Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?

વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?

22 February, 2021 02:14 PM IST | Mumbai
Dr.Ravi Kothari

વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?

વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?

વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?


સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મે મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. હજી બે વર્ષ પહેલાં સુધી હું સાવ જ વર્જિન હતો. કોઈની સાથે ઇન્ટિમસી તો ઠીક, ક્યારેય જાતે હસ્તમૈથુન પણ નહોતું કર્યું. એ વખતે મને નાઇટફૉલ પુષ્કળ થતો હતો. એ પછી તો ગર્લફ્રેન્ડ સાથે સંબંધ પણ બાંધ્યો. જોકે બ્રેકઅપ થઈ જતાં હવે મૅસ્ટરબેશનનો જ સહારો છે. જોકે એની સાથે ક્યારેક ઉત્તેજક ક્લિપ્સ કે ફિલ્મ જોવાના રવાડે ચડ્યો. એનાથી હવે મને ખૂબ જ ઝડપથી સ્ખલન થઈ જાય છે. વીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવું પડે છે, શું એના લીધે જલદીથી ચરમસીમા આવી જતી હશે? ફિયાન્સે સાથે પણ શીઘ્રસ્ખલનની ચિંતાને કારણે હું આગળ વધતો જ નથી. લગ્ન પછીનું શું? જો અત્યારે આગળ વધું અને નિષ્ફળતા મળે તો સાવ કૉન્ફિડન્સ જતો રહેશે. નાની ઉંમરે જલદી સ્ખલનની સમસ્યા હોય તો વહેલા સેક્સમાંથી નિવૃત્તિ આવી જવાની ચિંતા થાય છે.
જવાબ : કેટલાક લોકો માટે હસ્તમૈથુન વધુ ઉત્તેજનાત્મક સાબિત થતું હોય છે, કારણ કે હસ્તમૈથુનમાં મૈથુનની ક્રિયા હથેળીમાં થતી હોય છે ત્યારે સાથે કલ્પનાનો ઉપયોગ પણ થતો હોય છે. એવું કહેવાય છે કે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજક હોય છે. સેક્સની બાબતમાં વાસ્તવિકતા કરતાં એની કલ્પના ઘણી રંગીન પુરવાર થતી હોય છે અને પરિણામે ઉત્તેજનામાં થોડુંક વધુ જોશ આવી જાય છે. માટે જસ્ટ ગો સ્લો.
અત્યારથી સમાગમ વખતની ચિંતા કરશો એટલી વધુ તકલીફો સર્જાશે. એને બદલે એક એક્સરસાઇઝ કરવાની શરૂ કરી દો. પેઢુના સ્નાયુઓને પેશાબ રોકવા માટે જે રીતનું સંકોચન કરીએ એ રીતે સંકોચવા અને રિલૅક્સ કરવા. આમ દિવસમાં બે વાર ત્રણ-ચાર મિનિટ માટે પ્રૅક્ટિસ કરવી.
બીજું, પેશાબ કરતી વખતે એક જ ધારમાં પેશાબ કરવાને બદલે વચ્ચે એક-બે વખત અટકી-અટકીને પેશાબ કરવો. આમ કરવાથી મગજ શીઘ્રસ્ખલન રોકવા માટે ઑટોમૅટિક કેળવાઈ જાય છે. મગજને ખબર નથી પડતી કે તમે પેશાબ બહાર કાઢી રહ્ના છો કે વીર્ય. આને કારણે સ્ખલન અવસ્થા પર પણ ધીમે-ધીમે આપમેળે તમારો અંકુશ આવી જશે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 02:14 PM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK