અસુરક્ષિત સંબંધો બાંધવા છતા ભાવિ પત્નીને ગર્ભ નથી રહેતો, કાંઈ ચિંતાનું કારણ?

Published: Nov 11, 2019, 14:43 IST | Dr Ravi Kothari | Mumbai

સેક્સ સંવાદઃહાલમાં જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તેની સાથે પણ એક-બે વાર સંબંધ બાંધ્યા છે. મેં કૉન્ડોમ ન વાપર્યું હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. આમ તો સારી જ વાત છે, પણ એનાથી મને ચિંતા થાય છે કે ક્યાંક મારામાં કંઈક કમી તો નહીં હોયને?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સવાલ ઃ મારી ઉંમર ૩૫ વર્ષ છે. થોડા મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. સિંગલ હોવા છતાં સેક્સની બાબતમાં હું ઘણો ઍક્ટિવ છું એટલે પર્ફોર્મન્સની ચિંતા નથી. ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા છે અને બધીને સંતુષ્ટ કરી શક્યો છું. હંમેશાં કૉન્ડોમ વાપરવાને કારણે કોઈનેય અનવૉન્ટેડ પ્રેગ્નન્સી નથી રહી. હાલમાં જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તેની સાથે પણ એક-બે વાર સંબંધ બાંધ્યા છે. મેં કૉન્ડોમ ન વાપર્યું હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. આમ તો સારી જ વાત છે, પણ એનાથી મને ચિંતા થાય છે કે ક્યાંક મારામાં કંઈક કમી તો નહીં હોયને? મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને? હાલની પાર્ટનર અને ભાવિ પત્ની મારાથી ૬ વર્ષ નાની છે એટલે તે ફિટ હશે, પણ મારા વીર્યમાં કમી હશે તો? પહેલાં કરતાં વીર્યની માત્રા પણ ઓછી હોય છે એટલે ચિંતા થાય છે. ઉત્તેજના અને પર્ફોર્મન્સ બરાબર હોય તો ફર્ટિલિટી પર અસર પડે?
જવાબ:ઉંમર વધવાને કારણે વીર્યની માત્રામાં ફરક આવે એ સમજી શકાય એમ છે, પણ જો તમે વધુ ઍન્ગ્ઝાયટીમાં રહેશો તો એની વિપરીત અસર પડી શકે છે. બને એટલા રિલૅક્સ્ડ રહો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, જો તમારે ચેક કરવું હોય તો ત્રણ-ચાર દિવસ સુધી હસ્તમૈથુન, સંભોગ કે સ્વપ્નદોષથી વીર્યસ્ખલન ન થયું હોય એ પછી જ વીર્ય આપવાનું રાખવું. એટલે કે તમે જ્યારે વીર્ય ટેસ્ટિંગ માટે આપો એના ત્રણ-ચાર દિવસ પહેલાંથી હસ્તમૈથુન કે સંભોગથી વર્જિત રહેવું. તમે જે લૅબોરેટરીમાં વીર્યની ટેસ્ટ કરાવવાના હો ત્યાં જઈને જ વીર્યનું સ્ખલન કરીને વીર્યનું સૅમ્પલ આપી શકો તો બેસ્ટ. ઘણી વ્યક્તિઓને ઑન ડિમાન્ડ અથવા એક રૂમમાં હસ્તમૈથુનથી વીર્યનું સ્ખલન કરવામાં તકલીફ પડતી હોય છે. તેમણે લૅબમાંથી આગલા દિવસે એક બૉટલ લઈ જઈને ઘરે સ્ખલન કરીને સૅમ્પલ આપવું. સૅમ્પલ લીધા પછી વધુમાં વધુ અડધા કલાકમાં લૅબોરેટરીમાં પહોંચાડી દેવું જરૂરી છે. તમારા રિપોર્ટ અમને મોકલશો તો જરૂરી માર્ગદર્શન આપીશું.
એવું ધારી લેવાની જરૂર નથી કે તમારામાં ખામી છે જ. હજી લગ્ન થવા દો. ધારો કે શરૂઆતના થોડા મહિનાઓમાં બાળક ન થયું તો વધુ પરીક્ષણો કરીને રસ્તો નીકળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK