ફાયર ઍન્ડ આઇસ કૅન્ડલ

Published: 27th December, 2011 07:31 IST

ફાયર અને આઇસ જ્યારે ભેગાં થાય ત્યારે શું થાય એ આ કૅન્ડલમાં જાણવા મળશે. આ કૅન્ડલ એક બરફના લૅમ્પ જેવા આકારની અંદર સેટ કરવાની હોય છે અને જ્યારે કૅન્ડલ સળગે ત્યારે ધીમે-ધીમે એ બરફ પીગળે છે જે જોવાની મજા અનેરી છે.

 

બરફ પીગળતો રહેશે અને જેમ-જેમ અંધારું વધતું જશે એમ-એમ કૅન્ડલની રોશની વધતી જશે. આમાં એક સિલિકોન મૉલ્ડ સેટિંગ અને એક સ્ટીલની ટ્રે છે જેમાં પાણી ભરીને ફ્રીઝરમાં રાખી દો. બરફ જામી જાય એટલે સિલિકોન મૉલ્ડ કાઢી લો અને તૈયાર થયેલા બરફને તમારી કૅન્ડલની ઉપર કવર થાય એમ રાખો. આશરે ત્રણેક કલાકમાં આ બરફ પીગળવા લાગે છે અને પાણી ફરી પાછું મૉલ્ડમાં જ ભેગું થાય છે. ઘરમાં કોઈ પાર્ટી ચાલતી હોય ત્યારે રાખવા માટે આ ટી-લાઇટ ફ્રોઝન ફાયર ઍન્ડ આઇસ કૅન્ડલ એક સરસ ડેકોરેટિવ આઇટમ બની રહેશે.

કિંમત : ૨૯૯૯ રૂપિયા
ક્યાં મળશે : આ પ્રોડક્ટ તમે www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK