(આજની વાનગી-મીતા ભરવાડા)
સામગ્રી
રીત
ખજૂરને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. હવે એને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો. એક બાઉલમાં મેંદો લઈ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લો. હવે એમાં માર્ગરિન નાખી મિક્સ કરો. ત્યાર બાદ એમાં કન્ડેન્સ મિલ્ક અને ખજૂરની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો. છેલ્લે અખરોટના ટુકડા નાખી હળવે હાથે હલાવો. હવે બેકિંગ ટિનને ગ્રીસ કરી એમાં તૈયાર કરેલું મિક્સ્ચર નાખો. અવનને ૧૯૦ ડિગ્રી પર સેટ કરો અને તૈયાર કરેલું મિક્સ્ચર નાખો અને ૩૦થી ૩૫ મિનિટ સુધી બેક કરો. ઠંડું થાય એટલે મોલ્ડમાંથી કાઢીને પીરસો.