Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ડિયર લેડીઝ, ક્યાંક તમને તમારી સુંદરતા માટે ડાઉટ છે? ફિકર નૉટ

ડિયર લેડીઝ, ક્યાંક તમને તમારી સુંદરતા માટે ડાઉટ છે? ફિકર નૉટ

22 August, 2019 03:41 PM IST | મુંબઈ
દર્શિની વશી

ડિયર લેડીઝ, ક્યાંક તમને તમારી સુંદરતા માટે ડાઉટ છે? ફિકર નૉટ

પ્રિયંકા

પ્રિયંકા


૨૦૧૯માં મહિલાઓની રિયલ બ્યુટી માટેની વ્યાખ્યા સમજવા માટે ૧૦૦૦ મહિલાઓ પર થયેલા સર્વેમાં મોટા ભાગની મહિલાઓએ આત્મવિશ્વાસને રિયલ બ્યુટી ગણાવી છે. જોકે એક સત્ય એ પણ છે કે વાસ્તવિક જીવનમાં ઘણી મહિલાઓ પોતાના દેખાવને લઈને મનોમન મુંઝાતી હોય છે, પરંતુ ખરેખર સૌંદર્ય કરતાં બીજી કઈ બાબતો વધુ મહત્વની છે એ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ...

સુંદરતા અને સ્ત્રીને સદીઓથી એકમેકનાં પૂરક ગણવામાં આવે છે અને એટલે જ કદાચ સ્ત્રીઓ સુંદરતાને લઈને આટલીબધી સચેત રહેતી હોય છે. આજે સમય બદલાયો છે, વિચાર બદલાયા છે, સમાજ બદલાયો છે છતાં આજે પણ સુડોળ કાયા, આકર્ષક ચહેરો, ગૌરવર્ણ, પર્ફેક્ટ હાઇટને જ બ્યુટિફુલ કૅટેગરીમાં મૂકવામાં આવે છે, એટલું જ નહીં, મોટા ભાગના સ્થળે આવી જ સ્ત્રીઓની ગણતરી પણ વધુ થતી હોય છે. ખેર, દુનિયા ભલે તેનો નજરિયો નહીં બદલે, પરંતુ આજની મહિલાઓ પોતાની સુંદરતાને જોવાનો નજરિયો બદલી રહી છે, જે તાજેતરમાં બહાર પડાયેલા એક સર્વેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમેરિકામાં એક મૅગેઝિને ૧૦૦૦ મહિલાઓ પર સર્વે કર્યો અને તેમની પાસેથી ‘રિયલ બ્યુટી’ એટલે શું એ જાણવાનો પ્રયાસ કર્યો, એ તો ઠીક, પરંતુ આ સર્વેમાંથી જે તારણ બહાર આવ્યું એ ખરેખર સુખદ આશ્ચર્ય પમાડનારું હતું. સર્વેમાં મોટા ભાગની મહિલાઓનો જવાબ હતો કે અમારો આત્મવિશ્વાસ જ અમારી ખરી સુંદરતા છે. આ સર્વેમાં આવું બીજું પણ ઘણું રસપ્રદ જાણવા મળ્યું હતું. સર્વેક્ષણ પ્રમાણે ૯૮ ટકા મહિલાઓ માટે બ્યુટી એટલે તેમની અંદરનો આત્મવિશ્વાસ છે એટલે કે તેમનું માનવું છે કે રિયલ બ્યુટી અંદર રહેલા આત્મવિશ્વાસથી નીખરે છે. એવી જ રીતે ૯૭ ટકા મહિલાઓ માને છે કે દરેક સ્ત્રી યુનિક સુંદરતા ધરાવે છે. ૭૩ ટકા મહિલાઓ તેના ફેશ્યલ ફીચર્સને લઈને કૉન્ફિડન્ટ છે, પરંતુ મહિલાઓ હજી તેમના બૉડી-શેપને લઈને ખુશ નથી એ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. માત્ર ૨૦ ટકા મહિલાઓ પોતાના ફિગરને લઈને ખુશ છે, જ્યારે ૬૨ ટકા મહિલાઓ ફિગરને શેપમાં લાવવા માગે છે જેથી માત્ર ૧૦ ટકા મહિલાઓ જ સ્વિમ-સૂટમાં પોતાને જોવાનું પસંદ કરે છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે ૬૦ ટકા મહિલાઓ હમણાં ડાયટ-પ્લાન ફૉલો કરે છે, જેમાંથી ૭૫ ટકા મહિલાઓ ફિઝિકલ કારણસર ડાયટ ફૉલો કરે છે વગેરે વગેરે ઘણું બહાર આવ્યું છે, પરંતુ આ સર્વેમાં એક કૉમન વાત જાણવા મળી છે જે છે કૉન્ફિડન્સ-લેવલ. સર્વે મુજબ મહિલાઓમાં સુંદરતાની બાબતે કૉન્ફિડન્સનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે. પોતાનામાં વધી રહેલા આત્મવિશ્વાસને તેઓ અસલી સુંદરતા ગણાવી રહ્યા છે એ વિશે મહિલાઓ શું કહે છે એ જાણીશું.



આઇ ઍમ માય ફેવરિટ


અંધેરીસ્થિત ઇમેજ કન્સલ્ટન્ટ અમિષા શાહ કહે છે, ‘આજની વુમનમાં કૉન્ફિડન્સ-લેવલ વધી ગયું છે એ મેં એઝ અ ઇમેજ-કન્સલ્ટન્ટ તરીકે માર્ક કર્યું છે. દેખાવમાં સુંદર હોવું એ આજે ફર્સ્ટ પ્રેફરન્સ નથી, પરંતુ ઇનર કૉન્ફિડન્સ સર્વોપરી છે. આપણે બહારથી સુંદર દેખાતા હોઈશું તો જ આપણી ગણના થશે, આગળ આવવા મળશે એવું હવે મોટા ભાગની મહિલાઓ માનતી નથી. ભગવાને આપણને જે શરીર, જે સુંદરતા આપી છે એને સ્વીકારવી જોઈએ. મારી પાસે ઇમેજ બિલ્ડ કરવા માટે ઘણા ક્લાયન્ટ આવે છે, પરંતુ મેં તેઓને ક્યારેય ફિઝિકલ બ્યુટીમાં સુધારો કરવા બાબતે સલાહ આપી નથી‍ અને અહીં સુધી હવે વુમન ક્લાયન્ટ પણ પોતાની બાહ્ય સુંદરતાને લઈને કોઈ ફરિયાદ કરતી નથી. હું પહેલાં મારા ક્લાયન્ટની ઇનર ઇમેજ બિલ્ડ કરવા પર ધ્યાન આપું છું અને પછી આઉટર ઇમેજ બિલ્ડ કરવા પર ધ્યાન આપું છું, કેમ કે આઉટર ઇમેજ બિલ્ડ થતાં વાર નથી લાગતી. ઇનર ઇમેજ મજબૂત હશે તો એ તમારા હાવભાવ અને કાર્યમાં છલકાશે. તમારો લુક ભલે ગમે તેવો હોય, પરંતુ તમે લોકોની સામે કેવી રીતે પ્રેઝન્ટ થાઓ છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન હોય છે એટલે કોઈને પણ પ્રથમ વખત મળતાં પૂર્વે કેવી રીતે પ્રિપેર થઈને જવું એ વિશે અમે જણાવીએ છીએ જેમાં સુંદરતાની બાબત તો ઘણી પછી આવે છે. આ સિવાય અમારું કામ તેમના ડ્રેસિંગ-સેન્સમાં પણ સુધારો લાવવાનું હોય છે. ‘આઇ ઍમ માય ફેવરિટ’ વાક્ય રોજ અરીસાની સામે ઊભા રહીને બોલો, તમારું કૉન્ફિડન્સ-લેવલ વધી જશે.’

કૉન્ફિડન્સ શું કામ ખરી સુંદરતા છે એનું ઉદાહરણ આપતાં અમિષા શાહ કહે છે, ‘અમારી પાસે એવી ઘણી ક્લાયન્ટ્સ આવે છે જેમના હસબન્ડ હાઈ પોસ્ટ પર હોય છે અને તેઓ સામાન્ય ગૃહિણી હોય છે.


ઑફિસ-પાર્ટી વખતે તેઓ મૂંઝાઈ જતી હોય છે કે અમે શું પહેરીને જઈએ અને કેવી રીતે વાતચીત કરીએ? પહેરવામાં તો ડિઝાઇનર કપડાં મળી જાય છે, પણ કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે હાવભાવ આપવા એ બાબતે તેઓ ખૂબ ચિંતિત રહે છે અને મારી પાસેથી સલાહ લેવા આવે છે ત્યારે હું જોઉં છું કે તેઓ દેખાવમાં તો સારી હોય છે, પરંતુ આત્મવિશ્વાસની બાબતે ઘણી નબળી હોય છે, જેને લીધે તેઓ આવા ફંક્શનમાં ઊંધું બાફી મારે છે.’ 

સાવ કંઈ એવું નથી

શહેરી લોકો જેટલા ઝડપથી આગળ વધે છે એટલી ઝડપથી ગ્રામીણ લોકો આગળ વધતા નથી. સુધારાની બાબતમાં પણ એવું છે કે પછી વુમન એમ્પાવરમેન્ટ હોય કે પછી વુમન રાઇટ એમ જણાવીને વુમન ઍક્ટિવિસ્ટ રાજિગની ચંદરાત્રે કહે છે, ‘અમારી પાસે આજે પણ એવા કેસ લઈને મહિલાઓ આવે છે જે તેના બાહ્ય સૌંદર્યને લીધે ફૅમિલી લાઇફમાં હેરાનગતિનો સામનો કરી રહી હોય. એ ખરેખર દુઃખની વાત છે. આવી મહિલાઓ કૉન્ફિડન્ટ હોવા છતાં ફૅમિલીની હેરાનગતિને લીધે દબાઈને રહે છે. તેઓને અમે સમજાવીએ છીએ અને વધુ મજબૂત થવાની સલાહ આપીએ છીએ તેમ જ અંદરથી સ્ટ્રૉન્ગ બનવામાં મદદ કરીએ છીએ. જોકે મેટ્રો શહેરની સરખામણીમાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આવા પ્રકારના કેસ હજીયે ઘણા છે. કામ કરવાની બાબતમાં પણ એવું જ છે. આજે ઘણી કાસ્ટમાં અને ઘણી જગ્યાએ જે સ્ત્રીઓ કામે જતી હોય છે તેમને ઘર અને ઑફિસ બન્ને જગ્યાએથી સહકાર મળતો નથી છતાં તેઓ મજબૂત રહીને કામ કરે જ છે. આવી સ્ત્રીઓનું વિશેષ રૂપે અભિનંદન કરવું જોઈએ.’

