13 વર્ષના છોકરાની વર્તણૂકને કન્ટ્રોલમાં લાવવા શું કરવું જોઇએ?

Published: Dec 12, 2019, 09:12 IST | Dr Ravi Kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : અમને ચિંતા એ વાતની છે કે તે આ ઉંમરે આવું કરી રહ્યો છે તો ક્યાંક તે સેક્સ્યુઅલી ઓવરપાવર ન થઈ જાય. તેની વર્તણૂકને કન્ટ્રોલમાં લાવવા શું કરવું એનો ઉપાય બતાવશો.

સવાલઃ મારો દીકરો હાઈ સ્કૂલમાં ભણે છે. તે એકલો બેઠો હોય ત્યારે સપનાંમાં ખોવાઈ જતો હોય છે. નહાવા જાય ત્યારે લગભગ અડધો કલાકથીય વધુ લગાડે છે. ચાદરની અંદર છુપાઈને પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને પંપાળતો હોય અને લિટરલી મૅસ્ટરબેટ કરતો હોય એવું લાગે છે. હજી તે ૧૩ વર્ષનો છે અને તેની હરકતો બહુ સંભાળવી પડે એવી છે એટલે અમે તેને એકલો પડવા દેતા નથી અને જ્યારે પણ તે કંઈક ઓઢીને હાથ અંદર ફેરવતો જણાય તો ટોકીએ છીએ. એ છતાં ખાસ વર્તણૂક કન્ટ્રોલમાં નથી આવી. અમને ચિંતા એ વાતની છે કે તે આ ઉંમરે આવું કરી રહ્યો છે તો ક્યાંક તે સેક્સ્યુઅલી ઓવરપાવર ન થઈ જાય. તેની વર્તણૂકને કન્ટ્રોલમાં લાવવા શું કરવું એનો ઉપાય બતાવશો. 

જવાબઃ સૌથી પહેલાં તો તમે ધારી લીધું છે કે તે હસ્તમૈથુન કરી રહ્યો છે. બીજું, તમે એ પણ નક્કી કરી લીધું છે કે ૧૩ વર્ષની ઉંમરે હસ્તમૈથુન કરે એ ગંદું કહેવાય. બાળકને પણ પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરવાથી ગમે એ સ્વાભાવિક છે. જોકે તમે તેને ટોકી રહ્યા છો અને એમ કરવાનું ગંદું છે અથવા તો આમ ન કરાય એવી સલાહ આપતા હો તો જરૂર એ ખોટું છે. આ ઉંમરે તમે હસ્તમૈથુન વિશે જેવું વલણ અપનાવશો એવી માનસિકતા તેની મોટા થયા પછી પણ રહેશે. પુખ્ત વયની વ્યક્તિ માટે હસ્તમૈથુન એ સેક્સ્યુઅલ પ્લેઝર મેળવવાનો સૌથી સેફ રસ્તો છે, પણ તમે અત્યારથી તેના દિમાગમાં આવું ન કરાય અથવા તો આ તો ગંદું કહેવાય એવું ભરાવશો તો મનમાં ગાંઠ પડી જશે. નાની ઉંમરે પોતાનાં અંગોને સ્પર્શવાનો આનંદ લેનાર વ્યક્તિ કંઈ સેક્સ-મૅનિયાક કે અતિ કામુક જ બનશે એવું નથી હોતું. જો તમને ચિંતા થતી હોય તો તેને રોકવા-ટોકવાને બદલે અન્ય કોઈક સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળો. એકલા પડીને બોર થાય અને આડાઅવળા વિચારો કરે એને બદલે તેને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. બે-ચાર વર્ષ પછી ધીમે-ધીમે તેને આ વિશેની સમજણ આપો.
રોક-ટોક કરવાથી સેક્સ કે મૅસ્ટરબેશન વિશેની ખોટી માન્યતાઓ મનમાં ઘર કરી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK