I-pill મહિનામાં બેવાર લઉં તો કોઇ વાંધો?

Published: Jan 14, 2020, 17:58 IST | Dr. ravi kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હશે એવું લાગે ત્યારે આઇ-પિલની ગોળી લઈ લઉં છું. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો?

સવાલ : મારી ઉંમર ૪૪ વર્ષ અને મારા હસબન્ડની ૫૧ વર્ષ છે. ઉંમરના તફાવતને કારણે અમને ઘણી વાર સેક્સ્યુઅલ લાઇફમાં સમસ્યા આવે છે. તેમને વારંવાર શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી તેઓ મોટા ભાગે સમાગમ કરવાનું ટાળે છે. મને મન થાય તો તેઓ સંતોષ આપવા માટે જે દવા લે છે એનું કાગળિયું પણ સાથે જોડેલું છે. આ દવાથી તેમને સારી ઉત્તેજના આવે છે અને સમાગમ પણ લાંબો ચાલે છે. મહિનામાં આવું લગભગ પાંચેક વાર થતું હશે. પહેલાં તો હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હતી, પણ હવે મેનોપૉઝને કારણે અનિયમિતતા આવી ગઈ હોવાથી એ ગોળીઓ છોડી દીધી છે. મારા હસબન્ડ મોટા ભાગે સ્ખલન બહાર જ કરે છે. ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હશે એવું લાગે ત્યારે આઇ-પિલની ગોળી લઈ લઉં છું. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો? પતિ આ દવા મહિનામાં કેટલી વાર લઈ શકે?

જવાબ : તમારા હસબન્ડ જે ગોળી લે છે એ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટેની છે અને પ્રમાણમાં સેફ ગણાય છે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લેવી જોઈએ. એટલે તમે જો એકાંતરે સમાગમ કરતા હો તો દરેક વખતે આ ગોળી લેવામાં આવે તો પણ કોઈ જ વાંધો નથી.
બીજું, તમને સંપૂર્ણપણે માસિક ગયું નથી ત્યારે પ્રેગ્નન્સીની શક્યતા નકારી શકાય નહીં. અલબત્ત, તમે પ્રેગ્નન્સી ટાળવા માટે આઇ-પિલની ગોળી લો છો એ ઠીક નથી. આ ગોળી માત્ર ઇમર્જન્સીમાં વાપરવાની હોય. એને રેગ્યુલર ગોળી તરીકે વાપરવી ન જોઈએ. આ ગોળી હૉર્મોન-સાઇકલને ડિસ્ટર્બ કરનારી છે.
મેનોપૉઝને કારણે માસિકમાં અનિયમિતતા આવી હોય, પણ માસિક સાવ બંધ નથી થઈ ગયું ત્યારે પણ બહાર સ્ખલન કરવામાં જોખમ તો ખરું જ. તમે જ કહો છો કે ઘણી વાર ખબર નથી પડતી કે વીર્ય અંદર ગયું હશે કે નહીં. આવા સમયે તમારે નચિંત થઈને સંબંધ માણવો હોય તો કૉન્ડોમ સૌથી ઉત્તમ વિકલ્પ છે. કાં તો તમે પહેલાં જે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળી લેતા હતા એ લઈ શકો છો. લૅટેક્સનાં કૉન્ડોમ વાપરવાથી માત્ર પ્રેગ્નન્સી જ નહીં, અન્ય ઇન્ફેક્શનથી પણ સુરક્ષા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK