Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Google Pixel 4માં મળશે ફેસ અનલૉક ફીચર, લીક થયા અનેક ફીચર્સ

Google Pixel 4માં મળશે ફેસ અનલૉક ફીચર, લીક થયા અનેક ફીચર્સ

04 September, 2019 04:30 PM IST | મુંબઈ

Google Pixel 4માં મળશે ફેસ અનલૉક ફીચર, લીક થયા અનેક ફીચર્સ

Google Pixel 4માં મળશે ફેસ અનલૉક ફીચર, લીક થયા અનેક ફીચર્સ


Google Pixel 4ના ફીચર્સને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક ધારણાઓ ચાલી રહી છે. ઘણી જાણકારીઓ પણ સામે આવી રહી છે. જેના અનુસાર કંપની Pixel 4 અને Pixel 4 XL પર કામ કરી રહી છે અને આ સ્માર્ટફોન્સને આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે અને આ સ્માર્ટફોન્સને આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જો કે કંપનીએ પાછલા દિવસોમાં પિક્સેલ 4ના અંતર્ગત આવતા ફોન્સને લઈને આધિકારીક રીતે ટીઝ કર્યું હતું. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પિક્સેલ 4 સીરિઝમાં ફેસ અનલોક અને બે મોશન લેન્સ જેવા ફીચર્સ મળશે. ત્યારે જ હવે ગૂગલ પિક્સેલ 4 સ્માર્ટફોન એફસીસી પર લિસ્ટ થયો છે.

ગૂગલ પિક્સેલ 4 સ્માર્ટફોનને FCC પર કુલ ચાર મોડેલ G020I, G020J, G020MN અને G020PQ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે લિસ્ટિંગમાં કંપનીના આ અપકમિંગ ફોન્સના ફીચર્સ કે સ્પેસિફિકેશન્સને લઈને કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા એક લીક ખબરમાં જાણકારી સામે આવી હતી કે પિક્સેલ સીરિઝમાં કંપની સોલી પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકે છે, જેના પર છેલ્લા કેટલાક સમયથી કામ કરવામાં આવી રહ્યું છે. સોલી પ્રોજેક્ટ સાથે આવનારો પિક્સેલ પહેલો સ્માર્ટફોન હશે.



આ પણ વાંચોઃ હવે પ્લેનમાં નહીં લઈ જશો આ મોડેલના લેપટોપ, જાણો કયા કયા ?


ત્યાં જ અત્યાર સુધી આવેલી અન્ય જાણકારીઓ અનુસાર ગુગલ પિક્સેલ 4માં 1080X2280 પિક્સેલ રિઝોલ્યૂશન 1440X3040 પિક્સેલ થઈ શકે છે. આ અપકમિંગ ફોનમાં 6 જીબી રેમ અને 12 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ થઈ શકે છે. આ સિવાય બીજી સ્ટોરેજ વેરિયન્ટની હાલ કોઈ જાણકારી નથી આપવામાં આવી. Google Pixel 4 અને Pixel 4 Xને કંપની એંડ્રોઈડ 10ની સાથે સ્નેપડ્રેગન 855 પ્લ ચિપસેટ સાથે રજૂ કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે ફોન 10 ઓક્ટોબરને લૉન્ચ થઈ શકે છે. અને તેની શરૂઆતની કિંમત 79, 990 રૂપિયા થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 04:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK