જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?

Published: 22nd January, 2021 08:06 IST | Dr.Ravi Kothari | Mumbai

શું મેં નાની ઉંમરે હસ્તમૈથુન કરીને શક્તિનો વ્યય કરી દીધો એને કારણે બૉડી-હેર ઓછા હશે? જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

સવાલ : હું ૧૬ વર્ષનો હતો ત્યારથી મૅસ્ટરબેશન કરવાની આદત પડી છે. શરૂઆતમાં સફેદ પાણી નહોતું નીકળતું, પણ એક-બે વરસ પછી અચાનક જ પાણી નીકળવા લાગ્યું. અત્યારે હું કૉલેજના સેકન્ડ યરમાં છું અને હવે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર મને એવું કરવાની ઇચ્છા થાય છે. મારી સમસ્યા એ છે કે મારાં ટેસ્ટિકલ્સમાંથી એક બાજુ મોટી અને નીચે તરફ નમી ગયેલી છે. પહેલાં આવું નહોતું. ફ્રેન્ડ-સર્કલમાં આવી વાતો કરતાં સંકોચ થાય છે. દાઢી-મૂછ આવ્યાં છે, પણ ખૂબ આછાં છે. ઊલટાનું અવારનવાર ખીલ થઈ જાય છે. બૉડી-હેર વધુ હોય તેઓ સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ હોય એવું મારા ફ્રેન્ડ્સ કહે છે. શું મેં નાની ઉંમરે હસ્તમૈથુન કરીને શક્તિનો વ્યય કરી દીધો એને કારણે બૉડી-હેર ઓછા હશે? જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
જવાબ : જેની જુવાની જતી રહી હોય તેણે જુવાની પાછી લાવવાની ચિંતા કરવાની હોય, પણ તમે જે લક્ષણો વર્ણવી રહ્ના છો એ બધાં જ જુવાનીનાં છે. સેક્સ-હૉર્મોન્સનું પ્રમાણ વધતું હોવાથી વારંવાર હસ્તમૈથુન કરવાનું મન થાય કે આપમેળે વિજાતીય વ્યક્તિ પ્રત્યે ખેંચાણ થાય છે, કામુક વિચારો આવવાનું શરૂ થાય છે અને શિશ્નમાં ઉત્થાન અને વીર્ય બનવાનું શરૂ થાય એ બધું જ નૉર્મલ છે. જો આ તબક્કે તમે હસ્તમૈથુન કરીને વીર્યને બહાર ન કાઢો તો રાત્રે ઊંઘમાં જ વીર્ય નીકળી જશે. મતલબ કે વીર્યને તમે ધારો તોય સંઘરી ન શકો.
ખીલ એ પણ પ્યુબર્ટી ઍજનું જ એક લક્ષણ છે. બીજું, બે અંડકોષ એક લાઇનમાં નથી હોતા. એક તરફ અંડકોષ ઝૂકેલા લાગે એ પણ સાવ નૉર્મલ છે. વધુ વાળ ધરાવતી વ્યક્તિ સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ હોય છે એ માન્યતા ખોટી છે. શક્તિનો વ્યય થવાથી વાળ ઓછા ઊગે છે એ તો સાવ જ ખોટી માન્યતા છે. કોઈ પણ પુખ્ત વયનાં સ્રી-પુરુષ માટે હસ્તમૈથુન કરવું એ હેલ્ધી બાબત છે. વધુપડતું હસ્મૈથુન જેવું કંઈ નથી. નાહક ચિંતા છોડશો તો જુવાની આપમેળે પાછી આવી ગયેલી લાગશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK