મારે જાણવું છે કે શું ડિલિવરી પછી મહિલાઓની કામેચ્છા ઘટી જાય છે?

Published: Nov 06, 2019, 12:56 IST | Dr Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: મારી વાઇફે થોડા સમય પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે. એ પછી તે જાતીય બાબતોમાં સાવ જ ઠંડી પડી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :  મારી વાઇફે થોડા સમય પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે. એ પછી તે જાતીય બાબતોમાં સાવ જ ઠંડી પડી ગઈ છે. મારે જાણવું એ છે કે શું ડિલિવરી પછી બધી જ મહિલાઓની કામેચ્છા મરી જતી હોય છે? મારી પહેલી પત્ની સાથે શરૂઆતમાં સેક્સલાઇફ સારી હતી. તે સામેથી ક્યારેય પહેલ નહોતી કરતી, પણ આનાકાનીયે નહોતી કરતી. જોકે ડિલિવરી પછી તો તેનું મન સમાગમમાંથી સાવ જ ઊઠી ગયેલું. જાણે મને તે પ્રેમ જ કરતી નહોતી. કેટલીયે વિનંતી કર્યા પછી તે હા પાડે અને એમાં પણ કોઈ ઉત્સુકતા ન હોય. જોકે એ પછી તો અનેક ઝઘડાઓને કારણે અમે છૂટાં પડી ગયાં. મારા મિત્રોનું પણ તેમની પત્નીઓ સાથે ડિલિવરી પછી જાતીય જીવન સાવ જ બંધ થઈ ગયું છે. આ મારાં બીજાં લગ્ન છે. મારે તો બીજું સંતાન જોઈતું જ નહોતું, પણ પત્નીની ઇચ્છા હતી. જોકે હવે બાળકના જન્મ પછી બીજી પત્નીને પણ જાતીય જીવનમાંથી રસ ઘટી ગયો છે. શું કરવું?

જવાબ :  પ્રેગ્નન્સી દરમ્યાન અને બાળકના જન્મ પછીના લગભગ પાંચ-છ મહિના સુધી સ્ત્રીનાં હૉર્મોન્સમાં અસંતુલન હોવાને કારણે તેને સમાગમ પ્રત્યે એટલો રસ ન રહે એવું બની શકે છે, પરંતુ તમે કહો છો એવું નથી હોતું. બાળકના જન્મ પહેલાં સ્ત્રીનો બધો જ સમય અને પ્રેમ તેના પતિ માટે હતો, પરંતુ બાળકના આવ્યા પછી સમય અને પ્રેમ વહેંચાઈ જાય છે. સ્ત્રીનો જે પ્રેમ પહેલાં માત્ર પુરુષ માટે હતો એ વ્યક્ત કરવાનું કમ થાય છે, પણ દિલમાં એટલો જ પ્રેમ હોય છે.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખું છું પણ પ્રેગ્નન્સીની ચિંતા રહી જાય છે

તમારા મગજમાં પ્રેમ એટલે સમાગમ અથવા તો પત્ની સમાગમ માટે તરત તૈયાર થઈ જાય એ જ હોય તો એ તમારી ભૂલ છે. બાળકના જન્મ પછી સ્ત્રીના શરીરમાં આવતા હૉર્મોન્સના પરિવર્તન બાબતે પણ પતિએ સમજુ વલણ દાખવવું જરૂરી છે. માતૃત્વનો સંતોષ અને જવાબદારી વધતાં કદાચ પત્નીને શારીરિક સંબંધો માટે ઓછો રસ પડે તો એ સમયે પતિની જવાબદારી છે કે તેની જવાબદારીઓ વહેંચી લેવી. બાળકના આગમન પછી પતિ-પત્નીના સંબંધ સાથે માતા-પિતાની ફરજ પણ ઉમેરાય છે. જો આ વાત યાદ રાખીને તમે પત્નીને સાથ આપો તો જાતીય જીવનમાં પણ એટલો વાંધો નહીં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK