ડૉગબ્રેલા

Published: Dec 29, 2011, 06:30 IST

ચોમાસામાં આ ડૉગબ્રેલા એક યુઝફુલ ઍક્સેસરી બની શકશે; કારણ કે જ્યારે ચોમાસામાં તમારા શ્વાનને ફરવા લઈ જશો ત્યારે વરસાદ આવે તો તમારી પાસે છત્રી હોય, પણ તમારો મિત્ર ક્યાંક ભીંજાઈ ન જાય. આ છત્રી પારદર્શક પણ છે જેથી તમે કોઈ પણ સમયે તમારા શ્વાનની પોઝિશન જોઈ શકશો.

 

આ છત્રીનો લુક એવો છે કે તમારા ડૉગને પણ આ એક તંબુ જેવું લાગશે. આ છત્રીનો વ્યાસ ૨૯ ઇંચ છે. આમ તમારો મોટો ડૉગ પણ આની નીચે આરામથી ફિટ થઈ જશે. ગળામાં પહેરાવવાનો પટ્ટો અટૅચ કરેલી આ છત્રીના સળિયા સ્ટીલના છે, જ્યારે હૅન્ડલ પ્લાસ્ટિકનું બનેલું છે.

કિંમત : આશરે ૧૪૯૩ રૂપિયા

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પર ચેક કરો

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK