શું પત્નીના મિસકૅરેજમાં મારા રિપોર્ટ્સ કઢાવવા જરૂરી છે?

Published: Jan 20, 2020, 10:08 IST | Dr. Ravi Kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : ટેસ્ટ દરમ્યાન સૅમ્પલ માટે વધુ વીર્ય આવે એ માટે શું કરવું? ડૉક્ટરનું કહેવું છે કે જો દવાથી સ્પર્મની ક્વૉલિટી નહીં સુધરે તો બીજી ટ્રીટમેન્ટ કરવી પડશે.

સવાલ : લગ્નને પાંચ વર્ષ થયાં છે અને મારી પત્નીને બે વાર મિસકૅરેજ થઈ ચૂક્યું છે અને અમે ગર્ભાધાન માટે પ્રયત્નશીલ છીએ. અમારી બન્નેની ઉંમર ૩૧ વર્ષ છે અને હવે મોડું થઈ શકે એમ નથી. કસુવાવડનું કારણ જાણવા માટે ડૉક્ટરે મારી પત્નીની બધી તપાસ કરી અને પછી મારા સ્પર્મ-કાઉન્ટ અને ક્વૉલિટી માપવાનું પણ સૂચવ્યું. શું પત્નીના મિસકૅરેજમાં મારા રિપોર્ટ્સ કઢાવવા જરૂરી છે? બીજું, મેં અત્યાર સુધીમાં બે વાર તપાસ માટે વીર્ય આપ્યું ત્યારે ખબર નહીં રોજ કરતાં ખૂબ ઓછી ક્વૉન્ટિટી નીકળી હતી. બધી તપાસ પછી ડૉક્ટરે કહેલું કે બન્નેમાં તકલીફ છે એને કારણે આમ થાય છે. મારા કાઉન્ટ ઠીકઠાક છે પણ ક્વૉલિટી નબળી છે. મારે એ જાણવું છે કે ટેસ્ટ દરમ્યાન સૅમ્પલ માટે વધુ વીર્ય આવે એ માટે શું કરવું? ડૉક્ટરનું કહેવું છે કે જો દવાથી સ્પર્મની ક્વૉલિટી નહીં સુધરે તો બીજી ટ્રીટમેન્ટ કરવી પડશે.

જવાબ: મને લાગે છે કે તમને સ્પર્મકાઉન્ટ ઓછા આવી રહ્યા છે એની ઍન્ગ્ઝાયટી થઈ રહી છે અને એટલે દવા કરવાથી તમે કતરાઓ છો. એક વાત સમજી લો કે મા અને પિતા બન્ને સ્વસ્થ હોય તો જ સ્વસ્થ બાળક જન્મે. હા, બાળક માના ગર્ભમાં ઊછરતું હોય છે એટલે માતાના સ્વાસ્થ્યની વધુ અસર ગર્ભાધાન દરમ્યાન વર્તાય છે, પણ જો સ્પર્મની ક્વૉલિટી સારી ન હોય તો અંડબીજ સાથે ફલીકરણ થવા છતાં એ ભ્રૂણ લાંબું જીવે નહીં. ડૉક્ટરે તમારી તપાસ કરવાની કહી છે એ યોગ્ય છે. જો સ્પર્મમાંના મૂળભૂત કોષો ડૅમેજ થયેલા હોય તો નબળી ક્વૉલિટીનું ભ્રૂણ તૈયાર થાય છે.

તમારા કેસમાં પતિ-પત્ની બન્નેમાં કંઈક તકલીફ છે એટલે બન્નેની સાથે સારવાર કરવામાં આવે એ જરૂરી છે. વીર્યની ક્વૉન્ટિટી વધશે એટલે તમારી સમસ્યા હલ થઈ જશે એવું નથી. એ માટે ડૉક્ટરે આપેલી દવાઓ ચાલુ કરવી જ પડશે. હવે પછીથી જ્યારે તપાસ માટે વીર્યનું સૅમ્પલ કાઢવાનું હોય એના ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ પહેલાં મૈથુન કે હસ્તમૈથુન દ્વારા વીર્યસ્ખલન ટાળજો. એમ કરવાથી ક્વૉન્ટિટી નૉર્મલ આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK