Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગ્વાવા જૂસ

31 October, 2014 05:15 AM IST |

ગ્વાવા જૂસ

ગ્વાવા જૂસ



guava-juice


સામગ્રી



  •  પા કિલો સફેદ જામફળ નરમ થયેલાં
  •  સાકર સ્વાદ પ્રમાણે
  •  એક લીંબુનો રસ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ટેબલસ્પૂન સંચળ પાઉડર
  • પા ટીસ્પૂન મરીનો પાઉડરચાર ગ્લાસ પાણી
  •  એક ટીસ્પૂન શેકીને દળેલું જીરું
  • સજાવટ માટે
  • લીંબુની ફાડ


રીત

જામફળને સારી રીતે ધોઈને છાલ સાથે એના ચોરસ ટુકડા કરી લો. હવે એક પૅનમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં જામફળના સમારેલા ટુકડા ઉમેરી દો. એક ઊકળો આવે એટલે ગૅસ બંધ કરી એને ઠંડું પડવા દો. હવે મિક્સરમાં આ બાફેલાં જામફળ પીસી લો. ગળપણ જોઈએ એ પ્રમાણે એમાં સાકર ઉમેરો. જામફળ અને સાકર પિસાઈ જાય એટલે પાણી સહિત એને સૂપની ગળણી વડે ગાળી લો. જૂસ ઘટ્ટ લાગે તો બીજું પાણી ઉમેરી શકાય. હવે એમાં લીંબુનો રસ, મીઠું, સંચળ, મરી અને દળેલું જીરું ઉમેરો. સરખી રીતે મિક્સ કરી દો. હવે એને ફ્રિજમાં ઠંડું થવા દો. તાજો-તાજો ગ્વાવા જૂસ તૈયાર. એકદમ ચિલ્ડ થાય એટલે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરતી વખતે લીંબુની ફાડ સજાવીને સર્વ કરો. સફેદને બદલે લાલ જામફળ લઈને આ જ રીતે એનો પણ જૂસ બનાવી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2014 05:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK