Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જિમમાં કસરત કરતી વખતે ન કરવા જેવી કેટલીક ભૂલો

જિમમાં કસરત કરતી વખતે ન કરવા જેવી કેટલીક ભૂલો

17 August, 2012 09:48 AM IST |

જિમમાં કસરત કરતી વખતે ન કરવા જેવી કેટલીક ભૂલો

જિમમાં કસરત કરતી વખતે ન કરવા જેવી કેટલીક ભૂલો


 

 



(રુચિતા શાહ)


 

નવું-નવું જિમ જૉઇન કર્યું હોય અને મસલ્સ પેઇન થાય એ સ્વાભાવિક છે, કારણ કે હજી તમારા બૉડીને કસરતની આદત નથી પડી, પરંતુ જિમ જૉઇન કરીને મહિનો થઈ ગયા બાદ પણ કસરત કર્યા પછી શરીરમાં દુખાવો થયા કરે છે? જિમમાં કસરત કરતા સમયે ક્યારેક વાગી ગયું હોય એવું બન્યું છે? તો સાવચેત થઈ જાઓ. બની શકે કે તમારી જિમમાં વર્કઆઉટ કરવાની પૅટર્ન જ ખોટી હોય. જે વર્કઆઉટ કરતા હો એમાં તમારું બૉડી-પૉર અયોગ્ય હોય. જો આ બાબત તરફ ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે સાંધાનો દુખાવો કે શરીરના કોઈ અવયવમાં મોચ આવવાથી લઈને કાયમી ખોડખાંપણ રહી શકે છે.


 

વૉર્મ-અપમાં ખાસ ધ્યાન

વૉર્મ-અપ કસરત કરતી વખતે મોટા ભાગે થતા ગોટાળા વિશે મિકી મહેતા કહે છે, ‘જિમમાં જસ્ટ એન્ટર થયા બાદ જ વૉર્મ-અપ કરવાનું હોય એટલે કસરત કરનારામાં એનર્જી તો ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે આવ્યા પછી દે ધનાધન વૉર્મ-અપ કરવા માંડે છે જે જોખમી છે. વૉર્મ-અપ એક્સરસાઇઝ કરો ત્યારે એ ખૂબ હળવાશથી અને ધીમે-ધીમે કરવી જોઈએ. એમાં શરીરને ઝટકા આપીને ઊઠક-બેઠક ન કરવી જોઈએ. ઝૂકતા સમયે શરીરના પાછળના ભાગનું ખાસ ધ્યાન રાખવું. ઑકવર્ડ ઍન્ગલમાં કસરતો ન કરવી. ઘરે જો કસરત કરતા હો તો બને એટલી સિમ્પલ કસરતો જ કરવી.’       

                                                              

હવે જોઈએ કેટલીક એવી ભૂલો જે મોટા ભાગે જિમમાં કસરત કરતા સમયે લોકો કરતા હોય છે.

 

ઝટકા ન મારવા


જિમમાં કસરત કરતી વખતે તમારા બૉડીને કે બૉડીવેઇટને ઝટકો ન લાગે એનું ધ્યાન રાખવું, કારણ કે એનાથી ઈજા થવાની શક્યતા છે. તમારે જે મસલ્સ બનાવવા છે એ માટે સ્મૂધ વેઇટ-ટ્રેઇનિંગ જરૂરી છે. ઑકવર્ડ પોઝિશનમાં બૉડીને ટ્વિસ્ટ કરવાથી કે ઝટકો આપવાથી સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ અને ફ્રૅક્ચર પણ થઈ શકે છે.

 

ઝરા હોલે હોલે


એકદમ ઝપાટાબંધ કસરત કરવા મંડી પડવું એ ખોટી રીત છે, કારણ કે એનાથી તમારો કસરત કરવાનો હેતુ પાર પડવાનો નથી. મસલ્સની સાઇઝ અને સ્ટ્રેંગ્થ વધારવી હોય તો ધીરે રહીને સ્મૂધલી કસરત કરશો તો જ એનો કોઈ મતલબ છે. થોડો સમય ફાળવીને શાંતિથી વર્કઆઉટ કરો.

 

ઉભડક બેસો ત્યારે


પુશ-અપ્સ કે વેઇટલિફ્ટિંગ માટે ઉભડક પગે નીચે બેસો ત્યારે શરીર સીધી રેખામાં હોય અને પ્રૉપર બૅલેન્સ જળવાય એનું ધ્યાન રાખવું. આગળ કે પાછળ વધારે પડતું ઝૂકવું નહીં. ખભા ટટ્ટાર રાખવા, ગરદન સ્ટ્રેટ રાખવી અને બન્ને ઘૂંટણ સાથે મળીને શરીરનું સંતુલન યોગ્ય જળવાય એનું ધ્યાન રાખવું.

 

સંપૂર્ણ કરો


જ્યારે પણ તમે કોઈ કસરત કરો તો ધ્યાનમાં રાખો કે એને પૂરી રીતે કરો. એટલે કે વેઇટલિફ્ટિંગ કે પુશ-અપ્સમાં ઊઠક-બેઠક કરતી વખતે પહેલાં સંપૂર્ણ ઊભા થાઓ અને સંપૂર્ણ બેસો. ઊભા થયા ન થયા અને ફટ કરતાં બેસી જવાની ભૂલ ક્યારેય ન કરશો. એનાથી તમારા સ્નાયુની સ્થિતિસ્થાપકતા અને સ્ટ્રેંગ્થ બન્ને વધશે.

 

એક જ પ્રકારનું વર્કઆઉટ


પ્રૅક્ટિસથી પર્ફેક્શન આવે છે એ વાત સાચી, પરંતુ એક્સરસાઇઝ માટે તો નહીં જ, કારણ કે એક જ પ્રકારનું વર્કઆઉટ વારંવાર કરતા રહેવાથી એક ઘરેડમાં બંધાઈ જશો, જે સ્ટ્રેંગ્થ અને બૉડીબિલ્ડિંગ એમ બન્ને માટે અયોગ્ય છે. માટે દર ૧૫ દિવસે કે મહિને તમારે તમારી વર્કઆઉટ પૅટર્નમાં ફેરફાર કરતા રહેવું જોઈએ.

 

સુપરવિઝન મસ્ટ


જિમમાં કસરત કરનારા લોકોએ ફરજિયાત સુપરવાઇઝરની દેખરેખ હેઠળ જ કસરત કરવી એમ જણાવીને ફિટનેસ-એક્સપર્ટ મિકી મહેતા કહે છે, ‘જ્યારે પણ કોઈ હેક્ટિક એક્સરસાઇઝ કરો તો એમાં તમને ગાઇડ કરવા માટે ટ્રેઇનર તો હોવો જ જોઈએ. તેની એક્સપર્ટાઇઝનો પ્રૉપર તકાજો કાઢીને આગળ વધવું, કારણ કે અયોગ્ય ટ્રેઇનરનાં ગાઇડન્સ પણ જોખમી નીવડી શકે છે. તમારી બૉડી-ટાઇપ અને સ્ટૅમિના જોઈને ટ્રેઇનર તમને કઈ કસરત કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપે છે. એમાં જરાક ચૂક ઘણી વાર મોટી મુસીબત ખડી કરી શકે છે. જિમમાં નવા આવેલા લોકો જ નહીં, જૂના લોકોએ પણ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ કસરત કરવી જોઈએ, કારણ કે કેટલીક વાર રેગ્યુલર કસરત કરનારા લોકો પણ એકની એક કસરતમાં પૉશ્ચરમાં ગોટાળો કરી શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2012 09:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK