શું તમે પણ કરો છો આ એપ્સનો ઉપયોગ? તો તરત કરો ડિલીટ

Published: 5th October, 2020 19:44 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જોકર મેલવેયરને કારણે 17 એપ્સને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે.

શું તમે પણ કરો છો આ એપ્સનો ઉપયોગ? તો તરત કરો ડિલીટ
શું તમે પણ કરો છો આ એપ્સનો ઉપયોગ? તો તરત કરો ડિલીટ

એન્ડ્રોઇડ યૂઝર્સ (Android Users)પોતાના સ્માર્ટફોન (Smartphones)માં કેટલીય એવી એપ્સનો ઉપયોગ કરતા હોય છે આમાં મેસેજિંગ એપથી લઈને ગેમિંગ સહિત કેટલીય એવી ખાસ તેમજ ઉપયોગી એપ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ મોટાભાગે થતો હોય છે. એવામાં ગૂગલ (Google) હંમેશાં પ્રયત્ન કરે છે કે યૂઝર્સની સિક્યોરિટી અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખતા આ એપ્સની સુરક્ષા પર ધ્યાન આપે. પણ ગૂગલની સતર્કતા છતાં ઘણી એવી એપ્સ છે જે જોકર મેલ્વેયરથી ઇન્ફેક્ટેડ છે. છેલ્લા થોડાક દિવસમાં કંપનીએ એવી કેટલીક એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ખસેડી દીધી છે. તો ફરી એકવાર જોકર મેલવેયરને કારણે 17 એપ્સને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે.

કેલિફોર્નિયા સ્થિત એક આઇટી સુરક્ષા કંપની Zscalerએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર જોકર મેલવેયરથી ઇન્ફેક્ટેડ 17 એપ્સની માહિતી આપી છે. આ સુરક્ષા કંપનીનું કહેવું છે કે મેલવેયર છેલ્લા ઘણાં મહિનાથી પ્લે સ્ટોર પર એપ્સને ઇન્ફેક્ટ કરી રહ્યું છે અને આ માટે એપ્સ ડિલીટ કરવી જરૂરી છે. જેના પછી ગૂગલ પ્લે સ્ટોરે સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં આ બધી 17 એપ્સ ડિલીટ કરી દીધી છે.

જણાવવાનું કે જોકર કોઇ નવું મેલવેયર નથી પણ આ એક જૂનું મેલવેયર છે અને તાજેતરમાં જ કેટલાક એપ ડેવલપર્સે આની માહિતી આપી હતી. જેના પછી કંપનીએ 11 એપ્સને જુલાઇમાં અને 6 એપ્સને સપ્ટેમ્બરમાં પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. હવે 17 અન્ય એપ્સ ડિલીટ કરી દેવામાં આવી છે. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરો છો તો તરત પોતાના ફોનમાંથી ડિલીટ કરી દો.

અહીં જુઓ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવેલી 17 જોખમકારક એપ્સની લિસ્ટ

1. All Good PDF Scanner
2. Mint Leaf Message-Your Private Message
3. Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
4. Tangram App Lock
5. Direct Messenger
6. Private SMS
7. One Sentence Translator – Multifunctional Translator
8. Style Photo Collage
9. Meticulous Scanner
10. Desire Translate
11. Talent Photo Editor – Blur focus
12. Care Message
13. Part Message
14. Paper Doc Scanner
15. Blue Scanner
16. Hummingbird PDF Converter – Photo to PDF
17. All Good PDF Scanner

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK