IIIT ના વિદ્યાર્થીને ફેસબુકે કરોડોની નોકરી ઑફર કરી

Published: Nov 07, 2019, 10:50 IST | Mumbai

દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇઆઇઆઇટી)ના એક વિદ્યાર્થીને ફેસબુક (યુએસ)એ કરોડોની નોકરી ઑફર કરી છે. આ ઑફર દિલ્હી સરકારના આ ઇન્સ્ટિટ્યૂટનું અત્યાર સુધીનું રેકૉર્ડ પ્લેસમેન્ટ પ્રપોઝલ છે.

ફેસબુક ઓફિસ
ફેસબુક ઓફિસ

(જી.એન.એસ.) દિલ્હી ખાતે આવેલ ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇઆઇઆઇટી)ના એક વિદ્યાર્થીને ફેસબુક (યુએસ)એ કરોડોની નોકરી ઑફર કરી છે. આ ઑફર દિલ્હી સરકારના આ ઇન્સ્ટિટ્યૂટનું અત્યાર સુધીનું રેકૉર્ડ પ્લેસમેન્ટ પ્રપોઝલ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુક (યુએસ) દ્વારા આઇઆઇઆઇટીના એક સ્ટુડન્ટને ૧.૪૫ કરોડથી વધુની નોકરીનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

Facebook એ અન્ય બે વિદ્યાર્થીને પણ કરી ઓફર
આ વાર્ષિક પૅકેજ કમ્પ્યુટર સાઇન્સના વિદ્યાર્થીને આપવામાં આવ્યું છે. આ સાથે અન્ય બે વિદ્યાર્થીઓને ૪૩ લાખ રૂપિયા અને ૩૩ લાખ રૂપિયાના પૅકેજની ઑફર કરવામાં આવી છે. આ વખતે ૨૦૨૦માં ગ્રેજ્યુએશન પૂરું કરનાર વિદ્યાર્થીઓને ૩૧૦ નોકરીઓનો પ્રસ્તાવ મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની ૨૫૨ ઑફર મળી છે. દિલ્હી સરકારના આઇઆઇઆઇટીના વિદ્યાર્થીનો અત્યાર સુધી વિદ્યાર્થીઓનું સરેરાશ પૅકેજ ૧૬.૩૩ લાખ રૂપિયા છે જેમાં યુજી અને પીજી પ્રોગ્રામ બન્ને સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK