Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > કોરોના ઇફેક્ટ:ગૂગલનું ડૂડલ,હાથ ધોવાથી લઈને યાદ કર્યા Ignaz Semmelweisને

કોરોના ઇફેક્ટ:ગૂગલનું ડૂડલ,હાથ ધોવાથી લઈને યાદ કર્યા Ignaz Semmelweisને

20 March, 2020 12:59 PM IST | Mumbai Desk

કોરોના ઇફેક્ટ:ગૂગલનું ડૂડલ,હાથ ધોવાથી લઈને યાદ કર્યા Ignaz Semmelweisને

ગૂગલે બનાવ્યું નવું ડૂડલ

ગૂગલે બનાવ્યું નવું ડૂડલ


આજે જગત આખું કોરોના વાયરસના કહેરથી બચવા માટે ઉપાયો શોધવામાં વ્યસ્ત છે, ત્યારે ગૂગલે ખૂબ જ ખાસ વ્યક્તિને ડૂડલ બનાવીને યાદ કર્યા છે. આ વ્યક્તિ છે ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસ (Dr. Ignaz Semmelweis). જેમની તસવીર Google Doodleમાં હાથ ધોવાની રીત સાથે જોઇ શકાય છે. ગૂગલે તેમનો એક વીડિયો પણ બનાવ્યો છે, જેમાં હાથ ધોવાની રીત પણ બતાવવામાં આવી છે.

ગૂગલ કેમ કરે છે ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસને યાદ?
કોરોનાથી બચવા માટે આજે આખા વિશ્વમાં સૌથી વધારે કહેવામાં આવતી વાત છે, પોતાના હાથ સાફ રાખવા, સમયે સમયે તેને સ્વચ્છ કરતાં રહેવું, તેને 20થી 40 સેકેન્ડ સુધી સારી રીતે ધોવા. આ રીતે તમે બેક્ટેરિયા અને વાયરસને શરીરની અંદર જતાં અટકાવી શકો છો. પણ 19મી સદીમાં આ વાત કોઇને ખબર ન હતી કે હાથમાં રહેલા જીવાણુઓ અને વિષાણુઓથી બીમારી ફેલાય છે. ડૉક્ટર્સ પણ હાથ ધોતાં ન હતા, ત્યારે એખ વ્યક્તિ જેમને હાથ ધોવાના ફાયદાની શોધ કરી અને સતત થતાં મૃત્યુને અટકાવવામાં સફળતા મેળવી.



હાથ ધોવાની પ્રથાની થઈ શરૂઆત
હકીકતે, 19મી સદીના મધ્યમાં એક એવો સમય આવ્યો જ્યારે એક અજ્ઞાત બીમારીથી લોકો ઝડપથી મૃત્યુ પામતા હતા. તમે જાણીને ચોંકી જશો કે તે સમયે સમાજમાં હાથ ધોવાની પ્રથા નહોતી. અહીં સુધી કે ડૉક્ટર પણ હાથ ધોતા નહોતા. ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસે જોયું કે માતા બનનારી સ્ત્રીઓ નવજાત બાળકો અજ્ઞાત બીમારીના કારણે ઝડપથી મૃત્યુ પામતા હતા. તે સમયે ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસ પહેલા ડૉક્ટર હતા જેમણે પ્રસ્તાવ મૂક્યો કે સૌથી પહેલા ડૉક્ટર હાથ સ્વચ્છ રાખવાનું શરૂ કરશે. તેમને ખબર પડી કે અજાણતાં જ ડૉક્ટર અને અન્ય સ્ટાફ મહિલાઓ અને અન્ય રોગીઓને બૅક્ટેરિયાથી સંક્રમિત કરતાં હતા.


તેમના આ પ્રસ્તાવને 1840માં વિયનામાં લાગૂ પાડવામાં આવ્યો. હાથ ધોવાની વ્યવ્સથા લાગૂ થયા બાદ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો. મેટરનિટી વૉર્ડ જ્યાં ગર્ભવતી મહિલાઓ એડમિટ કરવામાં આવતી હતી, ત્યાં થનારા મૃત્યુમાં ઘટાડો થયો. જો કે, ઘણાં ડૉક્ટર્સે તેમની વાત ગંભીરતાથી ન લીધી તેથી આ પ્રયોગ વધારે સફળ પુરવાર ન થઈ શક્યો. ડૉક્ટર્સ એ માનવા તૈયાર ન હતાં કે હૉસ્પિટલની ગંદકી અને હાથોના સંક્રમણથી બીમારી ફેલાય છે. પણ ડૉ. સેમિલ્વૈસની ઓળખ ગર્ભવતી મહિલાઓના જીવ બચાવનારા તરીકે થઈ ગઈ હતી. પછીથી તેમને હાથ સાફ કરવાના ફાયદાની શોધ કરનારા તરીકે ઓળખવામાં આવ્યા.


હંગેરિયન ફિઝિશિયન ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસ વિયાનાના જનરલ હૉસ્પિટલમાં કાર્યરત હતા. આજના જ દિવસે તે મેટરનિટિ ક્લિનીક વિયાના જનરલ હૉસ્પિટલના ચીફ રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમની શોધને પછીથી પ્રસિદ્ધિ મળી. સેમિલ્વૈસનો જન્મ હંગરી જેને બુડાપેસ્ટના નામે ઓળખવામાં આવે છે, ત્યાં થયો હતો. તેમણે વિયાના યૂનિવર્સિટીથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી હતી.

કોણ હતા ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસ
હંગરીના ફિઝિશિયન ડૉ. ઇગ્નાઝ સેમિલ્વૈસ વિયાનાના જનરલ હૉસ્પિટલમાં કાર્યરત હતા. આજના દિવસે તે મેટરનિટી ક્લિનીક વિયના જનરલ હૉસ્પિટલના ચીફ રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમની શોધને પછીથી પ્રસિદ્ધિ મળી. સેમિલ્વૈસનો જન્મ હંગરીમાં થયો હતો. તેમણે વિયના યૂનિવર્સિટીથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. આજે જ્યારે આખું વિશ્વ COVID-19 એટલે કોરોના વાયરસથી ગ્રસિત છે તો ડૉક્ટર બધાને સલાહ આપે છે કે હાથને યોગ્ય રીતે સમયે સમયે ધોવું જોઇએ. બચાવની આ પહેલી પ્રક્રિયા છે. ગૂગલે પોતાના વીડિયોમાં 40 સેકેન્ડ સુધી હાથ ધોવાની વાત દર્શાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:59 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK