દુનિયાની ટૉપ 10 બ્રાન્ડની યાદીમાંથી બહાર થયું Facebook, આ કંપનીને મળ્યું પહેલું સ્થાન

Published: Oct 19, 2019, 15:22 IST | મુંબઈ

ફેસબુક દુનિયાની ટોચની 10 બ્રાન્ડની યાદીમાંથી બહાર થયું છે. આ યાદીમાં આ જાણીતી કંપનીને પહેલું સ્થાન મળ્યું છે.

(તસવીર સૌજન્યઃPixabay)
(તસવીર સૌજન્યઃPixabay)

ફેસબુક દુનિયાના ટોચની 10 બ્રાન્ડની લિસ્ટમાંથી બહાર થઈ ગયું છે. પ્રાઈવસી સ્કેન્ડલ અને લાંબી તપાસ પ્રક્રિયાઓના કારણે ફેસબુકે દુનિયાની દસ સૌથી વેલ્યુએબલ બ્રાન્ડમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. આ વખતે ફેસબુક આ યાદીમાં 14માં સ્થાને છે. જ્યારે ગૂગલ આ યાદીમાં છે.

બે વર્ષ પહેલા આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ આ લિસ્ટમાં આઠમાં સ્થાને આવી હતી. આ લિસ્ટમાં એપલ ટોચ પર છે અને તેના પછી ગૂગલ અને એમેઝોન છે. આ યાદીમાં માઈક્રોસૉફ્ટ ચોથા સ્થાને છે. તો કોકા-કોલા પાંચમાં અને સેમસંગ છઠ્ઠા સ્થાને છે. યાદીમાં સાતમું સ્થાન ટોયોટા કંપનીને મળ્યું છે. જે બાદ મર્સિડીઝ કંપની આઠમાં સ્થાને છે. તો મેકડોનાલ્ડ્સને નવમું અને ડિઝનીને દસમું સ્થાન મળ્યું છે.

મહત્વનું છે કે ફેસબુક પ્રાઈવસીના ઉલ્લંઘનને લઈને યૂએસ ફેડર ટ્રેડ કમિશનની સામે સેટલમેન્ટના રૂપમાં 5 બિલિટન ડૉલર ચુકવવા માટે તૈયાર થયું છે. સ્વતંત્ર રિસર્ચ ફર્મ  Ponemon ઈન્સ્ટીટ્યૂટે 2018માં કરેલા એક સર્વે અનુસાર, 87 મિલિયન યૂઝર્સને પ્રભાવિક કરનારા કેમ્બ્રજિ એનાલિટિક ડેટા સ્કેન્ડલ બાદ, યૂઝર્સનો ફેસબુકમાં વિશ્વાસ 66 ટકા જેટલો ઓછો થઈ ગયો છે.

આ પણ જુઓઃ વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

સર્વેના અનુસાર, માત્ર 28 ટકા ફેસબુક યૂઝર્સ જ માને છે કે કંપની પ્રાઈવસીને લઈને જવાબદાર છે. આ આંકડો પહેલા 79 ટકા હતો. રિસર્ચ ફર્મે જણાવ્યું કે, અમને જણાયું છે કે લોકો તેમની પ્રાઈવસી વિશે ઉંડાણપૂર્વક વિચારી રહ્યા છે. લોકો ફેસબુકની પ્રાઈવસીના ઉલ્લંઘનના મામલાને લઈને ગંભીર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK