શું થાઇરૉઇડની તકલીફને કારણે ઉત્તેજના અને કામેચ્છામાં ઘટાડો થઈ જાય?

Published: Nov 14, 2019, 12:34 IST | Dr. Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ : મારાં લગ્નને ૧૯ વર્ષ થઈ ગયાં છે. મને થાઇરૉઇડની તકલીફ થઈ છે. મેં જોયું છે કે આ તકલીફ થયા પછી જાતીય જીવનમાંથી રસ ઘટી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :  મારાં લગ્નને ૧૯ વર્ષ થઈ ગયાં છે. મને થાઇરૉઇડની તકલીફ થઈ છે. મેં જોયું છે કે આ તકલીફ થયા પછી જાતીય જીવનમાંથી રસ ઘટી ગયો છે. હમણાંથી તો જ્યારે મન થયું હોય ત્યારે પણ ઉત્તેજના આવવામાં તકલીફ થાય છે. મારી પત્ની ખૂબ પ્રેમાળ અને ઉત્સાહી છે. હું તેને સંતોષ નથી આપતો એવી તેણે કદી ફરિયાદ નથી કરી, પરંતુ હું જરાય રોમૅન્ટિક નથી રહ્ના એવી આડકતરી ફરિયાદ કરે છે. ઉત્તેજનામાં પણ ઓછું કડકપણું હોય છે. મને પણ લાગે છે કે હું મારા હમ ઉમ્ર લોકો કરતાં જરાક નીરસ બની ગયો છું. મને છેલ્લાં પાંચ વર્ષથી હાઇપોથાઇરૉઇડની તકલીફ છે. એની દવાઓ સિવાય બીજી કોઈ દવા નથી. હજી થાઇરૉઇડ નૉર્મલ નથી આવ્યું, પરંતુ વધુ દવાનો ડોઝ લેવાથી તકલીફ થાય છે. શું થાઇરૉઇડની તકલીફને કારણે ઉત્તેજના અને કામેચ્છામાં ઘટાડો થઈ જાય? આ સમસ્યા હોય તો ઉત્તેજના વધારવા માટે કોઈ દવા લઈ શકાય?

જવાબ: થાઇરૉઇડમાંથી ઝરતાં હૉર્મોન્સ શરીરના મેટબૉલિઝમને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આ હૉર્મોન્સ ભલે થોડીક માત્રામાં જરૂરી છે, પરંતુ જો એ ન હોય તો એની અસર પાચન અને મૂડ બન્ને પર પડે છે. થાઇરૉઇડને કારણે મેટાબૉલિઝમ ધીમું પડતું હોવાથી બ્લડ-શુગર, કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસેરૉઇડ્સ પ્રકારની ચરબી વધે છે. હાઇપોથાઇરૉઇડના દરદીઓમાં સુસ્તી અને એનર્જીલેસ ફીલિંગ બહુ રહે છે જેની આડઅસર કામેચ્છામાં પણ વર્તાય છે. જોકે આ રોગ કંઈ અસાધ્ય નથી. નિયમિત દવા, સંતુલિત ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા થાઇરૉઇડની સમસ્યાને કન્ટ્રોલમાં રાખી શકાય છે. જ્યારે લોહીમાં હૉર્મોનલ લેવલ બરાબર ન હોય ત્યારે આ સમસ્યા થાય છે. જોકે એને કારણે ડાયરેક્ટ્લી ઉત્તેજના આવવામાં તકલીફ પડે એવું નથી. જો બ્લડ-શુગર વધવાની સમસ્યા થઈ જાય કે કૉલેસ્ટરોલ વધી જાય તો એનાથી રક્તવાહિનીઓ ડૅમેજ થાય છે. તમારી ઉંમર જોતાં તમારે થાઇરૉઇડની તપાસની સાથે બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલની તપાસ કરાવીને એને પણ કન્ટ્રોલમાં રાખવાનું શરૂ કરવું જોઈએ. જીવનમાંથી સુસ્તી ઊડશે તો સેક્સલાઇફમાં પણ તાજગી આવશે.

ઉત્તેજના માટે થાઇરૉઇડની દવાઓ સાથે વાયેગ્રા લેવામાં કોઈ વાંધો નથી; પરંતુ એ પહેલાં તમારા બ્લડ-પ્રેશર, બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલ માટે ફૅમિલી-ડૉક્ટરને કન્સલ્ટ કરી લો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK