Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ફાઉન્ડેશન વાપરતાં આવડે છે?

ફાઉન્ડેશન વાપરતાં આવડે છે?

10 August, 2012 09:06 AM IST |

ફાઉન્ડેશન વાપરતાં આવડે છે?

ફાઉન્ડેશન વાપરતાં આવડે છે?


 



 


 

મોટા ભાગની સ્ત્રીઓ માટે ફાઉન્ડેશન મેક-અપનો સૌથી ડરામણો ભાગ હોય છે. ગ્લૉસ, લાઇનર, કાજલ જેવી ચીજો ભલે સ્ત્રીઓ નિયમિત પણે વાપરતી હોય; પરંતુ ફાઉન્ડેશન રોજ વાપરવાની હિંમત ભાગ્યે જ કોઈ કરશે. હકીકતમાં યુવતીઓએ ફાઉન્ડેશનને લગ્ન, પાર્ટી જેવા ખાસ પ્રસંગો માટે રિઝર્વ રાખ્યું છે; પરંતુ જો યોગ્ય રીતે વપરાશ કરતાં આવડતું હોય તો ફાઉન્ડેશન મેક-અપમાં ખૂબ જ ઇફેક્ટિવ ટૂલ તરીકે કામ કરી શકે છે.


 

કઈ રીતે લગાવશો ફાઉન્ડેશન?

 

સૌથી પહેલાં સ્કિનને વૉશ કરો, ટોનર લગાવો અને મૉઇસ્ચરાઇઝ કરો.

મૉઇસ્ચરાઇઝરને વધુ ઘસો નહીં, એને સ્કિનની અંદર ઊતરવા દો.

હથેળીના પાછળના ભાગ પર થોડું ફાઉન્ડેશન લો અને આંગળી વડે એ ફાઉન્ડેશનને આખા ચહેરા અને ગરદન પર લગાવો.

આંગળીના ટેરવાથી ફાઉન્ડેશનને બરાબર બ્લેન્ડ કરો. ફાઉન્ડેશનને લગાવવાનું જ છે એટલે એ લગાવીને ચહેરા પર મસાજ કરવાની જરૂર નથી. ફાઉન્ડેશન લગાવવામાં ગરદનને ઇગ્નોર ન કરવી. ફાઉન્ડેશન લગાવ્યા બાદ ચહેરો અને ગરદન જુદી-જુદી ન લાગવી જોઈએ. જો આઉટફિટ બૅકલેસ કે ડીપ નેકનું હોય તો ખુલ્લા રહે એ બધા જ પાર્ટ પર ઈવનલી ફાઉન્ડેશન લગાવો.

ફાઉન્ડેશનને હંમેશાં નીચેની તરફ એટલે કે ડાઉનવર્ડ મોશનમાં બ્લેન્ડ કરવું, સક્યુર્લર કે અપવર્ડ નહીં.

ટ્રાન્સક્યુલન્ટ પાઉડર કે મૅચિંગ કૉમ્પેક્ટનો ઉપયોગ ફાઉન્ડેશનને સેટ કરવા માટે કરી શકાય.

 

કઈ રીતે પસંદ કરશો યોગ્ય ફાઉન્ડેશન?


ડાઘરહિત, સ્મૂધ અને ઈવન સ્કિન માટે ફાઉન્ડેશન પણ સારું પસંદ કરવું જરૂરી છે. મોટા ભાગે ચહેરાની સ્કિનના રંગ સાથે મેળ ખાતું ફાઉન્ડેશન યોગ્ય રહે છે. જોકે આવો શેડ શોધવા જવાની પ્રોસેસ થોડી વિચિત્ર છે, કારણ કે એક્ઝૅક્ટ એ જ શેડ મળે એ શક્ય નથી.

 

સ્કિન ટાઇપ પ્રમાણે

 

સૌપ્રથમ ચહેરા સાથે ફ્રેન્ડ્લી બનો, સ્કિન-ટાઇપને ઓળખો. જો તમારી સ્કિન સૂકી હોય તો હાઇડ્રેટિંગ અથવા મૉઇસ્ચરાઇઝિંગ આ કમ્પોનન્ટ્સ ધરાવતું ફાઉન્ડેશન પસંદ કરવું. તૈલી ત્વચાવાળાએ ઑઇલ-ફ્રી મેટ ફાઉન્ડેશન વાપરવું જોઈએ, જ્યારે પાઉડર કૉમ્પેક્ટ ફાઉન્ડેશન કૉમ્બિનેશન સ્કિન-ટાઇપ માટે બેસ્ટ રહેશે. સંવેદનશીલ ત્વચા હોય તો મિનરલ ફાઉન્ડેશન ખૂબ સારી રીતે કામ કરે છે.

 

ટ્રાય ઍન્ડ બાય

 

ફાઉન્ડેશન હંમેશાં દિવસના સમયે ખરીદવું તેમ જ ફાઉન્ડેશનને ટ્રાય કરીને ખરીદવું પડે છે એટલે પોતાના માટેની ખરીદી જાતે જ જઈને કરો. ઇન્ટરનેટ મારફત અથવા ફક્ત કૅટલૉગમાં જોઈને ફાઉન્ડેશનની ખરીદી ન કરવી. જો સારા બ્યુટી-સેન્ટરમાં ખરીદવા જશો તો બ્યુટી-કન્સલ્ટન્ટ ફાઉન્ડેશનને તમારા કાંડાની અંદરની બાજુએ લગાવશે. એને બરાબર બ્લેન્ડ કરો અને ચેક કરો કે એ તમારા હાથના એ ભાગના રંગ સાથે બરાબર ભળે છે કે નહીં. જો ફાઉન્ડેશન લગાવ્યા બાદ આખો હાથ એક જેવો દેખાય તો સમજવું કે તમને યોગ્ય ફાઉન્ડેશન મળી ગયું છે.

 

બ્રૅન્ડેડ ખરીદો

 

ફ્લોલેસ મેક-અપ મેળવવા માટે ફાઉન્ડેશન ખરીદી રહ્યા છો એટલે સારી ક્વૉલિટીના બ્રૅન્ડેડ ફાઉન્ડેશનમાં ઇન્વેસ્ટ કરવું સલાહભર્યું છે. એક એવું ફાઉન્ડેશન જે પસીના સાથે રેલાઈ ન જાય તેમ જ ચહેરા પર જામી ન જાય અથવા તમારા ચહેરા પર સાચે જ કંઈક ચોંટાડ્યું હોય એવું લાગશે. ફાઉન્ડેશનની શેલ્ફ લાઇફ ૧૦-૧૨ મહિનાની જ હોય છે એટલે એનાથી જૂનું ફાઉન્ડેશન ન લગાવવું તેમ જ ફાઉન્ડેશનની બૉટલમાં જો તેલ જેવું લિક્વિડ છૂટું પડતું દેખાય તો સમજવું કે ફાઉન્ડેશન ખરાબ થઈ ગયું છે.

 

ટ્રિકી ટૂલ

 

ફાઉન્ડેશન વાપરવું થોડું ટ્રિકી છે, કારણ કે વધુપડતું થઈ જાય તો ચહેરો બિહામણો લાગી શકે છે. ઈવન કૉમ્પ્લેક્શન મેળવવા માટેનું ફાઉન્ડેશન જો ચહેરા પર બરાબર ફેલાવવામાં ન આવે તો મેક-અપ કર્યા બાદ ચહેરા પર પૅચિસ દેખાઈ શકે છે જે ખરાબ લાગશે. ચહેરા પર જો કોઈ ઘેરો ડાઘ કે પિમ્પલ હોય તો એના પર બમણું ફાઉન્ડેશન લગાવતાં એ ઢંકાવાને બદલે ચહેરો વધુ અનઈવન અને ડાર્ક લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2012 09:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK