Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફરાળી ઢોસા

06 August, 2012 06:13 AM IST |

ફરાળી ઢોસા

ફરાળી ઢોસા


farali-dosa




આજની વાનગી


સામગ્રી

  • ત્રણ કપ મોરૈયો
  • એક કપ સાબુદાણા
  • અડધો કપ દહીં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઢોસા બનાવવા માટે ઘી અથવા તેલ

મસાલો બનાવવા માટે

  • બે કપ સમારેલા બાફેલા બટેટા
  • એક ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • એક ચમચી લીંબુનો રસ
  • એક ચમચી તેલ
  • અડધી ચમચી સાકર
  • અડધી ચમચી જીરુ
  • ૪-૫ મીઠા લીમડાનાં પાન
  • અડધી ચમચી જીરુનો પાઉડર
  • એક ચમચી સમારેલી કોથમીર

રીત

સાબુદાણા અને મોરૈયાને ૩-૪ કલાક સુધી જુદા-જુદા પલાળો. હવે બન્નેને મિક્સરમાં જુદા-જુદા પીસી લો અને ત્યાર બાદ એક બાઉલમાં લઈ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. આ ખીરાને ૩-૪ કલાક સુધી રહેવા દો. હવે મસાલો તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને જીરુ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરો. લીલાં મરચાં ઉમેરો. ત્યાર બાદ એમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો. મીઠું, જીરુ પાઉડર, લીંબુનો રસ અને સાકર ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે કોથમીર ભભરાવી મિક્સ કરો અને અલગ રાખો. હવે ઢોસા બનાવવા માટે પલાળેલા ખીરાને બરાબર હલાવો. હવે એક નૉનસ્ટિક પૅન ગરમ કરો. થોડું તેલ અથવા ઘી લગાવી તૈયાર કરેલા ખીરામાંથી ઢોસા ઉતારો. આ ઢોસા નૉર્મલ ઢોસા કરતાં થોડા જાડા રાખવા. ઢોસા બરાબર ચડી જાય એટલે તૈયાર કરેલો બટેટાનો મસાલો વચ્ચે મૂકી ફોલ્ડ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી ગળ્યાં દહીં સાથે પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 06:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK