Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > દરેક સીઝનમાં એલીગેન્ટ અને ફેશનેબલ લૂક્સ માટે કૅરી કરો ખાદીના આઉટફીટ્સ

દરેક સીઝનમાં એલીગેન્ટ અને ફેશનેબલ લૂક્સ માટે કૅરી કરો ખાદીના આઉટફીટ્સ

10 July, 2019 04:53 PM IST | મુંબઈ ડેસ્ક

દરેક સીઝનમાં એલીગેન્ટ અને ફેશનેબલ લૂક્સ માટે કૅરી કરો ખાદીના આઉટફીટ્સ

ખાદી

ખાદી


કૂદરતી અને ઑર્ગેનિક ફેબ્રિક ખાદી, ઉનાળામાં પણ સારી પસંદગી છે કારણકે તે હાથના વણાટ કામથી બને છે. તેમજ ખાદી શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડી રહે છે. તેમ જ ખાદી સ્કીન ફ્રેન્ડલી પણ છે અને તેથી મોંઘુ કાપડ હોવા છતાં લોકો ખાદી પ્રત્યે આકર્ષિત થતાં હોય છે. ખાદીને શિફૉન, જોર્જટ અને અન્ય ફેબ્રિક સાથે મિક્સ એન્ડ મેચ કરીને પણ પહેરી શકાય છે. બ્લૉક પ્રિંટિંગ, માર્બલ પ્રિન્ટ, જર્દોઝી અને ફુલકારીવાળા ખાદીના આઉટફીટ્સ હાલ ટ્રેન્ડમાં છે.

ખાદીની સાડી
રેગ્યુલર વેર માટે પ્લેન ખાદીની સાડી ખરીદી શકાય છે. જો કે બે શેડ્સની સાડી પણ ખૂબ લોકપ્રિય છે. ખાસ અવસરે ગોલ્ડન બોર્ડરવાળી જર્દોઝી એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરવી. પ્રિન્ટ્સમાં હાલ બ્લૉક પ્રિન્ટની ધૂમ છે. સ્ટાઇલિશ લૂક માટે ખાદીના શર્ટ બ્લાઉઝ ટ્રાય કરવા.



khadi sarees


 

ખાદી ડેનિમ
ગરમીથી બચવા માટે જિન્સ સિવાય ખાદી ડેનિમ પહેરી શકો છે. તેની સાથે ઑફ શૉલ્ડર ટૉપ, ટી શર્ટ, શૉર્ટ કુર્તી પણ પહેરી શકાય છે. ફૉર્મલ લૂક માટે ઑફિસમાં ખાદીથી બનેલા ટ્રાઉઝરને પણ પોતાના વૉર્ડ્રોબમાં ખાસ જગ્યા આપી શકો છો. ડેનિમની જેમ ખાદીના ટ્રાઉઝર્સ પણ હાલ ખૂબ જ જોવા મળે છે.


ખાદીના કુર્તા
પ્યોર દેસી લૂક્સ જોઇતા હોય તો ખાદીના કુર્તા યોગ્ય પસંદગી છે. આમાં કોઈ ઑપ્શન્સ છે. ખાદી સલવાર-સૂટ, અનારકલી, હાઇ-લો લેન્થવાળી કુર્તી કે સ્ટ્રેટ કટ કુર્તી હાલ ટ્રેન્ડમાં છે. તેમણે લેગિન્સ. પેન્ટ, સલવાર, પટિયાલા સાથે મેચ કરી શકાય છે.

ખાદી સ્કર્ટ
ખાદીના સ્કર્ટ અને લહેંગા પણ પહેરી શકાય છે. હાલમાં ડિઝાઇનર્સ ખાદીના બ્રાઇડલ લહેંગા પણ તૈયાર કરાવે છે. લાઇટ વેટ ખાદીના લહેંગા વેડિંગ માટે સારી ચૉઇસ બની શકે છે.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

ખાદી ટૉપ્સ
નોર્મલ જિન્સ સાથે ખાદી ટૉપ અથવા ક્રૉપ ટૉપ પહેરી શકાય છે. ક્રૉપ ટૉપને એથનિક સ્કર્ટ, રૈપ સ્કર્ટ સિવાય લૂઝ પેન્ટ્સ સાથે પણ પહેરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 04:53 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK