ડાયમન્ડ મિનરલ મેક-અપ

Published: 19th October, 2011 15:43 IST

એ વાત સાચી જ છે કે સ્ત્રી યંગ હોય કે વૃદ્ધ, તેને ડાયમન્ડ્સ મેળવવાની હંમેશાં જ ઝંખના હશે. સ્ત્રીઓને આ ચળકતા પથ્થરને ઘરેણાંમાં સજાવવાનો શોખ કંઈક જુદો જ હોય છે. પછી એ કાન, ગળું કે હાથ હોય; પણ ક્યારેય ડાયમન્ડથી પોતાના ચહેરાને નિખારવાનું વિચાર્યું છે મેક-અપથી કે પછી ક્રીમથી. જોઈએ કઈ રીતે આ શક્ય છે.ડાયમન્ડ જેવો ચળકાટ

આજથી બે-ત્રણ વર્ષ પહેલાં ખાસ બ્રાઇડ્સ માટે ડાયમન્ડ મેક-અપનો કૉન્સેપ્ટ બહાર પડ્યો હતો. ડાયમન્ડ ડસ્ટ એટલે કે ડાયમન્ડના બારીક ભૂકાથી ફાઉન્ડેશન, આઇ-શૅડો, આઇ-લાઇનર, કન્સીલર, બ્લશ વગેરેમાં ભેળવીને મેક-અપની જેમ ચહેરા પર લગાવવામાં આવે છે અને આનું રિઝલ્ટ ડાયમન્ડ જેવું જ ચળકતું મળે છે. ફેસ પર નૅચરલ ગ્લો આવે છે અને સ્કિન ફ્લોલેસ દેખાય છે. હેવી ટ્રેડિશનલ મેક-અપ કરતાં આ મેક-અપ ખૂબ યંગ અને ઍરબ્રશ્ડ લુક આપે છે. એ પણ ઍરબ્રશિંગ કર્યા વગર.

બધા જ પ્રસંગો માટે મેક-અપ

ડાયમન્ડ મેક-અપનો કૉન્સેપ્ટ હવે ફક્ત બ્રાઇડ્સ કે લગ્ન સુધી જ સીમિત નથી રહ્યો. કેટલાક એવા લોકો છે જેમને મેક-અપ તો લગાવવો હોય છે, પણ સાથે-સાથે નો મેક-અપ લુક જોઈતો હોય છે. એવા લોકો માટે આ ડાયમન્ડ મિનરલ મેક-અપ પર્ફેક્ટ ગણાય છે, કારણ કે આ મેક-અપ ચહેરાને વધારે ચમકીલો અને લાઉડ દેખાડ્યા વગર જ હેલ્ધી ગ્લો આપે છે. આથી ચહેરો સુંદર દેખાશે, પણ લગાવેલો મેક-અપ નહીં દેખાય.

ડાયમન્ડ મેક-અપની સમજ

કોઈ પણ મેક-અપ નીચે બેઝ લગાવવો જરૂરી છે જે સ્કિનને મેક-અપના કૉસ્મેટિક રીઍક્શનથી બચાવે. ફાઉન્ડેશન કોઈ પણ ફૉર્મમાં હોય છે - પાઉડર કે પછી લિક્વિડ અને ત્યાર બાદ એને ડાયમન્ડ ડસ્ટથી સીલ કરવામાં આવે છે. પણ હા, આ મેક-અપ લગાવવામાં માટે સ્કિનનો પ્રકાર ખૂબ મહત્વનો છે અને બેસ્ટ પાર્ટ એ છે કે ત્વચાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ ડસ્ટની ક્વૉલિટી નક્કી કરી શકાય.

કૉન્સ્ટન્ટ ટચ-અપને બાય-બાય

આપણી સંસ્કૃતિમાં મોટા ભાગનાં લગ્નનો સમય ખૂબ વિચિત્ર હોય છે. કાં તો ભરબપોર અને કાં તો પછી અડધી રાત્રે. આવા સમયમાં પણ એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે દુલ્હન વિધિની શરૂઆતથી લઈને અંત સુધી ફ્રેશ અને સુંદર દેખાય. એને લીધે લગ્નમાં દુલ્હનની સાથે તેની બ્યુટિશ્યનને પણ ટચ-અપ્સ આપવા માટે એની સાથે જ રહેવું પડે છે. પણ ડાયમન્ડ મિનરલ મેક-અપ તો બીજા દિવસની સવાર સુધી ફ્રેશ દેખાય છે. વધારે સમય સુધી ચાલે એ માટે આ ડાયમન્ડ ડસ્ટમાં બીજી પ્રોડક્ટ્સ પણ ઉમેરવામાં આવે છે. ડાયમન્ડની ડસ્ટની સારી ક્વૉલિટી પણ મેક-અપના પાર્ટિકલ્સને લાંબા સમય સુધી જકડી રાખવામાં મદદ કરે છે.

ટ્રાય કરતાં પહેલાં

  • ડાયમન્ડ મિનરલ મેક-અપ લગાવવા માટે એક્સપર્ટ નૉલેજની જરૂર પડે છે. આ માટે ધ્યાન રાખો કે આ મેક-અપ તમે કોઈ પ્રોફેશનલ મેક-અપ આર્ટિસ્ટ પાસે જ કરાવો.
  • આ મેક-અપનું કોઈ રીઍક્શન કે સાઇડ-ઇફેક્ટ નથી; પણ એક એક્સપર્ટને તમારી સ્કિન પહેલાં ચકાસવા દો અને પછી જ આ મેક-અપ કરવાનું નક્કી કરો, કારણ કે બની શકે કે તમારી ખૂબ સંવેદનશીલ એવી ત્વચા ડાયમન્ડ ડસ્ટને ન સહન કરી શકે.
  • ડાયમન્ડ મેક-અપમાં વાપરવામાં આવેલી ડાયમન્ડ ડસ્ટની ક્વૉલિટી સારી હોય એ જરૂરી છે, કારણ કે નકલી ચીજોની કોઈ અસર તો નથી હોતી પણ આડઅસરો જરૂર હોય છે. એ માટે ડાયમન્ડ ડસ્ટ અસલી હોય એ ચકાસવું જરૂરી છે.
  • ડાયમન્ડ મેક-અપ કરાવવાની કૉસ્ટ આશરે ૧૬,૦૦૦ રૂપિયાથી ૨૦,૦૦૦ રૂપિયા સુધીની હોઈ શકે છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK