Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ દિવાળીએ ગિફ્ટમાં આપો ઘરે જાતે બનાવેલી ચૉકલેટ્સ

આ દિવાળીએ ગિફ્ટમાં આપો ઘરે જાતે બનાવેલી ચૉકલેટ્સ

23 October, 2019 03:09 PM IST | મુંબઈ
દિવાળી સ્પેશ્યલ - હંસા કારિયા

આ દિવાળીએ ગિફ્ટમાં આપો ઘરે જાતે બનાવેલી ચૉકલેટ્સ

ચૉકલેટ્સ

ચૉકલેટ્સ


મોંઘવારી અને મંદીની વાતો આ દિવાળીએ બહુ ચાલી છે. ફટાકડા હોય કે મીઠાઈ, બધાનું માર્કેટ જોઈએ એટલું સેલિબ્રિશન મૂડમાં નથી લાગી રહ્યું. કદાચ પૈસાની દૃષ્ટિએ થોડોક કાપ ભલે મુકાતો, પણ પ્રેમની લહાણી કરવામાં મંદી ન આવે એટલું તો આપણે ધ્યાન રાખીએ. તહેવારની ઉજવણીમાં સ્નેહની લહાણી કરવામાં કોઈ કસર ન રાખીએ તો મોટા ભભકા ન કરીનેય વધુ મોજથી ઉત્સવ માણી શકીએ.

આપણે ત્યાં દિવાળી નિમિત્તે સ્નેહીઓ અને મિત્રોને કંઈક ગિફ્ટ કે મીઠાઈ આપવાની પ્રથા છે. મોટા ભાગે જ્યારે ગિફ્ટ આપવાની હોય ત્યારે બજારમાંથી તૈયાર પૅકેટ ઉઠાવીને આપી દેવાતી હોય છે. એ પૅકેટમાં મીઠાઈઓ હોય કે ચૉકલેટ્સ, આપણા પૉકેટને પણ ભારે પડે છે અને એની શુદ્ધતાની કોઈ ગૅરન્ટી નથી હોતી. એને કારણે જેને તમે ગિફ્ટ આપી હોય છે તેને માટે પણ એ જસ્ટ ફૉર્માલિટી સમાન બનીને રહી જાય છે.



જો દિવાળીમાં સ્નેહીજનોને પર્સનલ ટચવાળી ગિફ્ટ આપીને મોં મીઠું કરાવવું હોય તો તમે કૂકિંગકળાની મદદથી એમ કરી શકો છો અને એ માટે ચૉકલેટ્સની જરાક હટકે અને દિવાળી થીમવાળું ક્રીએશન કરી શકાય. એમ કરીને તમે માર્કેટમાં અવેલેબલ ચીલાચાલુ ચીજોને બદલે અંગત પ્રેમથી વણેલી સ્વીટ આપી શકશો.


દિવાળીની ગિફ્ટ માટે અહીં બૉક્સની જેમ ખૂલતી હોય એવી અથવા તો ક્રેકર્સના શેપની ચૉકલેટ્સ બનાવવાની રેસિપી રજૂ કરી છે. જો થોડીક ચીવટ રાખો તો બહુ જ સરળતાથી સરસ અને સ્વાદિષ્ટ સ્વીટ તમે સ્નેહીજનો માટે બનાવી શકશો.

chocolates


કૅન્ડીફ્લોસ

સૌપ્રથમ કૅવિટી મોલ્ડમાં ચૉકલેટ તૈયાર કરવી.

બબલગમ જેવી કૅન્ડીફ્લોસ માટે વાઇટ ચૉકલેટ, ૪ ટે. સ્પૂન મેલ્ટ કરવી. એમાં ૧ ટે. સ્પૂન ક્રીમ અથવા દૂધ ઉમેરો. બરાબર હલાવીને સ્મૂધ કરો. એમાં પિન્ક ફૂડ કલર ૨-૩ ટીપાં અને ૨-૩ ટીપાં બબલગમ ઍસેન્સ ઉમેરો. સ્મૂધ કરવું પછી કૅવિટીવાળી ચૉકલેટમાં ભરો. પૅક કરી સર્વ કરો.

chakri-choco

ચકરી ચૉકલેટ

ફટાડકામાં ફોડવામાં આવે છે એ ચકરી સ્ટાઇલના મોલ્ડ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. તમારે જે શેપ, ફ્લેવર આપવાં હોય એ મુજબના પ્લેવર સ્લૅબ મેલ્ટ કરી અલગ-અલગ પૅટર્નથી ચૉકલેટ ડીઝલ કરી જમીન ચકરી બનાવવી. rocket

ભંભુ અને રૉકેટ

કોઈક એને કોઠી પણ કહે છે. શંકુ આકારના મોલ્ડમાં બેથી ત્રણ અલગ-અલગ ફ્લેવરના લેયર્સ કરીને ચૉકલેટને સેટ થવા દો. આ જ શંકુ આકારના મોલ્ડમાં એક લાંબી સ્ટીક મૂકી દો તો એ રૉકેટ જેવું બની જશે.

divda

ચૉકલેટ દીવડા

દીવડા માટે મોલ્ડ માર્કેટમાં મળી જશે. ચૉકલેટ આપણે આપણી ચોઇસ પ્રમાણે લઈ શકીએ. હવે દીવાનો બેઝ અને ફ્લેમ બન્નેના અલગ-અલગ કલરની ચૉકલેટ રેડી સેટ કરવા મૂકવું. પછી અનમોલ્ડ કરી ફ્લેમને દીવા પર મેલ્ટેડ ચૉકલેટની મદદથી ચીપકાવવું. ચૉકલેટ દીવડા તૈયાર.

લિક્વિડ સેન્ટર ચૉકલેટ

સૌપ્રથમ ઇક્વિટી મોલ્ડમાં ચૉકલેટ તૈયાર કરવી. લિક્વિડ ફીલિંગ ૪ ટે. સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક, ૪-૫ ટીપાં ફૂડ કલર, ૪-૫ ટીપાં ઍસેન્સ. બધુ વ્યવસ્થિત મિક્સ કરવું. એ પછી કૅવિટી મોલ્ડમાં રેડવું. આને મેલ્ટેડ ચૉકલેટથી સીલ કરી પૅક કરવું.

lavingiya

તડાતડી, લવિંગિયા, રસ્સીબૉમ્બ

માર્કેટમાં આ બધાનાં મોલ્ડ્સ તૈયાર હોય છે. તમારે કયા રંગ અને ફ્લેવરની ડિઝાઇન તૈયાર કરવી છે એ મુજબની ફ્લેવર્ડ ચૉકલેટ લેવી. ડબલ બૉઇલરથી ઓગાળીને ડબલ કલર અથવા ટ્રિપલ ક્લરનો ઉપયોગ કરી ચૉકલેટના મોલ્ડમાં સેટ કરવા મૂકી શકો.

chikni-choco

ચીકની સેન્ટર ચૉકલેટ

સૌપ્રથમ એક બાઉલમાં ડાર્ક  અને મિલ્ક ચૉકલેટ અડધી-અડધી ખમણી લેવી. એને ડબલ બૉઇલર અથવા માઇક્રોમાં મેલ્ટ કરવી. પછી કૅવિટી મોલ્ડમાં રેડવી. ફ્રીઝમાં ૧૦થી ૧૫ મિનિટ સેટ કરવી. અનમોલ્ડ કરી એમાં ફીલિંગ ભરી પૅક કરવી.

ફીલિંગ : ૪ ટે. સ્પૂન મિલ્ક ચોકલેટ, ૪ ટે. સ્પૂન લિક્વિડ ગ્લુકોઝ બન્નેને એક બાઉલમાં ખૂબ ઝડપથી સતત હલાવવું. મિક્સ કરવું, તમારું સ્ટિકી સેન્ટર તૈયાર.

choco

કોકોનટ ઑર ઑરેન્જ સેન્ટર્ડ ચૉકલેટ

સૌપ્રથમ કૅસિટી મોલ્ડમાં ચૉકલેટ તૈયાર કરવી. હાર્ડ સેન્ટર : ૪ ટે. સ્પૂન સૂકા કોપરાનો પાઉડર (ડેસીકેટેડ કોકોનટ), અથવા બે ટીપાં ઑરેન્જ એસેન્સ ૪ ટે. સ્પૂન મિલ્ક પાઉડર, ૪ ટે. સ્પૂન આઇસિંગ શુગર, પાણી. બધી સામગ્રી મિક્સ કરી ડ્રૉપ-ડ્રૉપ કરી પાણી ઉમેરી લોટ બાંધવો. એને કૅવિટી મોલ્ડમાં રાખી પૅક કરવું.

ચૉકલેટ્સ માટે જરૂરી કૉમન ટિપ્સ

માર્કેટમાં ચૉકલેટ્સ બનાવવા માટેનું રૉ-મટીરિયલ હવે લગભગ દરેક એરિયામાં છૂટથી મળી રહે છે. તમારે જરૂરિયાત પૂરતા જ ચૉકલેટ સ્લૅબ્સ ખરીદવા. ચૉકલેટ કયા ફ્લેવર અને રંગની બનાવવી છે એનું જો પહેલેથી પ્લાનિંગ કરી રાખ્યું હશે તો કયા ઍસેન્સ અને ફૂડ-કલર્સ ખરીદવાં છે એની સ્પષ્ટતા થઈ જશે. ત્યાર બાદ આવે ચૉકલેટ માટેના મોલ્ડ્સની. સેન્ટર ફીલિંગવાળી ચૉકલેટ્સ હોય કે ક્રેકર્સની થીમવાળી, દરેક માટેના મોલ્ડ અને કૅવિટી મોલ્ડ તૈયાર મળે છે. સેન્ટર ફીલિંગવાળી ચૉકલેટ્સ આજકાલ ટ્રેન્ડમાં છે. થીમ અને કલર-કૉમ્બિનેશન પહેલેથી વિઝ્યુઅલાઇઝ કરીને જો તમે ખરીદી કરવા જશો તો સારું રહેશે.

ચૉકલેટ્સ માટેનાં ઍસેન્સ અને કલર જે પસંદ કરો એ ઑઇલ બેઝ્ડ હોવા જરૂરી છે. જો તમે વૉટરબેઝ્ડ કલર કે ઍસેન્સ લેશો તો ચૉકલેટ બરાબર નહીં બને અને એ વહેલી બગડી જશે.

ચૉકલેટના સ્લૅબ્સને ડબલ બૉઇલર પદ્ધતિથી ઉકાળવાની હોય ત્યારે તમે જે વાસણમાં ચૉકલેટ મૂકો છો એ એકદમ કોરું કરેલું હોવું જરૂરી છે. ગરમ કરતી વખતે પાણીની વરાળ પણ એમાં ન જાય એનું ધ્યાન રાખવું મસ્ટ છે.

કલર અને ઍસેન્સ સારી ક્વૉલિટીનાં હોય એ જરૂરી છે. ક્વૉલિટી સારી હશે તો જ રંગ ખીલશે અને સર્ટિફાઇડ કલર હોય તો એ સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે.

ચૉકલેટ જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલું જ આકર્ષક એનું પૅક પણ લાગવું જોઈએ. ચૉકલેટ માટેનાં રૅપર્સ પણ માર્કેટમાં તૈયાર મળે છે. ફૂડ-ગ્રેડવાળાં રૅપર હોય એ જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 03:09 PM IST | મુંબઈ | દિવાળી સ્પેશ્યલ - હંસા કારિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK