મુખમૈથુન કરવાથી કે કરી આપવાથી એઇડ્સ થઈ શકે કે નહીં?

Published: Mar 16, 2020, 13:44 IST | Dr. Ravi Kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : મને પાછળથી ખબર પડી છે કે તે સ્ત્રી તો ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી છે. મને હવે ચિંતા થાય છે કે જો તેને એઇડ્સ હશે તો? મેં તેની પાસે મુખમૈથુન કરાવ્યું હતું એનાથી મને એઇડ્સ થઈ શકે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લગ્નને દસ વર્ષ થયાં છે, પરંતુ પત્નીના રિસામણાને કારણે અવારનવાર અમારી વચ્ચે લાંબા સમય સુધી ફિઝિકલ નજદીકી બનતી નથી. તેને બહુ મનાવું પછીથી ગાડી પાટે ચડી હોય પણ એય કેટલું ચાલશે એ ન ખબર હોય. આ જ કારણોસર હું મારી સાથે કામ કરતી એક મહિલા તરફ આકર્ષાયો અને નજદીકી સંબંધો બંધાઈ ગયા. જોકે અમે બહુ લાંબું એકાંત મેળવી નહોતાં શકતાં એટલે માત્ર પરસ્પર ઓરલ સેક્સ જ કરતાં હતાં. થોડાક સમય પહેલાં જ તેણે ઑફિસ છોડી દીધી છે અને સંબંધો પૂરા થઈ ગયા છે. જોકે હવે મને પાછળથી ખબર પડી છે કે તે સ્ત્રી તો ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી છે. મને હવે ચિંતા થાય છે કે જો તેને એઇડ્સ હશે તો? મેં તેની પાસે મુખમૈથુન કરાવ્યું હતું એનાથી મને એઇડ્સ થઈ શકે કે નહીં?

જવાબ : એઇડ્સનો રોગ એચઆઇવી દ્વારા ફેલાય છે. આ વાઇરસ જેના શરીરમાં હોય એવી કોઈ પણ વ્યક્તિ સાથે ફિઝિકલ ઇન્ટિમસી જોખમી કહેવાય. કોઈ પણ એક પાર્ટનર એચઆઇવી પૉઝિટિવ હોય અને બન્નેએ પરસ્પર માત્ર મુખમૈથુન કરી આપ્યું હોય કે માણ્યું હોય તો પણ કેટલાક સંજોગોમાં ચેપ બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય એવી સંભાવનાઓ રહે છે. જોકે તમે જે સ્થિતિ વર્ણવો છો એ જોતાં આ ચેપ લાગવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે બહુ ઓછા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે જો તમારી ઇન્દ્રિય પર કોઈ ચાંદાં પડ્યાં હોય અને તેના મોંમાં પણ ચાંદાં કે ચીરા હોય અને એમાંથી શારીરિક પ્રવાહીની આપ-લે થઈ હોય એવા સંજોગોમાં તમને પણ આ ચેપ લાગ્યો હોવાની શક્યતા રહે છે.

કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મૈથુન કે મુખમૈથુન જેવી ક્રિયાઓથી સંતોષ મેળવવાનું હંમેશાં જોખમી છે. માટે હવે પછીથી બને તો એ ઑપ્શન ન અપનાવવું. તમે અજાણી વ્યક્તિ સાથે ઓરલ સેક્સ કર્યું એ ઘટનાને ૯૦ દિવસ થઈ ગયા હોય તો કોઈ સરકારી હૉસ્પિટલમાં જઈને એચઆઇવીની ટેસ્ટ કરાવી લેવી, જેથી તમારા મનમાં રહેલી શંકાનું સમાધાન થઈ જાય અને તમે માનસિક શાંતિ અનુભવી શકો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK