આપણી હાલની લાઇફસ્ટાઇલથી પેટ અને લિવર બહુ ખુશ છે

Published: 28th July, 2020 09:37 IST | Bhakti D Desai | Mumbai

આજે વર્લ્ડ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે ખુશખબર એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વખતે લિવર અને પેટના રોગોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હંમેશાં ઘરનું બનેલું ફ્રેશ ફૂડ જ ખાઓ એવી સલાહ આપીને ડૉક્ટરો થાક્યા, પણ હાલમાં લૉકડાઉનને કારણે આપમેળે જન્ક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું પ્રમાણ નહીંવત થઈ ગયું છે જેની નોંધપાત્ર પૉઝિટિવ અસર હવે ડૉક્ટરો પણ જોઈ રહ્યા છે. આજે વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે ત્યારે જાણીએ ડૉક્ટર પાસેથી કે છેલ્લા બે-ત્રણ મહિનામાં ટાઇફૉઇડ અને હેપેટાઇટિસ- એ અને ઈનું ઇન્ફેક્શન બહુ જ ઘટી ગયું છે

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી લોકો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત થઈ ગયા છે. એમ છતાં કોરોનાનો ફેલાવો હજી કાબૂમાં નથી આવ્યો, પરંતુ આજે વર્લ્ડ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે ખુશખબર એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વખતે લિવર અને પેટના રોગોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

સેન્ટ લુઈ યુનવર્સિટીના લિવર સેન્ટરના ઇન્ટરનલ મેડિસિનના પ્રોફેસર બ્રેન્ટ ટેટ્રીએ કરેલા એક સંશોધનમાં નોંધાયું છે કે ફાસ્ટ ફૂડ અને જન્ક ફૂડ જેવા આહારથી પિત્તાશય અથવા યકૃત પર ખૂબ જ ખરાબ અસર થાય છે અને આનાં અત્યંત ગંભીર પરિણામો આરોગ્ય પર થઈ શકે છે. આ પ્રકારનું તારણ દર્શાવતાં સંશોધનો છેલ્લા લગભગ એક દાયકાથી નોંધાઈ રહ્યાં છે. જન્ક ફૂડથી નુકસાન થતું હોવાના પુરાવા તો હૉસ્પિટલોમાં નોંધાતા રોગીઓમાં જોવા મળી જ રહ્યા હતા, પણ આ વખતે પહેલી વાર જરા જુદી રીતે આ તારણો સાચાં પડી રહ્યાં છે. એવું કહેવાતું આવ્યું છે કે માત્ર પોતાના આહારમાં બદલાવ લાવે અને પૌષ્ટિક આહાર ખાય તો આવી સમસ્યાઓથી બચી શકે છે. જન્ક ફૂડ છોડવાને કારણે લિવર અને પેટના રોગોમાં ધરખમ ફાયદો થતો હોવાનું પણ નોંધાયું છે. જન્ક ફૂડ

છોડવાને કારણે લિવર અને પેટના રોગોમાં ધરખમ ફાયદો થતો હોવાનું પણ નોંધાયું છે. આનો પુરાવો એટલે હાલમાં લોકોના આરોગ્યમાં દેખાઈ રહેલો સકારાત્મક બદલાવ.

ઘરનું અને તાજું ખાવાની આદત પડે તો લોકોનું આરોગ્ય સુધરી શકે છે. આ ચાર મહિનામાં આ પુરવાર થયું છે. લૉકડાઉનથી લઈને હમણાં સુધી એટલે કે છેલ્લા ચાર મહિનાઓમાં લોકોને સ્ટ્રીટ ફૂડ, જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ તથા રેસ્ટોરાંમાં મળતું જૂનું અથવા વાસી ભોજન આ બધું છોડવાની ફરજ પડી. આપણે જ્યારે આપણી સ્વાદેન્દ્રિયોની માગણીઓને પૂરી કરવા બહાર મળતું સ્વાદિષ્ટ ભોજન ખાઈએ છીએ ત્યારે આપણે આપણા પેટ અને લિવર પર આવું ખાવાની શું આડઅસર થશે એનો વિચાર નથી

કરતા, પણ કોરોના વાઇરસને કારણે ઉદ્ભવેલા ડરે આપણને વિચારતા કરી દીધા છે અને લોકોને અન્ય ઇન્ફેક્શનથી ઉગારી દીધા છે. વિશ્વમાં નૉવેલ કોરોના વાઇરસને એક નકારાત્મક ઘટના તરીકે જોવાય છે, પણ જીવનમાં એના કારણે પડેલી સકારાત્મક આદતો અને એનાથી જીવનમાં આવેલાં સારાં પરિણામોને નકારી શકાતાં નથી.

ટાઇફૉઇડનો એક પણ કેસ નથી

સાંતાક્રુઝમાં રહેતા અને છેલ્લાં અનેક વર્ષોથી લિવર, પૅન્ક્રિયાસ અને પેટના દરદીઓની સારવારમાં નિપુણ એવા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ, હેપેટોલૉજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ ડૉ. સોમિલ શાહ અહીં ખૂબ જ ખુશીથી લૉકડાઉનની લોકોના આરોગ્ય પર થયેલી સકારાત્મક અસર વિશે જણાવતાં કહે છે, ‘બાવીસ માર્ચથી આજ સુધીમાં આશરે ચાર મહિનાથી લોકોને લૉકડાઉનને કારણે બહારનું ખાવાનું સદંતર બંધ કરવું પડ્યું છે. સૌપ્રથમ તો આ વખતે ટાઇફૉઇડનો રોગ નથી જોવામાં આવ્યો. સામાન્ય પરિસ્થિતિની વાત કરું તો મારી પાસે અઠવાડિયામાં એક એટલે એક મહિનામાં લગભગ ચાર-પાંચ ટાઇફૉઇડના દરદીઓ આવતા, જે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ નથી આવ્યા. જોકે હવે મુંબઈમાં અમુક જગ્યાએ ઑનલાઇન ઍપ્સના માધ્યમથી રેસ્ટોરાંમાંથી પાર્સલ મળતાં થઈ ગયાં છે, પણ મોટા ભાગના લોકોના મનમાં નૉવેલ કોરોના વાઇરસનો ડર હોવાથી તેઓ બહારથી ખાવાનું મગાવવાનું ટાળી રહ્યા છે. આ એક સારો બદલાવ છે.’

હેપેટાઇટિસ-એ અને ઈ વાઇરસના કેસ નહીંવત્

અન્ય સકારાત્મકતા વિશે ડૉ. સોમિલ આગળ કહે છે, ‘છેલ્લા ત્રણ કે ચાર મહિનામાં હેપેટાઇટિસ - એ અને ઈ વાઇરસના કેસ નહીંવત્ થઈ ગયા છે. મારી પાસે આવનાર દરદીઓમાં આશરે ૮૫થી ૯૦ ટકા જેટલો ઘટાડો છે. આ સકારાત્મક બદલાવનું મુખ્ય કારણ એ છે કે હેપેટાઇટિસ-એ અને ઈ આ

બન્ને વાઇરસ ખરાબ અને વાસી

ખાવા-પીવાનાથી આપણા પેટમાં પ્રવેશે છે અને એ પણ આવું ખાવાનાં છથી આઠ અઠવાડિયાં પછી એની અસર જોવા મળતી હોય છે. લૉકડાઉનના ચાર મહિના પછી એમ જરૂર કહી શકાય કે બહારનું ખાવાનું બંધ થયું હોવાથી જ આ ફરક દેખાઈ રહ્યો છે. રેંકડીઓ, લારીઓ અને રેસ્ટોરાંમાંથી ખાવાનું જ્યારે ઑર્ડર થાય છે ત્યારે એ કોઈ વાર વાસી રહેતું હશે એવું દરદીઓની ફરિયાદ પરથી મને સમજાય છે અને એને કારણે આ સમસ્યાઓ નિર્માણ થાય છે, જેમાં

છેલ્લા ચાર મહિનામાં નોંધપાત્ર ઘટાડો રહ્યો છે. સામાન્ય રીતે વરસાદમાં

પણ પેટના ઇન્ફેક્શનની ફરિયાદ વધી જાય છે, જે આ વર્ષે નથી. મને એવું

લાગે છે કે સાચે જ કોરોના વાઇરસે આપણને ઘણી સારી આદતો તરફ

વાળ્યા છે અને જો લોકો એ આગળ પણ જાળવી રાખશે તો એક તંદુરસ્ત જીવનશૈલી મળી શકશે.’

જીવનશૈલીના બદલાવની અસર

જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો વિશે વાત કરતાં ડૉ સોમિલ શાહ કહે છે, ‘વિશ્વભરમાં એક તરફ જ્યાં કોવિડ-19થી લોકો મારી રહ્યા છે ત્યાં જ અન્ય

નૉન-કોવિડ રોગોથી થતાં મૃત્યુના દરમાં ઘટાડો થયો છે એનું એક મોટું કારણ એ છે કે હવે લોકો પાસે પોતાની જીવનશૈલીને સુધારવા એક ગુણવત્તાવાળો સમય છે. ઘરેથી કામ કરી રહેલા લોકોને આરામ કરવા માટે પૂરતો સમય મળી રહે છે. લોકો ઘરનું જમવાનું જમે છે. હવે વ્યાયામ, યોગ, પ્રાણાયામ તરફ બધાએ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જેઓ ઘરેથી કામ કરે છે તેમના જીવનમાં ઑફિસ પહોંચવાની ચિંતા જેવા તનાવમાં ઘટાડો થયો છે. આમ સમયના અભાવને કારણે ખરાબ જીવનશૈલી ક્યાંક હવે તંદુરસ્ત જીવનશૈલીમાં પરિવર્તિત થઈ ગઈ છે અને નિષ્ક્રિય અને સ્થૂળ જીવનશૈલીવાળા રોગોમાં ઘટાડો થયો છે.’

આવાં લક્ષણો દેખાય તો ચેતી જાઓ

  • કોવિડ-19ના દસ ટકા દરદીઓમાં તાવ, ખાંસી કે શ્વાસ સાથે જોડાયેલાં લક્ષણો ન દેખાતાં માત્ર ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિમ્પટમ્સ જ જોવા મળે છે, જ્યારે ૨૫ ટકા દરદીઓમાં તાવ જેવાં પ્રમાણભૂત લક્ષણો સાથે નીચેનાં લક્ષણો પણ જોવા મળે છે.
  • ડાયેરિયાની ફરિયાદ
  • ભોજનનો ઓરિજિનલ સ્વાદ ન અનુભવાવો
  • તમે જે કંઈ ખાઈ-પી રહ્યા છો એની સ્મેલ ન આવવી
  • પેટમાં દુખાવો
  • મોળ આવવી અથવા ખૂબ ઊબકા આવવા
  • ભૂખ ન લાગવી

સામાન્ય રીતે વરસાદમાં પણ પેટના ઇન્ફેક્શનની ફરિયાદ વધી જાય છે, જે આ વર્ષે નથી. મને એવું લાગે છે કે સાચે જ કોરોના વાઇરસે આપણને ઘણી સારી આદતો તરફ વાળ્યા છે અને જો લોકો એ આગળ પણ જાળવી રાખશે તો એક તંદુરસ્ત જીવનશૈલી મળી શકશે: ડૉ. સોમિલ શાહ, હેપેટોલૉજિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK