શિયાળામાં અસહ્ય બને છે પગની એડીઓની તકલીફ

Published: 14th December, 2011 08:55 IST

ઠંડીમાં સ્કિન ડ્રાય થઈ જતી હોવાને લીધે જો સંભાળ ન લેવાય તો તકલીફમાં વધારો થાય છેપગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સીઝનમાં રાહત જોકે મળતી નથી પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ કે શિયાળામાં સૂકી ત્વચા વધુ સૂકી બની જાય છે અને પછી એને સારી થવામાં સમય લાગે છે. પગ આપણી રોજબરોજની લાઇફમાં આખા શરીરનો ભાર ઉપાડે છે તેમ જ પગની એડીમાં પણ એવા ઘણા ઍક્યુપ્રેશર પૉઇન્ટ્સ આવેલા હોય છે જે શરીરની અંદરના બીજા અવયવો સાથે જોડાયેલા છે. બધાને સુંદર અને તંદુરસ્ત પગ જોઈતા હોય છે, કારણ કે એ ફક્ત તંદુરરસ્તી માટે જ ઉપયોગી નથી પણ સુંદર પગ કોઈને પોતાની તરફ આકર્ષવા માટે પૂરતા છે. રોજના વ્યસ્ત શેડ્યુલમાંથી આપણે ચહેરા અને શરીરના બીજા ભાગો માટે તો સમય કાઢી લઈએ છીએ પણ પગને ભૂલી જઈએ છીએ. આવું ન કરતાં જો પગની પણ યોગ્ય માવજત કરવામાં આવે તો શિયાળામાં પગની એડીઓની તકલીફથી ચોક્કસ છુટકારો મેળવી શકાય છે.

શિયાળા માટે ફૂટકૅર ટિપ્સ

આરામદાયક પગરખાં શૂઝ એવાં પહેરો જે પગની એડીને આરામ આપે, પહેરવાથી કમ્ફર્ટેબલ લાગે અને સારી ક્વૉલિટીનાં હોય તેમ જ પગને હૂંફ આપે; કારણ કે આપણા પગ શરીરનો સૌથી છેલ્લો ભાગ છે જે હૃદયથી દૂર છે માટે જો આપણે પગને બરાબર પ્રોટેક્ટ ન કરીએ તો ઠંડા પડી જવાના ચાન્સિસ સૌથી વધારે હોય છે અને એને લીધે સ્કિન ડ્રાય બની જાય છે.

બ્યુટી પ્રોડક્ટની હેલ્પ

પગની માવજત કરવા માટેની બ્યુટી પ્રોડક્ટ્સ સારી ગુણવત્તાની હોય એ જરૂરી છે. શરીરમાં સૌથી વધુ મહેનત જો કોઈ ભાગ કરતો હોય તો એ પગ છે. આપણા પગનાં તળિયાં પર મૃત ત્વચાનું લેયર બને છે. જો એનાથી છુટકારો મેળવવામાં ન આવે તો દિવસે ને દિવસે એ લેયર જાડું બનતું જાય છે અને જ્યારે એ ચામડી ફાટવાની શરૂઆત થાય ત્યારે પગમાં દુખાવો થાય છે. એના લીધે ચાલવામાં તકલીફ થાય છે. રોજ સ્ક્રબ વડે ઘસવાથી તેમ જ ક્રીમ લગાવવાથી આ મૃત ત્વચા દૂર થાય છે અને પગ પણ સૉફ્ટ રહે છે, પણ આ સંભાળ તકલીફ શરૂ થાય એ પહેલાં જ લેવી જરૂરી છે.

ક્રીમથી માવજત

રાતના સૂતા સમયે પગને ગરમ પાણીથી ધોઈ એના પર ક્રીમ લગાવવી અને ત્યાર બાદ પગમાં મોજાં પહેરી રાખવાં. મૃત ત્વચા દૂર થયા પછી પગ પર ફૂટકૅર લોશન લગાવી શકાય. ઠંડીમાં જ્યારે શરીરની ત્વચા સૂકી બની જાય છે ત્યારે આપણે બૉડી લોશન લગાવીએ છીએ, પણ પગની એડીઓને હંમેશાં ભૂલી જતા હોઈએ છીએ. હકીકતમાં તો આપણે પગની એડીઓ પર સૌથી પહેલાં ક્રીમ લગાવવી જોઈએ. પગમાં મોજાં પહેરી રાખવાથી ક્રીમ ભૂંસાઈ નહીં જાય તેમ જ ઠંડીથી પ્રોટેક્ટેડ પણ રહેશે.

કેટલીક જરૂરી ટિપ્સ

થાકીને ઘરે આવ્યા પછી જો પગ થાકેલા અને ભારે લાગે તો ગરમ પાણીમાં મીઠું નાખીને પગ બોળી રાખો. ખૂબ જલદી થાક ઊતરશે અને પગમાં મૃત ત્વચાનાં લેયર નરમ પડશે.

બફ કરેલા નખ પર નેઇલ-પૉલિશ વધારે સમય સુધી ટકી રહેશે. માટે જો તમે ચાહતા હો કે તમારી નેઇલ-પૉલિશ વધારે દિવસ સુધી ચાલે, તો નખ બફર વડે ઘસેલા હોવા જરૂરી છે. અહીં ફાઇલર નહીં પણ પ્રૉપર બફરનો જ ઉપયોગ કરવો.

પગને જ્યારે પાણીમાં ડુબાડેલા રાખો ત્યારે એ ટબમાં થોડા ગોળાકાર નાના-નાના પથ્થર નાખો અને જ્યાં સુધી પગ પાણીમાં હોય ત્યાં સુધી પગને એ પથ્થરો વચ્ચે ઘસતા રહો. આ રીતે પગને મસાજ મળશે અને પગના પૉઇન્ટ્સને મસાજ મળવાથી શરીર રાહત અનુભવશે.

સૉફ્ટ સોલવાળાં શૂઝ પહેરવાં. આમ પગની એડીઓ સૉફ્ટ રહેશે તેમ જ દુખશે નહીં.

તકલીફ વધુ હોય તો પોતે પોતાના ડૉક્ટર ન બનો, કારણ કે રફ પગનાં તળિયાં અને પગની એડીનું ફાટવું એ કોઈ સિન્થેટિક મટીિરયલની ઍલર્જી‍ કે વિટામિન એ અને બીની ઊણપ પણ હોઈ શકે એટલે જો તમને પણ આ તકલીફ હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK