કિચનને બનાવો ઇકો-ફ્રેન્ડ્લી

Published: 30th August, 2012 06:08 IST

રોજબરોજના વપરાશની ચીજોમાં થોડી તકેદારી રાખશો તો ગ્રીન કિચન બનાવવું આસાન બનશે

green-kitchenઆપણે ઘરમાં એવી કેટલીયે ચીજો વાપરીએ છીએ જે પર્યાવરણને નુકસાન કરે છે અને એમાં કિચન મોખરે છે. કિચનમાં જાણેઅજાણે વપરાતી ચીજો ઇકો-ફ્રેન્ડ્લીના કૉન્સેપ્ટથી ખૂબ દૂર હોય છે. જો અહીં થોડું ધ્યાન રાખવામાં આવે તો કિચન મારફત પર્યાવરણને થતું નુકસાન ટાળી શકાય છે. જોઈએ કઈ રીતે આ શક્ય બની શકે.

ઢાંકીને રસોઈ બનાવો

આ વાત ખૂબ સામાન્ય છે, પણ મોટા ભાગે લોકો એને ફૉલો કરવાનું ટાળતા હોય છે. જો ખરેખર રસોઈ વાસણને ઢાંકીને બનાવશો તો તમારો રસોઈ બનાવવામાં લાગતો સમય અને ગૅસનું બિલ બન્નેમાં ૭૫ ટકા જેટલી બચત થશે તેમ જ શાકભાજીનાં ન્યુટ્રિશન્સ બાષ્પરૂપે ઊડી જવાને બદલે ખોરાકમાં અકબંધ રહેશે.

ઑર્ગેનિક ફૂડ

આજના સમયમાં ઑર્ગેનિક ગ્રીન હબ્ર્સ, વેજિટેબલ, ફ્રૂટ અને અનાજ શોધવું કોઈ અઘરું કામ નથી. હાઈ-એન્ડ સ્ટોર્સ અને મૉલમાં આવું ઑર્ગેનિક ફૂડ આસાનીથી મળી રહે છે. અસલમાં ઑર્ગેનિક એટલે એવી વસ્તુઓ જેને ઉગાડવામાં કોઈ પણ પ્રકારનાં કેમિકલયુક્ત ખાતર અને ફર્ટિલાઇઝર, ઍન્ટિ-બાયોટિક્સ કે ગ્રોથ-હૉમોર્ન્સનો ઉપયોગ થયો ન હોય. ફક્ત દાળ-ચોખા અને ફ્રૂટ્સ જ નહીં, બજારમાં મળતું ઑર્ગેનિક ચીઝ અને તેલ પણ વાપરી શકાય.

કિચન ગાર્ડન

એક્સપર્ટની થોડી હેલ્પ લઈને તમે પોતાનું જ એક નાનું કિચન ગાર્ડન બનાવી શકો છો. ઓછી જગ્યામાં પણ એક નાના ખૂણામાં કે પછી કિચનની વિન્ડોની બહાર બનાવેલા ગાર્ડનમાં તમે તેજાના કે વેજિટેબલ્સ વાવી શકો છો. આ એક ઉપયોગી અને મજેદાર કૉન્સેપ્ટ બનશે, કારણ કે શાકભાજી અને તેજાના પણ પોતાના ઘરમાં વાવેલાં હોય તો એ રસોઈની મજા જ કંઈ ઑર હશે. અહીં તમારે જંતુનાશકોથી થતા નુકસાનની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે.

પ્લાસ્ટિક પર બૅન

સુધરાઈએ હવે પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે હંમેશાં કપડાની એક થેલી તમારા પર્સમાં સાથે જ રાખો, જેથી ક્યારેય કંઈ ખરીદવાનું મન થઈ જાય તો પ્લાસ્ટિકની બૅગ ન લેવી પડે. જો ટિપિકલ કપડાની થેલી હાથમાં રાખવી ન ગમતી હોય તો હવે બજારમાં સ્ટાઇલિશ કપડાની થેલીઓ મળી રહે છે જે તમારા માટે એક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બનશે અને પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરવાથી પણ બચાવશે.

ફૂડને ઓવરકુક ન કરો

ફૂડને ગરમ કરવામાં રાંધવા કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ગૅસ વપરાય છે અને હા, જ્યારે તમારું ફૂડ રંધાઈ જાય તો તરત ગૅસ બંધ કરી દો અને પૅન પર ઢાંકણ ઢાંકી દો. હવે અંદરની હીટથી જ ખોરાકને બાકી હોય એટલો રંધાવા દો.

કાચું ખાઓ

ઑર્ગેનિક વેજિટેબલમાંથી બનેલું અને ઑલિવ ઑઇલમાં ટોસ કરેલું ફ્રેશ સૅલડ હેલ્ધીએસ્ટ ફૂડમાંનું એક છે. આ જ રીતે ક્રીમ્સથી ભરપૂર ડિઝર્ટ કરતાં એક બાઉલ ભરીને તાજાં કાપેલાં ફળો ખાઓ. જૂસ, કૉફી કે ચા કરતાં આ સારું સબ્સટ્યૂટ છે.

સૉસ ઘરમાં જ બનાવો

બૉટલમાં રેડીમેડ મળતી પ્રોડક્ટ્સમાં સિન્થેટિક પ્રિઝર્વેટિવ્સ અને રંગની માત્રા ભરપૂર હોય છે, પણ જો તમે સૉસ ઘરમાં જાતે જ બનાવશો તો એની તાજી ફ્લેવર પણ તમને મળશે અને દરેક વખતે નકામી કાચ તેમ જ પ્લાસ્ટિકની બૉટલ્સમાં જમા થતા જન્કથી પણ બચી શકશો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK