અપવાસ કરવા જરૂરી છે?

Published: 31st July, 2012 05:41 IST

ચોમાસાની સીઝનમાં આવતા ધાર્મિક પર્વોમાં અપવાસને સ્થાન કેમ આપવામાં આવ્યું છે? સ્વાસ્થ્ય માટે ખરેખર અપવાસ મહત્વના છે? અપવાસ કરવાની સાચી રીત કઈ છે?

suzzane-roshanપલ્લવી આચાર્ય

શરીરને ટકાવવા માટે આહાર જરૂરી છે. આપણા દેશમાં ઋતુઓના અનુસાર ખોરાક નક્કી કરવામાં આવ્યા છે. સાથે સાથે દેશ અને કાળનું મહત્વ પણ દર્શાવ્યું છે. જેમકે ઉત્તર ભારતના લોકોનો ખોરાક ભારે છે તેમજ દક્ષિણ ભારતના લોકોનો ખોરાક હળવો અને મધ્ય ભારતના લોકોનો ખોરાક મિક્સ છે. સામાન્ય રીતે આપણે ત્યાં શિયાળામાં લોકોનો ખોરાક વધેલો હોય છે. બેને બદલે ચાર રોટલી ખવાઇ જાય છે. એટલું જ નહીં શિયાળામાં લોકો વસાણાં અને પાક પણ ખોરાકમાં ઉમેરતા હોય છે. સ્હેજ ઠંડક હોવાના કારણે લોકો ખજૂર, અંજીર, બદામ પિસ્તા કેસરનું દૂધ પણ પીતા હોય છે. ઉનાળામાં ખોરાક ઓછો લેવાય છે અને ચોમાસામાં તો એનાથી પણ ઓછો લેવાય છે. શિયાળામાં પાચક અગ્નિ તેજ હોય છે, ઉનાળામાં થોડો ધીમો પડે છે અને ચોમાસામાં તો સાવ મંદ પડે છે. આયુર્વેદે શરદ •તુને રોગોની માતા કહ્યું છે. આ સિઝનમાં વોટરર્બોન ડિસીઝ વધુ થાય છે. તેથી આ સિઝનમાં પાણી ઉકાળીને જ પીવું જરૂરી છે. મોટાભાગે જૈનો ચોમાસામાં ઉકાળેવું પાણી પીએ છે.  

વરસાદમાં ખાસ

ચોમાસામાં અપવાસ શા માટે? ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધુ હોવાના કારણે માણસની પાચનશક્તિ મંદ પડે છે એથી અપવાસ કરીને જો ઓછું ખાવામાં આવે તો પાચનતંત્રના રોગોથી બચી શકાય છે.    

આજની દોડધામવાળી જિંદગીમાં શું અપવાસ કરવા ફાયદાકારક છે? એવું પૂછતાં આયુર્વેદિક ડૉક્ટર રવિ કોઠારી કહે છે, ‘અગાઉના સમયમાં પૂરતી સુવિધાઓ ન હોવાથી ચોમાસામાં લોકોએ ભેજવાળા વાતાવરણમાં કામ કરવું પડતું હતું. ભેજના કારણે પાચકઅãગ્ન વધુ પડતો મંદ થઈ જતો હતો. શાકભાજી એમાંય લીલાં શાકભાજીમાં અને ફળોમાં પાણીની માત્રા વધુ હોવાથી ચોમાસામાં સ્વાભાવિક રીતે અને જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે લીલોતરી (ગ્રીન-લીફી વેજિટેબલ્સ) ઓછાં વાપરવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ચીજોના બદલે મગ-ભાત, ખીચડી એવો હલકો આહાર લેવામાં આવતો હતો. આજે સુવિધાઓ વધી છે. પ્રેક્ટિકલી લોકોએ વરસાદમાં ભીના થઇને કામ નથી કરવું પડતું તેથી ભેજની અસર ઓછી ગણીએ તો પણ ચોમાસામાં પાચકઅગ્નિ મંદ હોવાથી તબિયત અથવા  તો સ્વાસ્થ્ય બગડે છે.’

આ સિઝનમાં અને સામાન્ય રીતે પણ અપવાસ યથાર્થ છે કે નહીં એ બાબત પર પ્રકાશ પાડતાં  ર્ડા. રવિ કોઠારી કહે છે, ‘વૈષ્ણવ હોય કે જૈન, ઉપવાસ ક્યારેક ને ક્યારેક દરેકએ કર્યા જ હશે. અઠવાડિયે એકાદ વખત અપવાસ કરી ને હોજરીને આરામ આપવો હોય એ વાત બરાબર છે પણ આઠ આઠ દિવસના ઉપવાસ કરવા એ શરીર માટે નુકસાનકારક સાબિત થયા છે.’  

અપવાસ કોણે કરવા?

ખરેખર અપવાસ કોણે કરવા એ વિશે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘અપચો થતો હોય એની ચિકિત્સા જ અપવાસ છે. આ સિવાય મેદસ્વીપણું હોય એવા લોકોએ મિત-આહાર એટલે લિમિટેડ આહાર રેગ્યુલર ઇન્ટરવલ પર લેવો જરૂરી છે. તેમ જ રોગીઓ અને એમાંય ડાયાબિટીઝના દરદીઓ એ અપવાસ ન કરવા જોઈએ. ખરેખર તો વધુ પડતા અપવાસ જ ડાયાબિટીઝ થવાનું એક મુખ્ય કારણ બની શકે છે. ’

સાચી રીત કઈ?

ડૉ. કોઠારી કહે છે એક ટાઇમે ત્રણ ટંકનું સાથે ખાઈને જે એકટાણાં કરવામાં આવે છે એ યોગ્ય નથી. એના બદલે ચોમાસામાં સહેલાઇથી પચે એવો ખોરાક લેવો જોઇએ. વેજીટેબલ સૂપ , મગનું પાણી વગેરે આખો મહિનો લઈ શકાય જેનાથી પુરતું પોષણ મળી રહે છે.સૂંઠ અને ગોળનું પાણી, લીંબુ પાણી જેવા પેય પદાર્થ લેવાના કારણે  તમારી પેટની સ્થિતિ પણ સુધરશે.’

અપવાસના ફાયદા

શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ ઇન્ટરનલ સફાઈ તથા ટૉક્સિનને શરીરની બહાર ધકેલવા માટે અપવાસ કેવી રીતે ઉપયોગી થાય છે એ જોઈએ.  

અપવાસ શરીર માટે સર્જરી વિનાનું ઑપરેશન છે. સારવારની મોસ્ટ બાયોલૉજિકલ મેથડ છે.

પાચનશકિત તેજ કરે એથી પાચનક્રિયાને લગતી તકલીફોમાં રાહત મળે છે.  

ન્યુરોસાયન્ટિસ્ટોના કહેવા પ્રમાણે ‘સ્મોલ મીલ એટ રેગ્યુલર ઇન્ટરવલ’ લેવામાં આવે તો લાંબુ જીવન મેળવી શકાય છે.

હવે તમે નક્કી કરો કે તમે કેવો અપવાસ કરશો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK