- મીતા ભરવાડા
સામગ્રી
રીત
લીલી ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરીને વાટી લો. બ્રેડની સાઇડ કાપી એના પર માખણ અને ચટણી લગાવીને અલગ રાખો. બટાટાને છૂંદીને એમાં સૅન્ડવિચ મસાલો અને મીઠું મિક્સ કરો. કૅપ્સિકમ, ટમેટાં, કાંદા અને કાકડીને ગોળ સમારો. હવે તૈયાર કરેલી બ્રેડ પર કાકડી પાથરી એના પર સૅન્ડવિચ મસાલો ભભરાવો. એના પર કાંદા પાથરી ફરી સૅન્ડવિચ મસાલો ભભરાવો. પછી એના પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકો. એના પર બટાટાનું પૂરણ ફેલાવી ટમેટાની સ્લાઇસ પાથરી ફરી સૅન્ડવિચ મસાલો ભભરાવો. પછી ચીઝ ખમણીને એના પર ફેલાવો. એને ત્રીજી બ્રેડની સ્લાઇસથી કવર કરીને એના પર માખણ લગાવો. ગ્રિલ મશીનમાં બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકો. ટૉમેટો કેચ-અપ સાથે એને સર્વ કરો.