Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ફ્લોરિંગ હવે બની રહ્યું છે સ્ટેટસ સિમ્બૉલ

ફ્લોરિંગ હવે બની રહ્યું છે સ્ટેટસ સિમ્બૉલ

30 June, 2015 05:36 AM IST |

ફ્લોરિંગ હવે બની રહ્યું છે સ્ટેટસ સિમ્બૉલ

ફ્લોરિંગ હવે બની રહ્યું છે સ્ટેટસ સિમ્બૉલ



flooring



કૃપા પંડ્યા

લોકો પોતાના ઘરમાં ફ્લોરિંગ માટે પણ પોતાનું અલગથી બજેટ રાખતા હોય છે. હવે ફ્લોરિંગમાં કોઈ ચીલાચાલુ ચલાવી લેતા નથી. અઢી વર્ષથી ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામ કરતી ઇન્ટીરિયર સ્ટાઇલિસ્ટ દિશા દોશી શાહ કહે છે, ‘ફ્લોરિંગ અત્યારે બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે લોકો નવું-નવું ફ્લોરિંગ ટ્રાય કરે છે. પહેલાંની જેમ માર્બલ કે ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ લગાવવાના બદલે હવે વુડન ફ્લોરિંગ કે પછી સ્પૅનિશ ફ્લોરિંગ જેવું ટ્રાય કરે છે. લૅમિનેટ્સમાં પણ બહુ અલગ-અલગ વરાઇટીઓ આવી છે. વિનાઇલ ફ્લોરિંગ, ટાઇલ્સમાં પણ ઘણી વરાઇટીઓ આવી ગઈ છે.’

માર્બલ ફ્લોરિંગ

માર્બલ ફ્લોરિંગ હવે બધાના ઘરની શાન બની ગયું છે. ધાર્મિક સ્થળે કે મહેલોમાં વપરાતું માર્બલ ફ્લોરિંગ ઘરે-ઘરે વખણાતું થઈ ગયું છે. આમાં તમને ઘણા પ્રકાર જોવા મળશે. જો કોઈને એમ લાગતું હોય કે સફેદ માર્બલ જો ઘરમાં ફ્લોરિંગના રૂપે વાપરીશું તો જમવાના કે કોઈ પણ પ્રકારના ડાઘ પડશે તો દેખાશે તો માર્બલ હવે માત્ર સફેદ નહીં, ઘણા કલર્સમાં ઉપલબ્ધ છે. જેમ કે લીલો માર્બલ, ગ્રેનાઇટ, કટની માર્બલ વગેરે.

કૉર્ક ફ્લોરિંગ : કૉર્ક એટલે વાઇનની બૉટલ બંધ કરવા માટે જે બ્રાઉન પૅકિંગ વપરાય છે એ મટીરિયલને કૉર્ક મટીરિયલ કહેવાય છે. આ મટીરિયલને પણ તમે ફ્લોરિંગમાં વાપરી શકો છો. આ મટીરિયલનો ફાયદો એ છે કે આ બહુ સૉફ્ટ મટીરિયલ હોય છે જેને તમે તમારાં બાળકોના રૂમમાં પણ વાપરી શકો છો. આ તમને વિવિધ ડિઝાઇનમાં પણ મળી રહેશે. એ સાથે તમને વિવિધ કલરમાં પણ મળી રહેશે.

લૅમિનેટ વુડન ફ્લોરિંગ : હાર્ડવુડ જેવું દેખાતું આ ફ્લોરિંગ કમ્પ્રેસ્ડ ફાઇબરનું બન્યું હોય છે. એ સાથે આ લાંબી સાઇઝમાં જ મળે છે એટલે એને લગાવવું આસાન હોય છે. એ ખરાબ થઈ જાય તો એને રિપ્લેસ પણ કરી શકાય છે. આને લગાવવું આસાન છે એટલે આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

જો તમે માર્બલ, ટાઇલ્સ કે પથ્થરના ફ્લોરિંગથી કંટાળી ગયા હો તો તમારે વુડન ફ્લોરિંગ ટ્રાય કરવું જોઈએ. વુડનનું નામ વાંચતાં જ આંખની સામે લાકડાનું ફ્લોરિંગ યાદ આવી જાય. પણ વુડનમાં પણ ઘણા પ્રકાર છે. જેમ કે...

