ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે લૉકડાઉન દરમિયાન અનેક પ્રકારની વાતો અને વિચારો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહી છે. તેણે થોડા સમય પહેલાં તેણે પોતાના ફેન સાથેની મુલકાતા શેર કરી હતી હાલમાં તે અમદાવાદ શૂટ માટે પહોંચી છે.
તેણે બહુ જ ગ્લેમરસ અને ટ્રેન્ડી છતાંય ટ્રેડિશનલ ફેશન ફોટો શૂટ કરાવ્યું અને તેની તસવીરો ગુજરાતી મીડ-ડે માટે એક્સક્લુઝિવલી શેર કરી હતી. તેણે દિવ્યેશ ટાલવિયાના સ્ટાઇલિંગ અને ફોટો ક્રિએટિવ ડાયરેક્શન શૂટ માટે અનુઝ ક્રિએશનનનો આઉટફિટ પહેર્યો હતો અને જલ્પા ઠક્કરનાં કલ્ચર સિગ્નેચર દ્વારા ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરી હતી.
શશિનના કેમેરાના કમાલે ખુશીની આ સ્ટાઇલને કચકડે કંડારી લીધી હતી. હાલમાં અમદાવાદ પહોંચેલી અફતફરી ફેમ ખુશી શાહ હાલમાં ફુલ સ્ટોપ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. તે બહુ જલદી પોતાના જ પ્રોડક્શન હાઉસ અંતર્ગત એક શોર્ટ ફિલ્મમાં પણ વ્યસ્ત થઇ જશે જેનું નામ છે ‘ક્યા ઉખાડ લોગે?’
ખુશી તેના આગામી પ્રોજેક્ટ્સનાં પ્લાનિંગ અને વર્ક શેડ્યુલમાં વ્યસ્ત છે ત્યારે તેનું આ સ્ટાઇલાઇઝ્ડ ફોટોશૂટ ફેશન અને ગ્લેમરના ચાહકો માટે આઇ કેચિંગ રહ્યું છે.
'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે, "પંકજ ત્રિપાઠી બહુ જ કૅરીંગ છે"
6th January, 2021 11:48 ISTઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’
5th January, 2021 18:56 IST"જૂનાગઢ શેરની બજારમાં" મેશપ સાંભળો પ્રિયંકા ખેરના અવાજમાં
30th December, 2020 20:33 IST