બ્યુટી વિથ બ્રેઇન અને બીજું ઘણું હોવું જરૂરી : ડૉ. પરેશ ત્રિવેદી

સાઇકિયાટ્રિસ્ટ અને ફૅમિલી-કાઉન્સેલર ડૉ. પરેશ ત્રિવેદી કહે છે, ‘જો સાચું કહું તો બાહ્ય સુંદરતા માત્ર ફિલ્મી પડદે જ કામ કરે છે. બાકી રિયલ લાઇફમાં બ્યુટી સાથે બ્રેઇન અને બીજું ઘણું હોવું જોઈએ એ વાત લોકો સમજતા થયા છે જેથી હવે મહિલાઓમાં બ્યુટીની વ્યાખ્યા બદલાતી જોવા મળી રહી છે. ફૅમિલી કાઉન્સેલર તરીકે હું કહી શકું છું કે સુંદરતામાં કમી હોવાને લીધે અમારી પાસે ઘણાં કપલ કાઉન્સેલિંગ માટે આવે છે તો સામે એવાં કપલ પણ આવે છે જેમાં મહિલા પાત્ર સુંદર હોવા છતાં અન્ય સમસ્યા લઈને અમારી પાસે આવે છે એટલે ટૂંકમાં કહું તો એવું નથી કે સુંદર હોવાથી તમને કોઈ સમસ્યા આવશે નહીં. સમસ્યા તો ડગલે ને પગલે આવે છે, પરંતુ એમાંથી નીકળવા માટે યોગ્ય સમજશક્તિ, સહનશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પણ જરૂરી છે. મારી એક ક્લાયન્ટ સોશ્યલ વર્કર છે જે દેખાવે સુંદર નથી જેને લીધે તે ઘણી વખત હાંસિયામાં ધકેલાઈ જતી હોય એવું તેને ફીલ થાય છે છતાં તે આત્મવિશ્વાસના બળે એકલે હાથે અનેક સોશ્યલ કામ કરે છે અને તેને તેના દેખાવને લઈને કોઈ રંજ નથી કે નથી આગળ નહીં વધવાનો ડર. એટલે જો મને વ્યક્તિગત રીતે સુંદરતાની વ્યાખ્યા માટે પૂછવામાં આવે તો એટલું જ કહીશ કે દરેક લોકોના જીવનમાં સુંદરતાની પરીભાષા અલગ હોય છે. કોઈક માટે સુંદરતા એટલે આત્મવિશ્વાસ છે તો કોઈક માટે સુંદરતા એટલે મેકઅપ અને કોઈક માટે સુંદરતા એટલે સાદગી.’

હસબન્ડ હાઈ પોસ્ટ પર હોય અને પોતે સામાન્ય ગૃહિણી

હોય તેમને માટે બહુ મોટી દ્વિધા હોય છે. ‌તેઓ ઑફિસ-પાર્ટી વખતે મુંઝાઈ જતી હોય છે કે અમે શું પહેરીને જઈએ અને કેવી રીતે વાતચીત કરીએ? પહેરવામાં તો ડિઝાઇનર કપડાં મળી જાય છે, પણ કેવી રીતે વાત‌ચીત કરવી કે કેવી રીતે હાવભાવ આપવા એ બાબતે તેઓ ખૂબ ચિંતિત રહે છે

-અમિષા શાહ, ઇમેજ કન્સલ્ટન્ટ

આ પણ વાંચો : મોબાઇલ-સોશ્યલ મીડિયા મુક્તિના ઉપાય કરવા છે?

અમારી પાસે આજે પણ એવા કેસ લઈને મહિલાઓ આવે છે જે તેના બાહ્ય સૌંદર્યને લીધે ફૅમિલી લાઇફમાં હેરાનગતિનો સામનો કરી રહી હોય. જે ખરેખર દુઃખની વાત છે. આવી મહિલાઓ કૉન્ફિડન્ટ હોવા છતાં ફૅમિલીની હેરાનગતિને લીધે દબાઈને રહે છે

- રાગિની ચંદરાત્રે, વુમન ઍક્ટિવિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 03:41 PM IST | મુંબઈ | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK