ગાર્લિક ઍન્ડ ટૉમેટો રાઇસ
ADVERTISEMENT
-મીતા ભરવાડા
સામગ્રી
- એક કપ બાસમતી ચોખા
- ૨૫૦ ગ્રામ ટમેટાં
- એક જોડી લીલા કાંદા
- ત્રણ લીલાં મરચાં
- પાંચ-છ કળી લસણ
- એક ટુકડો ખમણેલું આદું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ પ્રમાણે
- ત્રણ ચમચા તેલ
રીત
ટમેટાં અને લીલા કાંદાને બારીક સમારો. લસણને છોલી લાંબી પાતળી સ્લાઇસ કરો. બાસમતી ચોખાને એક કલાક પલાળો. પલાળેલા ચોખાનો એક-એક દાણો છૂટો રહે એ રીતે રાંધો. એમાં લાંબું સમારેલું લસણ નાખીને સાંતળો. બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢીને અલગ રાખો. એ જ તેલમાં ટમેટાં નાખીને સાંતળો. હવે એમાં થોડી હળદર અને લીલા કાંદા નાખી ફાસ્ટ ગૅસ પર બે મિનિટ સાંતળો. ત્યાર બાદ એમાં રાંધેલો ભાત, મીઠું અને ગરમા મસાલો નાખી મિકસ કરો. સાંતળેલા લસણથી સજાવીને પીરસો.