ધોધમાર વરસાદ હોય તો પણ જિમમાં જવાનું એટલે જવાનું

Published: 14th October, 2014 04:54 IST

ગયા શુક્રવારે રિલીઝ થયેલી ઇક્કીસ તોપાં કી સલામી ફિલ્મનો લીડ ઍક્ટર દિવ્યેન્દુ શર્મા એક્સરસાઇઝ અને ડાયટના મામલામાં ડિસિપ્લિનને પહેલી પ્રાયૉરિટી આપે છેરુચિતા શાહ

‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી મારનારા દિવ્યેન્દુ શર્માને પોતાની એ પહેલી જ ફિલ્મ માટે ‘સ્ક્રીન’ મૅગેઝિનનો મોસ્ટ પ્રૉમિસિંગ ન્યુકમરનો અવૉર્ડ મળ્યો હતો. એનર્જેટિક ડાયલૉગ ડિલિવરી અને પોતાની આગવી સેન્સ ઑફ હ્યુમરની સ્ટાઇલ માટે ટીનેજર્સમાં ફેવરિટ બનેલો દિવ્યેન્દુ મૂળ દિલ્હીનો છે. ઍક્ટિંગની તેણે બાકાયદા ટ્રેઇનિંગ લીધી છે અને એટલે જ હેલ્થને લઈને તે પહેલેથી જ ખૂબ અવેર રહ્યો છે. ગયા અઠવાડિયે ‘ઇક્કીસ તોપોં કી સલામી’ નામની ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે કામ કરનારા દિવ્યેન્દુની એનર્જી પાછળનો રાઝ અને ફિટનેસ માટેની તેની પરિભાષા વિશે તેની જ પાસેથી વિસ્તારથીજાણીએ.

બચપનથી સ્પોર્ટી

હું બહુ નાનો હતો ત્યારથી જ ખૂબ સ્પોર્ટી હતો. જે કંઈ કરવાનું હોય, જેટલી પણ દોડાદોડ કરવાની હોય એમાં હું આગળ પડતો હતો. મને રનિંગનો શોખ છે. સ્વિમિંગ મને ગમે છે. બૅડ્મિન્ટન, ફૂટબૉલ અને ક્રિકેટ મને ગમે છે. એટલે જ્યારે જિમ સાથે પનારો નહોતો પડ્યો ત્યારે પણ મારી ફિઝિકલ ઍક્ટિવિટીના વધુપડતા પ્રમાણને કારણે હું અતિશય ફિટ હતો. મને યાદ નથી કે મારે ક્યારેય ડૉક્ટર પાસે જવું પડ્યું હોય, કારણ કે હું એટલો ઍક્ટિવ હતો કે માંદા પડવાનો પણ સમય મને નહોતો મળતો, ધૅટ યુ કૅન સે.

જિમની એક્સરસાઇઝ

છેલ્લાં પાંચ વર્ષથી મારી જિમની એક્સરસાઇઝ એકદમ નિયમિત થઈ ગઈ છે. જોકે હું મારા કામને લઈને અને મારા વિચારોને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ હોઉં છું. એક વાર નક્કી કરું એટલે ભલેને પૂર આવ્યું હોય કે તોફાન મચાવનારો વરસાદ પડ્યો હોય તો પણ જિમમાં જાઉં એટલે જાઉં જ. અત્યારે હું મારી આવનારી એક ફિલ્મ માટે વર્કઆઉટ કરી રહ્યો છું જેમાં મારે એક એકદમ પાતળા છોકરાનો રોલ કરવાનો છે એટલે મારે ઘણુંબધું વજન ઉતારવાનું છે. અત્યારે દરરોજના દોઢથી બે કલાક હું વર્કઆઉટ કરું છું જેમાં સવારે એક-સવા કલાક અને સાંજે કાર્ડિયો અડધો કલાક. એ સિવાય ફ્રી ટાઇમમાં સ્વિમિંગ, ફૂટબૉલ અથવા ક્રિકેટ રમવાનું તો હોય જ છે.

ખાવામાં પણ કૅરફુલ

હું દિલ્હીનો છું અને પંજાબી છું એટલે મારા ખાવાના શોખ વિશે મારે કોઈ ખુલાસો આપવાની જરૂર નથી, પરંતુ બૉલીવુડમાં આવ્યા પછી મારામાં ખૂબ શિસ્ત આવી છે. ખાસ કરીને ખાવાના મામલામાં મેં મારી જાતમાં એ શિસ્ત લાવી છે એમ કહેશો તો પણ ચાલશે. અત્યારે હું દિવસમાં છ વખત ખાઉં છું જેમાં કાબોર્હાઇડ્રેટ, પ્રોટીન અને રિચ ફૅટ ધરાવતો ખોરાક વધારે હોય છે. પીત્ઝા, બર્ગર તેમ જ કેટલીક હેવી નૉનવેજ ડિશને મારી ડાયટમાંથી એક્ઝિટ આપી દીધી છે. હું ફૂડી છું, પરંતુ જ્યારે શિસ્તની વાત આવે ત્યારે હું નિસ્પૃહ બનીને બધું જ ખાઈ શકું છું જે મારા સ્વભાવની બીજી સ્ટ્રૉન્ગ બાબત છે. રોજની ડાયટમાં ઓટ્સ, અવાકડો, રોસ્ટેડ ફિશ અને ચિકન, દાળ, સૅલડ, મિલ્ક, પ્રોટીન શેક વગેરે વધારે હોય છે.

મેન્ટલ હેલ્થ વધુ જરૂરી

તમારા માઇન્ડની હેલ્થ સારી હશે તો તમારા શરીરની તંદુરસ્તી પણ જળવાશે. એટલે ફિઝિકલી ફિટ રહેવાના પ્રયત્ન કરનારે મેન્ટલી ફિટ થવાના પ્રયત્નો પણ કરવા જોઈએ. હું માનસિક રીતે રિલૅક્સ થવા માટે મ્યુઝિક, લાંબા શ્વાસ, રનિંગ, સ્વિમિંગ, સ્પોર્ટ્સ જેવા રસ્તા અપનાવું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK