(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : હું ૩૦ વર્ષનો છું. હાલમાં એક નાની કંપનીમાં મૅનેજર તરીકે કામ કરું છું. ૨૭ વર્ષે અરેન્જ્ડ મૅરેજ થયેલાં. એ પછીનાં ત્રણ વરસ માંડ-માંડ ગયાં. અમારી વચ્ચે કોઈ જ વાતે મૅચિંગ નથી. એવું નથી કે હું મને બહુ મહાન સમજું છું ને તે સારી નથી. કદાચ તેની રીતે એ સારી જ છે, પણ મને તેની કોઈ જ આદતો નથી ફાવતી. તેનો સ્વભાવ ચીડ ઉત્પન્ન કરાવે એવો છે. દરેક વાતે નેગેટિવ થિન્કિંગ જ હોય. ખરેખર ત્રણ વરસ નરક સમાન વિતાવ્યા પછી હવે મને લાગે છે કે હવે બહુ થયું. આવા સંબંધને વેંઢારવા કરતાં છૂટા થઈ જવું બહેતર છે. તેનો કચકચિયો સ્વભાવ અને રેઢિયાળ વૃત્તિથી વાજ આવી ગયો છું. તેની આદતો, વિચારો અને સપનાંઓ કોઈની સાથે મારો મેળ નથી ખાતો. તેને બસ ફૂલફટાક થઈને ફરવું છે.
પૈસાદાર પરિવારની છે એટલે સારુંએવું કરિયાવર લાવેલી છે ને એનો ઘમંડ ભારોભાર છે. મને એ વખતે પણ તેની લાવેલી ચીજોમાં રસ નહોતો અને અત્યારે પણ નથી. તેને પણ મારી સાથે નથી ફાવતું. એક વાર તેણે જ સામેથી છૂટાછેડાની પહેલ કરી હતી ને મેં એ તરત જ સ્વીકારી લીધી. જોકે વાત જ્યારે અમારા પેરન્ટ્સ પાસે પહોંચી ત્યારે બ્રેક લાગી ગઈ. તેનાં અને મારાં બન્નેનાં મમ્મી-પપ્પાને વાંધો છે. અમે એકલાં રહીએ છીએ એટલે તેમને અમારી વચ્ચેના મતભેદો વિશે ખબર નથી. મારી મમ્મીનું કહેવું છે કે પડ્યું પાનું નિભાવી લેવાનું હોય. તેના પેરન્ટ્સને એમ લાગે છે કે મારે વધારે રૂપિયા જોઈએ છે અથવા તો મને બીજી કોઈ છોકરી પસંદ આવી ગઈ છે. જોકે એવું જરાય નથી. મારે મારી જિંદગી શાંતિથી જીવવી છે. તેનાં મમ્મી મારી પાસે રડે છે ને તેના વતી માફી માગે છે. મારી વાઇફને એનાથી કોઈ અસર નથી. તે પણ અડિયલ થઈને છૂટા જ થવાની જીદ કરે છે.
- ગ્રાન્ટ રોડ
જવાબ : લગ્ન એ બે પરિવાર સાથેનો સંબંધ છે, પરંતુ એમાં સૌથી પહેલાં બે વ્યક્તિઓનું પરસ્પર માટેનું કમ્ફર્ટ લેવલ હોવું પ્રાથમિક છે. ઘણી જ્ઞાતિઓમાં છૂટાછેડા અને બીજાં લગ્નને ખરાબ ગણવામાં આવે છે. કદાચ એ જ કારણસર અત્યારે તમારા બન્નેના પેરન્ટ્સ કોઈક વચલો રસ્તો શોધવાની મથામણ કરી રહ્યા છે, જેથી લગ્ન નંદવાય નહીં.
તમે ત્રણ વરસ સાથે રહ્યા છો એ દરમ્યાન મનમાં નકારાત્મક જ વિચારો આવ્યા છે એને બદલે જરાક જુદી નજરે તમારા સંબંધને જોવાનો પ્રયત્ન કરો. સંબંધમાં અમુક ચીજોથી અકળામણ થાય છે તો અમુક ચીજો સારી પણ હશે જેની તમને આદત પડવા લાગી હશે? જસ્ટ ઠંડા દિમાગથી વિચારો.
તમારા પેરન્ટ્સનો ઇરાદો સાચો જ છે. તમારે બન્નેએ પણ એક વાર ખૂબ જ શાંતિથી છૂટાછેડા પછીની જિંદગી વિશે વિચારી લેવું જોઈએ. જો વિચારવાના નિર્ણય પર આવી શકાતું ન હોય તો નક્કી કરો કે છૂટાછેડા લેતાં પહેલાં છ મહિના માટે જુદા રહેવું. આ છ મહિના દરમ્યાન ડિવૉર્સ લેવા વિશે કે પછી લગ્નજીવન વિશે વિચાર કરવાનીય જરૂર નથી. છ મહિના પછી જ્યારે પણ તમે મળો ત્યારે આટલી જ કડવાશ રહી હોય તો પછી એ વખતે નિર્ણય લેવામાં અઘરું નહીં પડે.
હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?
5th March, 2021 13:00 ISTસમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 IST