ગ્રેપ્સ માર્ગરિટા
ADVERTISEMENT
સામગ્રી
બે ચમચા લીંબુનો રસ
ત્રણ કપ તાજી કાળી દ્રાક્ષ
અઢી ચમચા સ્ટ્રૉબેરી ક્રશ
એક ચમચી મધ
દોઢ કપ બરફનો ભુક્કો
કાળું મીઠું સજાવટ માટે
રીત
કાળી દ્રાક્ષને મિક્સરમાં પીસી પલ્પ બનાવી લો. હવે મિક્સરની જારમાં દ્રાક્ષનો પલ્પ, સ્ટ્રૉબેરી ક્રશ, લીંબુનો રસ, મધ અને અડધો કપ જેટલો બરફનો ભુક્કો ઉમેરી ચર્ન કરો. સ્મૂધ સ્લશ જેવું મિશ્રણ બને ત્યાં સુધી બ્લેન્ડ કરવું.
સર્વ કરવા માટે ચાર ગ્લાસ લઈ એની ધારને થોડી ભીની કરી એના પર કાળું મીઠું લગાવી દો. ત્યાર બાદ એ સુકાય એટલે એમાં પા-પા કપ બરફ ઉમેરો. ત્યાર બાદ એના પર સરખા પ્રમાણમાં તૈયાર કરેલું જૂસ રેડો. અને ઠંડું સર્વ કરો.