Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વાઇરસ અને બેક્ટેરિયા સામે જીતવા ખોરાકમાં આ ચીજો ઉમેરો

વાઇરસ અને બેક્ટેરિયા સામે જીતવા ખોરાકમાં આ ચીજો ઉમેરો

20 March, 2020 05:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વાઇરસ અને બેક્ટેરિયા સામે જીતવા ખોરાકમાં આ ચીજો ઉમેરો

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખોરાક મહત્વનો ભાગ ભજવે છે

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખોરાક મહત્વનો ભાગ ભજવે છે


તંદુરસ્તી માટે રોગ પ્રતિકારક શક્તિ સૌથી અનિવાર્ય પાસું છે. એ હકીકત છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ પ્રકારની માંદગી કે ઇન્ફેક્શન સામે લડત આપવામાં અવરોધરૂપ બની શકે છે. પણ જો તમારો ખોરાક સંતુલિત હોય તો તમારા શરીરને તેનો લાભ ચોક્કસ મળશે. મોટાભાગના સામાન્ય દર્દો, શરદી, ફ્લુ કે ઇન્ફેક્શન સામે ટકી રહેવામાં યોગ્ય ડાયટ મહત્વનો ભાગ ભજવે છે.

તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેનો અર્થ એમ નથી કે તમે ક્યારેય માંદા પડશો જ નહીં. પરંતુ તેનો અર્થ એમ કે જો તમને કોઈ ઈન્ફેક્શન થાય તો તમારું શરીર એની સામે વધારે સારી રીતે લડત આપી શકશે અને તમારી રિકવરી ઝડપી હશે. જાણીએ કે કેવો ખોરાક ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ બહેતર થઈ શકે છે.



વિટામીન સી એક સુપરસ્ટાર પોષક તત્વ છે રસમાં રહેલું હોય છે તથા રોગપ્રતિકારક શક્તિ માટે બહુ મહત્વનું છે તે કોઈપણ પ્રકારના સામાન્ય ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ છે. વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે કોષોને થતી હાની તથા કોષના અસ્તવ્યસ્ત બંધારણને રોકે છે. વિટામીન સી માટે તમે તમારા ખોરાકમાં રોજ લીંબુ, સંતરા, જામફળ, આમળાં કે કેપ્સીકમ નો ઉપયોગ કરી શકો છો 


બદામ અને સુરજમુખીના બીજમાં રહેલાં વિટામિન રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. તે ચરબીને ઓગાળે તેવું વિટામીન છે જે પ્રતિકારક શક્તિ ના કોષને પ્રવૃત્ત રાખે છે તથા બેક્ટેરિયા અને વાયરસ ની સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે. બદામ કે સૂરજમુખીના બીજને તમે ફળ સાથે અથવા તો સ્મુધીઝમાં ઉમેરીને ખાઈ શકો છો.

રોગ પ્રતિકારક શક્તિને  વધુ સારી બનાવવા માટે જેટલાં શાકભાજી ખાશો તેટલું સારું છે. રંગીન ફળો અને શાકભાજીમાં ઘણા પ્રકારના પિગમેંટ જેમકે ક્લોરોફિલ એક્સ્ટાસ્કેનથિન, બીટા કેરોટીન વગેરે રહેલાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને ઘડવામાં કામ લાગે છે. લાલ, લીલા અને પીળા કેપ્સીકમ લાલ કોબી બ્રોકલી પણ ખૂબ લાભદાયી છે.


હળદરમાં રહેલા કર્ક્યુમાઇનોડિસ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મહત્વના સાબિત થાય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી સ્નાયુઓને કરનારા તથા હીલિંગ ક્ષમતા ધરાવે છે. ઓસ્ટીઓઆર્થરાઇટીસ અને રૂમેટોઈડ આર્થરાઈટીસ માં પણ તે રાહત આપનાર સાબિત થાય છે. પારંપરિક હળદર વાળું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદર્શ પીણું છે. 
આદુ ખૂબ જ સક્ષમ એન્ટિઓક્સિડન્ટ છે અને સાહજિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિવિધ પ્રકારના વિટામિન્સ જેમકે આયરન અને કેલ્શિયમ રહેલા હોય છે. જિંજરોલને કારણે ઇન્ફ્લેશન, ગળા વગેરેનો કાયમી દુખાવો તથા બેડ કોલેસ્ટ્રોલ ના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

હેલ્ધી ગટ એટલે કે તંદુરસ્ત આંતરડું રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ અનિવાર્ય છે. રોજના આહારમાં પ્રિબાયોટિક અને પ્રોબાયોટિક ખોરાક લેવાથી આતરડામાં ગટ બેક્ટેરિયાનું પ્રમાણ જળવાઈ રહે છે.

બેરિઝ એટલે કે રસ ઝરતા ફળો, ખાસ કરીને ખાટાં ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બેરિઝ ખૂબ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. બ્લેક બેરીઝ, સ્ટ્રોબેરી અને બ્લુબેરીઝમાં ફ્લેવોનોઇડ્ઝ હોય છે જે ખૂબ જ અસરકારક એંટીઓક્સિડેંટ છે. ફળો અને શાકભાજી મોસમ પ્રમાણે જ ખાવાથી તમારું સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત બનશે એન્ટિઓક્સિડન્ટ્સ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.

જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનાં ચિફ ડાયેટિશ્યન ડેલનાઝ ટી ચંદુવાડિયાના દ્વારા.

 

 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK