સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. શું કરું?

Published: Mar 17, 2020, 16:45 IST | Dr. Ravi Kothari | Mumbai

ઇન્દ્રિયની સાઇઝ ઘટી નથી કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. યોનિપ્રવેશ સરળતાથી કરાવી શકું એટલું કડકપણું આવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૩૧ વર્ષનો છું. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે અને બે બાળકો પણ છે. લગ્ન પહેલાં મને હસ્તમૈથુનની આદત હતી એને કારણે ઇન્દ્રિયનો વધુ વિકાસ થતો અટકી ગયો છે. જોકે પત્નીને સંતોષ આપી શકું છું. હમણાંથી હસ્તમૈથુન સદંતર બંધ છે, પરંતુ સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. ઇન્દ્રિયની સાઇઝ ઘટી નથી કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. યોનિપ્રવેશ સરળતાથી કરાવી શકું એટલું કડકપણું આવે છે. શીઘ્રપતનને કારણે મારી પત્નીને સંતોષ નથી મળતો. ક્યારેક સવારે ઊઠું ત્યારે યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે અને એ પછી પેનિસમાંથી ટીપાં જેવું નીકળતું હોય એવું લાગે છે. આવી સમસ્યા દર વખતે નથી થતી પણ ક્યારેક જ થાય છે. જે દિવસે એવું થાય ત્યારે ખૂબ નબળાઈ લાગે છે.

જવાબ : હસ્તમૈથુન કરવાથી પેનિસની સાઇઝમાં કોઈ જ વધારો કે ઘટાડો થાય એ વાતમાં કોઈ તથ્ય નથી. પેનિસ એ સ્નાયુઓનો બનેલો અવયવ છે. ઘણા પુરુષો એ સંકોચાઈ જાય છે એવી ભ્રમણા સેવીને માનસિક સમસ્યાના શિકાર બને છે. તમને જો યોગ્ય ઉત્તેજના આવતી હોય, પણ એ લાંબો સમય ટકતી ન હોય તો ડૅપોક્સિટિન નામની ગોળી ૩૦ મિલિગ્રામમાં લઈ શકો છો. સમાગમના એકથી બે કલાક પહેલાં એ લેવાની હોય છે. એનાથી આવેલી ઉત્તેજના લાંબો સમય ટકી રહેશે.

સવારે પેનિસમાંથી ક્યારેક પાણી જેવું પડે છે એ કદાચ જોરપૂર્વક મળ કાઢતી વખતે થતું હશે. આવું થવું સામાન્ય છે. સવારે ઊઠીને યુરિન દરમ્યાન ક્યારેક જ બળતરા થતી હોય તો એનું સાદું કારણ ઓછું પાણી પીવાની આદત હોઈ શકે. રોજ અઢીથી ત્રણ લીટર પાણી પીવાનું રાખશો તો પેશાબ છૂટથી થશે અને બળતરા મટશે. જરૂર પડ્યે ધાણા અને જીરું નાખીને ઉકાળેલું પાણી ઠારીને રોજ બેથી ચાર ગ્લાસ પીવાનું રાખો. એમ કરવાથી યુરિનરી ટ્રૅક્ટની બળતરા શાંત થશે. ત્રણ-ચાર દિવસ આ પ્રયોગ કરો, છૂટથી પેશાબ આવ્યા પછી પણ બળતરા ન શમે તો યુરિનની રૂટીન અને કલ્ચર ટેસ્ટ કરાવી લેવો. જો ઇન્ફેક્શન હોય તો

 ખબર પડશે. આવા સંજોગોમાં ફૅમિલી-ડૉક્ટરને મળીને યોગ્ય દવાનો કોર્સ કરાવી લેવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK