કોફી દિવસમાં આટલા કપ પીશો તો હ્યદય, મગજ, લિવરને નુકસાન નહીં થાય

Mumbai | Aug 15, 2019, 21:35 IST

ઘણા લોકો કહે છે કે કોફી કે ચાની આદત પડી જાય એ શરીર માટે સારૂ ન કહેવાય. તો ઘણા લોકો એવું પણ માને છે કે, કોફી અને ચા પીધા પછી મગજને શાંતિ મળે છે અને તે ફરીથી કામમાં લાગી જાય છે. કોફી પીવાથી મૂડ જરૂર સારો થઈ જાય છે.

કોફી દિવસમાં આટલા કપ પીશો તો હ્યદય, મગજ, લિવરને નુકસાન નહીં થાય

Mumbai : ઘણા લોકો કહે છે કે કોફી કે ચાની આદત પડી જાય એ શરીર માટે સારૂ ન કહેવાય. તો ઘણા લોકો એવું પણ માને છે કે, કોફી અને ચા પીધા પછી મગજને શાંતિ મળે છે અને તે ફરીથી કામમાં લાગી જાય છે. કોફી પીવાથી મૂડ જરૂર સારો થઈ જાય છે. પરંતુ શું તે તમારા શરીર માટે ફાયદાકારક છે કે નહીં તેના અંગે આરોગ્ય નિષ્ણાતોમાં અવાર-નવાર વિવિધ મત-મતાંતર જોવા મળ્યા છે.

નિષ્ણાંતોના મતે દિવસના 25 કપ કોફી પીશો તો પણ તે નુકસાન કારક નથી
હાલમાં જ થયેલા સંશોધન પછી હવે તમારે દિવસના કેટલા કપ કોફી પીવી જોઈએ એ બાબતની ચિંતા છોડી દેવી જોઈએ. માત્ર
2 કે 4 કપ જ નહીં પરંતુ તમે દિવસ દરમિયાન 25 કપ કોફી પીશો તો પણ તમને નુકસાન નહીં થાય. અગાઉના અધ્યાસમાં એવું માનવામાં આવતું હતું કે કોફી પીવાથી શરીરની ધમનીઓને નુકસાન પહોંચે છે. જોકે, કોફીનું સેવન આપણી ધમનીઓ માટે એટલું ખરાબ નથી, જેટલું અગાઉના અભ્યાસોમાં માનવામાં આવ્યું છે. આ પહેલાનું સંશોધકો એવું કહેતા હતા કે, કોફી પીવાથી ધમનીઓની લવચિક્તા સમાપ્ત થઈ જાય છે અને તે કડક થઈ જાય છે. જેના કારણે હૃદયને વધુ તાકાત લગાવવી પડી છે અને વ્યક્તિ માટે હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ વધી જાય છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

લંડન યુનિવર્સિટીએ 8 હજાર લોકો પર કર્યો સર્વે
બ્રિટનની ક્વીન મેરી લંડન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ સરવેમાં 8000 લોકોને સામેલ કર્યા હતા. અભ્યાસ પછી જાણવા મળ્યું કે, કોફી પીવાથી ધમનીઓ કડક થઈ જવાના અગાઉના અભ્યાસ પરસ્પર વિરોધી હતા. તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે તેને સર્વમાન્ય માની શકાય નહીં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK