Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > લૉકડાઉન દરમ્યાન આહારમાં પર્યાપ્ત પોષણની ખાતરી કઈ રીતે કરશો?

લૉકડાઉન દરમ્યાન આહારમાં પર્યાપ્ત પોષણની ખાતરી કઈ રીતે કરશો?

06 May, 2020 02:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉકડાઉન દરમ્યાન આહારમાં પર્યાપ્ત પોષણની ખાતરી કઈ રીતે કરશો?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


લૉકડાઉન દરમ્યાન ઘરમાં બેઠા છીએ ત્યારે આહારનું ધ્યાન વિશેષ રાખવું ખુબ જરૂરી છે. તમારી થાળીમાં ધ્યાન આપીને નક્કી કરવાની જરૂરૂ છે કે તમે ફક્ત તમારું પેટ ભરી રહ્યાં છો કે પછી પોષણયુક્ત આહાર આરોગી રહ્યાં છો. તમારી જમવાની થાળીમાં પોષક તત્વોની સાથે સાથે યોગ્ય પ્રમાણમાં મરી મસાલા હોવા પણ જરૂરી છે. ફક્ત કૅલેરી પર જ નહીં પરંતુ નાના-મોટા પોષખ તત્વો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

વીએલસીસીના નિષ્ણાતોએ કહ્યું હતું કે, તંદુરસ્ત ભોજન માટે ભોજનની અંદર કયા મરી-મસાલા વપરાય છે તે પણ આહાર જેટલું જ અગત્યનું છે. પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે કાદ્ય સંયોજનોનું પાલન કરવું આવશ્યક છે. આયર્નની સાથે વીટામીન સી મળી રહે તે માટે સલાડમાં લીંબુ નીચોવીને અથવા પાલક અને ટમેટાનું સલાડ લેવું જેથી બન્નેનું સંતુલન જળવાઈ રહે. રોજીંદા આહારમાં તજ, લસણ, આદુ, મેથી, કાળા મરી વગેરે મસાલાઓનો સમાવેશ કરો.



સાકરને બદલે ગોળ, રીફાઈન્ડ સાકર, પામ સૂગર, ખજૂર, મધ, તાજા ફળો વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરો. હાઈ ફાઈબર મળે તે માટે આહારમાં આખા ઘઉં, હવ, ઓટ્સ, કાળા ચણા, બાજરી, રાગી, જુવાર વગેરે લેવું જોઈએ. બને ત્યાં સુધી પ્રોસેસ્ડ ફુડ ખાવાનું ટાળો અને તાજો ખોરાક ખાવ. જીવનશૈલીમાં થોડોક ફરક લાવશો તો લૉકડાઉન દરમ્યાન પણ ધરમાં બેસીને સ્વસ્થ રહી શકશો તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.


વસ્તુઓને તેલમાં તળવાની બદલે શેકવાનું અને બાફવાનું રાખો, એ આરોગ્યપ્રદ વિકલ્પો સાબિત થશે. આહારમાં પૌષ્ટિક તત્વોના સમાવેશની સાથે જ ખોરાકનો યોગ્ય સંગ્રહ કરવો પણ જરૂરી છે. વસ્તુઓનો પ્લાસ્ટિકને બદલે સ્ટીલમાં સંગ્રહ કરો, તેવી સલાહ પણ આપી હતી


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2020 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK