Mumbai : આજકાલ સ્માર્ટફોન યૂઝર્સ વચ્ચે ટિકટોક (Tiktok) ખૂબ જ ફેમસ છે. જેનો ઉપયોગ સામાન્ય લોકો જ નહીં સેલેબ્સ પણ કરી રહ્યા છે. હવે જલ્દી જ ટિકટોકને ટક્કર આપવા માટે ગૂગલ (Google) યૂએસના સોશિયલ વીડિયો એપ ફાયરવર્ક (FireWork) ને ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જો કે ગૂગલે હજી સુધી આધિકારીક રીતે તેની જાણકારી નથી આપી. પરંતુ આશા છે કે જલ્દી જ ટિકટોકને ગૂગલ ટક્કર આપી શકે છે.
Tiktok ની હરીફ કંપની ફાયરવર્કને ખરીદવાની તૈયારમાં છે ગુગલ
The Wall Street Journalના અહેવાલ અનુસાર ગૂગલ જલ્દી ટિકટોકની હરીફ કંપની ફાયરવર્કને ખરીદવાની તૈયારી કરી રહી છે. ફાયરવર્ક કેલિફોર્નિયા સ્થિત કંપની છે અનેહ હાલમાં જ તેણે ભારતીય બજારમાં પોતાની સોશિયલ વીડિયો શેરિંગ એપ લૉન્ચ કરી છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે. હવે ગૂગલ તેને ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ફાયરવર્કની નેટવર્થ 100 મિલિયન ડૉલર છે અને ગૂગલ તેના માટે સારી કિંમત ચુકવી શકે છે.
The Wall Street Journal this afternoon reported on Google’s “discussions about acquiring a video-sharing startup” called Firework. This is meant to counter the viral TikTok app that originated in China. #Firework #TikTok https://t.co/AHFTXNlE8v pic.twitter.com/U1ZvsPrmDM
— Peter's Tech Lab (@PetersTechLab) October 5, 2019
Tiktok માં 15 સેકન્ડ અને FireWork માં 30 સેકન્ડનો વીડિયો મુકી શકો છો
ટિકિટોક પર યૂઝર્સ 15 સેકન્ડનો શૉર્ટ વીડિયો અપલોડ કરી શકે છે જ્યારે ફાયરવર્ક પોતાના યૂઝર્સને 30 સેકન્ડનો વીડિયો ક્રિએટ કરવાની સુવિધા આપે છે. સાથે તેમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પ્રકારે વીડિયો શેર કરી શકાય છે. ભારતમાં ફાયરવર્ક એંડ્રોઈડ અને આઈઓએસ બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.
આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ
ગુગલની સાથે હવે ફેસબુક પણ વીડિયો શેરિંગના માર્કેટમાં આવવાની તૈયારી કરી રહ્યું છે
જણાવી દઈએ કે શૉર્ટ વીડિયો શેરિંગના આ માર્કેટમાં માત્ર ગૂગલ જ નહીં ફેસબુક પણ આવવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફેસબુકે યૂએસમાં ટિકટોકને ટ્કકર આપવા માટે લાસ્સો નામની એપ રિલીઝ કરી હતી. જેનો ટિકટોકની જેમ જ ઉપયોગ કરી શકાય છે. તો ફાયરવર્કે ભારતમાં વીડિયો કન્ટેન્ટ પ્રોવાઈડર અલ્ટ બાલાજી સાથે ભાગીદારી કરી છે.
Google બાદ વધુ એક કંપનીના CEO બન્યા સુંદર પિચઈ
Dec 04, 2019, 15:18 ISTવૃક્ષ કપાતું બચે એ માટે છોકરીએ ડૂડલમાં વૃક્ષને જૂતાં પહેરાવ્યાં અને પૈડાં પણ લગાવ્યાં
Nov 16, 2019, 08:24 ISTસંજય ગાંધી નૅશનલ પાર્કનું બુકિંગ કરાવવા જતાં 15,330 રૂપિયા ખોયા
Nov 05, 2019, 15:52 ISTSuperComputer જે ગણના 10 હજાર વર્ષમાં કરશે, તે 200 સેકેન્ડમાં થઈ
Oct 24, 2019, 18:13 IST