હાર્ડવુડ

ફ્લોરિંગ : આ ફ્લોરિંગનો ટ્રેન્ડ આમ તો ઘણો જૂનો છે. આ રિયલ લાકડાનું હોય છે. એથી આની ચમક બહુ ખાસ હોય છે. આમાં પૅટર્નની તમે વાત કરો તો તમારા રૂમ ઓછા પડી જશે, પણ આની પૅટર્ન નહીં.

બામ્બુ ફ્લોરિંગ : બામ્બુ ફ્લોરિંગ વુડન ફ્લોરિંગ જેવું જ હોય છે. એની ટફનેસ પણ વુડન ફ્લોરિંગ જેવી જ હોય છે. પણ બન્ને ટેક્સ્ચરમાં ઘણો ફરક છે. વુડન ફ્લોરિંગમાં લાંબી-લાંબી લાઇન હોય છે. તમને દેખાવમાં એ વુડન ફ્લોરિંગ જ લાગે. બામ્બુને વુડનની જેમ જ સપાટ લગાવવામાં આવે છે. વુડન ફ્લોરિંગ અને બામ્બુ ફ્લોરિંગ જો અલગ પાડતું હોય તો એ છે એનું ટેક્સ્ચર. વુડનનું ટેક્સ્ચર લાંબી-લાંબી લાઇન હોય અને બામ્બુમાં સક્યુર્લર ગ્રીન આવે. એટલે એ અલગ ટાઇપનું ટેક્સ્ચર આવે.

ટાઇલ્સમાં સિરૅમિક ટાઇલ્સ બધા લોકોની પહેલી પસંદ છે. સિરૅમિક ટાઇલ્સમાં સ્પૅનિશ ટાઇલ્સને રસ્ટિક સ્ટાઇલ્સ કહેવાય. એ તમને જૂના જમાનાનો લુક આપે છે. આમાં તમને કલરમાં, ડિઝાઇનમાં અલગ-અલગ વરાઇટી પણ જોવા મળશે. એ સિવાય જેમ ચર્ચમાં જે મિરર વર્ક હોય છે એના જેવું જ વર્ક ફ્લોરિંગમાં પણ હોય છે. આમ જોવા જાઓ તો એ તમને રાજા-મહારાજાના મહેલોના ફ્લોરિંગની યાદ અપાવે છે. એ સિવાય લેધર ફર્નિશ્ડ ટાઇલ્સ પણ આવે છે જે તમને લેધરનો લુક આપે છે. એ સિવાય ટાઇલ્સમાં સ્લેટ ટાઇલ્સ, કૉન્ક્રીટ ટાઇલ્સ, ગ્રેનાઇટ ટાઇલ્સ વગેરે હોય છે.

શું ધ્યાન રાખવું?

ફ્લોરિંગ કરતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું એ જણાવતાં દિશા કહે છે, ‘તમે ઇન્ટીરિયર ચેન્જ કરાવી શકો, પણ ફ્લોરિંગ ચેન્જ ન કરાવી શકો એટલે એ ડ્યુરેબલ હોવું જોઈએ. તમારો સ્ટડી-રૂમ કે લાઇબ્રેરી હોય તો ડાર્ક ફ્લોરિંગ વાપરવું. લિવિંગ-રૂમમાં વાઇટ વાપરો તો એ આંખોને ઠારે. ફ્લોરિંગ કરાવતા વખતે આખા હાઉસમાં એક થીમ હોવી જોઈએ. જે પણ ફ્લોરિંગ કરો એ એક રૂમથી બીજા રૂમને બંધબેસતું હોવું જોઈએ. અત્યારે બધા ઇટાલિયન જ પ્રિફર કરે છે. એ સિવાય આજકાલ લોકો કોઈ પણ એક જગ્યાને હાઇલાઇટ કરવી હોય તો એને ઑનિક્સ (સ્ટોનનો પ્રકાર)થી સજાવવામાં આવે છે. ઑનિક્સમાં પણ ઘણા કલર્સ જોવા મળે છે. જેમ કે યલો, પિન્ક, બ્રાઉન વગેરે.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2015 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK