ફેશન ટ્રેન્ડઃઉનાળામાં કૂલ લુક આપશે ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ

Published: Apr 09, 2019, 10:19 IST

ફેશન વર્લ્ડમાં કલર, ડિઝાઇન અને પ્રિન્ટનું રોટેશન સતત ચાલ્યા કરે છે. થોડા સમય પહેલાં આઉટડેટેડ ગણાતી ડિઝાઇન બે-પાંચ વર્ષે નવા ઇનોવેશન સાથે ફરીથી માર્કેટમાં આવી જાય છે.

શિલ્પા શેટ્ટી (ફાઈલ ફોટો)
શિલ્પા શેટ્ટી (ફાઈલ ફોટો)

ફેશન વર્લ્ડમાં કલર, ડિઝાઇન અને પ્રિન્ટનું રોટેશન સતત ચાલ્યા કરે છે. થોડા સમય પહેલાં આઉટડેટેડ ગણાતી ડિઝાઇન બે-પાંચ વર્ષે નવા ઇનોવેશન સાથે ફરીથી માર્કેટમાં આવી જાય છે. ૨૦૧૯માં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ ફરી ફૅશન ટ્રેન્ડ બની છે. ગરમીમાં fવેત અને આછા રંગનાં સિમ્પલ કૉટનનાં વસ્ત્રો પહેરીને કંટાળી ગયા હો તો આ વર્ષે ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ ટ્રાય કરો. કૉટન મટીરિયલમાં આ પ્રિન્ટ તમને કૂલ ઍન્ડ ટ્રેન્ડી લુક આપશે.

કૉટનના જાડા કાપડ પર કરવામાં આવતી આ પ્રિન્ટમાં મોટા ભાગે ડાર્ક કલર વપરાય છે. આપણે ત્યાં કચ્છની બાંધણી અને લહેરિયામાં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ પહેલેથી જ પૉપ્યુલર રહી છે. વાઇટ કૉટન મટીરિયલ પર ડિફરન્ટ કલર્સ વાપરી ડાઈને સ્પ્રેડ કરી ડિઝાઇન બનાવવામાં આવે છે. બાંધણી ઉપરાંત હવે કુર્તી, લૉન્ગ સ્કર્ટ, ક્રૉપ ટૉપ, ટી-શર્ટ અને શર્ટ જેવા આઉટફિટમાં પણ જોવા મળતાં ફૅશન ટ્રેન્ડ બની ગઈ છે. ટાઈ ઍન્ડ ડાઈ કરેલાં શર્ટ તો યુનિસેક્સ છે.

આ પણ વાંચોઃ વેડિંગ સીઝનમાં આ લિપસ્ટિકના કલર થઈ રહ્યા છે ટ્રેન્ડ, કરો એક નજર

ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટની શોધ આમ તો ભારતમાં જ થઈ છે, પરંતુ સાડી સિવાયનાં વસ્ત્રોમાં એની પૉપ્યુલારિટી વેસ્ટર્ન કલ્ચરને આભારી છે. વર્ષ ૨૦૧૪માં કચ્છના અલી મહમદ ઓસમાણને બાંધણીમાં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ માટે રાષ્ટ્રીય અવૉર્ડ આપવામાં આવ્યા બાદ આ પ્રિન્ટ કેટલાક વિદેશી ફૅશન ડિઝાઇનરોના ધ્યાનમાં આવી હતી. જોકે, સાઠના દાયકામાં આ પ્રિન્ટ કાઉન્ટર કલ્ચરના પ્રતીક તરીકે ઓળખાતી હતી. રૂઢિચુસ્ત સમાજમાં રંગભેદની નીતિનો વિરોધ કરતી આ ફૅશન દ્વારા સ્વતંત્રતાની અભિવ્યક્તિનો સંદેશ પાઠવવામાં આવતો હતો. પૉલિટિકલ પ્રતિક્રિયા માટે વપરાતી ટાઇ ઍન્ડ ડાઈ પ્રિન્ટે હવે ફૅશનજગતમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ કરેલા વેસ્ટર્ન ડ્રેસ યંગસ્ટર્સને સેકસી અને કુર્તી અને ડ્રેસ જેવા આઉટફિટ મહિલાઓને કૂલ લુક આપે છે. માત્ર, ડ્રેસ જ નહીં, શૂઝ અને બૅગ્સમાં પણ ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ પૉપ્યુલર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK