર એટલે સુરત. સુરતના લોકો, અહીંની બોલી, અહીંનું કાપડ, અહીંની ખાણીપીણી, પોતાનામાં જ એક આગવી વિશેષતા ધરાવે છે. એટલું જ નહીં અહીનાં લોકોને સુરતીલાલા કહેવામાં આવે છે. સુરતીલાલા ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેમજ મોજીલા હોય છે આમ તો ગુજરાતીઓ જ મોજીલા માનવામાં આવે છે.

અમદાવાદના લોકો તો બહારનું ખાવાના શોખીન હોય જ છે તેનો તો લગભગ બધાને ખ્યાલ છે જ પણ સુરતના લોકોના શોખ પણ ઓછાં નથી તે પણ તેટલું સત્ય છે. ખાવાની બાબતો વિશે વાત કરીએ તો સુરતી લોચો અને ખમણી તો અહીંની પ્રખ્યાત છે. તેની માટે લોકો ક્યાં ક્યાંથી આની માગ કરતાં હોય છે. તેની સાથે જ અહીંની માર્કેટમાં સાડીઓ માટે સુરત મોસ્ટ પોપ્યુલર શહેરોમાંનું એક છે. શોપિંગ કરતી વખતે ખાવાના શોખીનો પોતાની માટે સારી જગ્યાઓની સતત શોધમાં હોય છે ત્યારે અહીં છે કેટલીક જગ્યાઓ અને ત્યાંની સ્પેશિયલ વાનગીની લિસ્ટ. જે તમને તમારા આંગળા ચાટવા પર કરશે મજબૂર...



ઢોંસા


Dhosa
સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીનોએ સુરતમાં ક્યાંય દૂર જવાની જરૂર નથી. જેને ઢોંસા ભાવતાં હોય તેણે સુરતમાં હીરાવાડીમાં આવેલ વી.એસ ઢોંસા ખાવા પહોંચી જવું. અહીં તમને ઓછી કિંમતે વિવિધ વેરાઇટીના સ્વાદિષ્ટ ઢોંસા મળી જશે.
તો જાણી લો સરનામું - V S Dhosa- વી એસ ઢોસા, 4, 15, સનરાઇઝ ચેમ્બર્સ, પટેલ સમાજ વાડી નજીક, સરદાર ચોક, સુરત.

પાંવભાજી


Pav Bhaji
જો પંજાબી કે પાંવભાજી તમારા ફેવરિટ છે તો તમારે બીજે શોધાશોધ કરવા કરતાં શ્રી ગણેશ ઢોંસા એન્ડ પાવભાજી સેન્ટર પર પહોંચી જવું. અહીં સુરત આખાની બેસ્ટ અને લોકપ્રિય પાવભાજી મળે છે. આ રોસ્ટોરેન્ટ સુરતમાં તો પ્રખ્યાત છે જ તેની સાથે ટુરિસ્ટ્સ માટે પણ હવે તો જાણીતી થઈ છે. અહીં તમને માત્ર પાવભાજી જ નહીં યમ્મી ઢોંસા પણ મળી રહેશે, અને આ પાવભાજી તમને 300 રૂપિયામાં તો બે જણનું પેટ ભરાઇ જાય એટલી પાવભાજી મળી જશે.
તો આ છે સરનામું - Shree Ganesh Dosa and Pav Bhaji center - શ્રી ગણેશ ઢોસા એન્ડ પાવભાજી સેન્ટર. શોપ નંબર 1-2, અંબિકા રેસીડેન્સી, ડભોલી ક્રોસ રોડ, સુરત.

આ પણ વાંચો : ચોમાસામાં ખાઓ આ ગુજરાતી વાનગીઓ, પડી જશે લહેજત

લોચો

surti locho
જો તમે સુરત ગયા અને તમે સુરતનો લોચો ખાધો જ નથી તો તો તમારો ફેરો ફોગટ ગણાય. હા ખરેખર, સુરતની પ્રખ્યાત વસ્તુઓમાં સૌથી મોખરે કોઈ વસ્તુ હોય તો તે છે સુરતી લોચો. નામ જ એવું પડી ગયું છે હવે તો કે લોચો ખાવો તો સુરતનો અને એવામાં તમે સુરતમાં હોવ અને લોચો ન ખાધો હોય તો ફેરો તો ફોગટ જ ગણાય ને. હા તો હવે જો તમને સુરતમાં જઇને લોચો ખાવાની ઇચ્છા થાય તો ક્યાંથી ખાવો તે પણ તમારી માટે પ્રશ્ન હોઇ શકે તેથી તેનો જવાબ પણ તમને અહીં જ આપી દઈએ. સુરતમાં જલારામ લોચો એન્ડ ખમણ સેન્ટરમાં તમને સુરતનો બેસ્ટ લોચો મળશે. જ્યાં 200 રૂપિયામાં બે જણનું પેટ ભરાય તેટલો લોચો મળશે.
તો જાણી લો સરનામું - Jalaram Locho and Khaman Center - જલારામ લોચો એન્ડ ખમણ સેન્ટર , 15, 16, લંબે હનુમાન રોડ, ગોયલ શોપિંગ સેન્ટર, માતાવાડી, વરાછા, સુરત.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 05:40 PM IST | મુંબઈ ડેસ્ક | શિલ્પા ભાનુશાલી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK